
જ્ઞાન સાથે ગમ્મત – Gujarati Fun નામના યુઝર દ્વારા તારીખ 4 માર્ચ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “ચાઈનામાં હાઈવે પર આ રીતે કોરોના ગ્રસ્ત લોકોને પકડી પકડીને સારવાર ક્ષેત્ર માં નાખે છે…. ત્યાં ના પોલીસ ની પ્રસંસનીય કામગીરી” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 1000થી વધુ લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 25 લોકો દ્વારા આ પોસ્ટ પર તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 560 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “કોરોના વાયરસના દર્દીને ચીનમાં પોલીસ દ્વારા પકડી પાડવામાં આવ્યા.”

FACEBOOK | FB POST ARCHIVE | FB VIDEO ARCHIVE
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે વિડિયોને ધ્યાનથી જોતા તેમાં એક પોલીસના હાથમાં અમને એક બોર્ડ દેખાયુ જેમાં લખેલુ હતુ કે, 反恐演 Exercises જેનું અંગ્રેજીમાં ભાષાંતર Counter Terrorism Exercises થાય છે. જે તમે નીચે જોઈ શકો છો.

તેમજ અમે ઈનવિડ ટૂલનો ઉપયોગ કરી વિડિયોની કી ફ્રેમ મેળવી હતી. આ વિડિયોને વોશિંગટન પોસ્ટની બિંજિગની પ્રમુખ એના ફાયફિલ્ડ દ્વારા આ વિડિયોને ટ્વિટ કરવામાં આવ્યો હોવાનુ જાણવા મળ્યુ હતુ. જેમાં તેઓએ જણાવ્યુ હતુ કે, “આવુ તો ફક્ત ચીનમાં જ થઈ શકે મેડિકલ સ્વાટ ટીમો દંગા સમયના કવચ અને કુતરા પકડવાની નેટ સાથે કોરોના વાયરસના લક્ષણો વાળા વ્યક્તિને પકડવાનો અભ્યાસ કરી રહી”
Bill Bishop નામના એક ટ્વિટર એકાઉન્ટ દ્વારા આ વિડિયોને શેર કરવામાં આવ્યો હતો અને જણાવવામાં આવ્યુ હતુ કે, “કોરોના વાયરસના દર્દીઓને પકડવા માટેની એક મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યુ.”
ત્યારબાદ અમે ગૂગલ પર જૂદા-જૂદા કીવર્ડ સાથે સર્ચ કરતા અમને ધ ટેલિગ્રાફ સમાચાર પત્ર દ્વારા આ વિડિયોને શેર કર્યો હતો અને હેડિંગમાં લખેલું હતુ કે, “Coronavirus: ‘SWAT’ team tackle man in training exercise.” (સ્વાટ ટીમના અભ્યાસનો વિડિયો) તેમજ વધુ માહિતી આપતા જણાવવામાં આવ્યુ હતુ કે, ટોંગબાઈ, હેનાન દ્વારા તેમના અધિકારીઓને ‘અનકોપરેટિવ કોરોના વાયરસ’ રોગીઓની તપાસ માટે તૈયાર કર્યા છે.
સ્કાઈ ન્યુઝ અને ગ્લોબલ ન્યુઝ વેબસાઈટ દ્વારા તારીખ 24 ફેબ્રુઆરી 2020ના પ્રસારિત અહેવાલમાં માહિતી આપતા જણાવવામાં આવ્યુ હતુ કે, “સ્વાટની ટીમને મોકડ્રિલની સૂચના આપવામાં આવી હતી. તેઓએ કોરોના વાયરસના નાગરિકોને નથી પક્ડયા. આ એક મોકડ્રિલ હતી કે કોઈ કોરોના ગ્રસ્ત દર્દી મદદ કરવા માટે ના પાડે તો તેને કેવી રીતે પકડી શકાય.”
ચીનની સોશિયલ મિડિયા વેબસાઈટ પીનગં ટોંગબાઈ દ્વારા પણ તેમના ઓફિશિયલ એકાઉન્ટ પર આ વિડિયો શેર કરવામાં આવ્યો હતો અને આ અંગેની માહિતી આપવામાં આવી હતી કે, “કોરોના વાયરસને ફેલાતો રોકવા પોલીસ દ્વારા સશસ્ત્ર પરિક્ષણ કરવામાં આવ્યુ હતુ.”

પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે, કારણ કે આ એક મોકડ્રિલનો વિડિયો છે. જો કોઈ કોરોના ગ્રસ્ત દર્દી મદદ કરવા માટેની ના પાડે તો તેને કેવી રીતે પકડી શકાય તે માટે એક પરિક્ષણનું આયોજન કરવામાં આવ્યુ હતુ.

Title:શું ખરેખર ચીનમાં કોરોનાના દર્દીને પકડી પાડ્યો તેનો વિડિયો છે…? જાણો શું છે સત્ય….
Fact Check By: Yogesh KariaResult: False
