1091 મહિલા હેલ્પલાઈન નંબર એ એક રાષ્ટ્રીય નંબર છે જ્યારે 7837018555 નંબર એ ફક્ત લુધિયાનાની મહિલાઓ માટે જ શરૂ કરવામાં આવેલી યોજના છે.

હાલમાં એક વિડિયો સોશિયલ મિડિયામાં એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે. જે મેસેજમાં લખવામાં આવ્યુ છે કે, “પોલીસે નિ:શુલ્ક સવારી યોજના શરૂ કરી છે જ્યાં કોઈપણ મહિલાઓ કે જેઓ એકલી હોય અને રાત્રે 10 થી 6 વાગ્યા સુધી ઘરે જવા માટે વાહન ન મેળવી શકતી હોય તે પોલીસ હેલ્પલાઇન નંબર્સ (1091 અને 7837018555) પર કોલ કરી શકે છે અને વાહનની વિનંતી કરી શકે છે. તેઓ 24×7 કામ કરશે. કંટ્રોલરૂમનું વાહન અથવા નજીકનું પીસીઆર વાહન / એસએચઓ વાહન તેને સુરક્ષિત રૂપે તેના લક્ષ્યસ્થાન પર મૂકી દેશે. આ સંદેશ તમે જાણો છો તે દરેકને આપો.” આ મેસેજને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “કોઈ પણ મહિલા 1091 અને 787018555 આ નંબર પર ફોન કરીને મદદ માગીને પોતાના લક્ષ્યસ્થાન પર પહોંચી શકે છે.”
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Magan Gohel નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 22 જૂલાઈ 2022ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “કોઈ પણ મહિલા 1091 અને 787018555 આ નંબર પર ફોન કરીને મદદ માગીને પોતાના લક્ષ્યસ્થાન પર પહોંચી શકે છે.”

આ મેસેજને ફેસબુક પર ખૂબ મોટા પ્રમાણમાં શેર કરવામાં આવી રહ્યો છે.
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.
સૌપ્રથમ અમે ગૂગલ પર જૂદા-જૂદા કીવર્ડ સાથે સર્ચ કરતા અમને એનડીટીવી દ્વારા વર્ષ 2019માં પ્રકાશિત એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં માહિતી આપવામાં આવી હતી કે, “લુધિયાના પોલીસ દ્વારા મહિલાઓની સુરક્ષા માટે રાત્રિના 10 થી સવારે 6 વાગ્યા સુધી નિ:શુલ્ક સવારીની યોજના શરૂ કરવામાં આવી છે. જેના માટે 1091 અને 7837018555 હેલ્પલાઈન નંબર શરૂ કરવામાં આવ્યા છે. પરંતુ વધુમાં અમને એ માહિતી પ્રાપ્ત થઈ હતી કે, આ યોજના ફક્ત લુધિયાના પૂરતી જ મર્યાદિત છે. આ સંપૂર્ણ સમાચાર તમે નીચે જોઈ શકો છો.”

ત્યાર બાદ અમારી તપાસને વધુ મજબૂત બનાવવા માટે અમે અમદાવાદ પોલીસ કંટ્રોલ રૂમનો સંપર્ક કરતા ત્યા ફરજ પર હાજર અધિકારી દ્વારા જણાવવામાં આવ્યુ હતુ કે, “ગુજરાત સરકાર દ્વારા મહિલાઓ માટે આ પ્રકારની કોઈ સુવિધા હાલમાં સરૂ કરવામાં નથી આવી. તેમજ ગુજરાત રાજ્યમાં મહિલાઓ માટે અભ્યમ 181 હેલ્પલાઈન નંબર ઉપલબ્ધ છે. જેમાં મહિલાઓ ઘરેલુ હિંસા કે કોઈ પણ સમયે પોલીસ મદદ મેળવવા માટેના કિસ્સામાં આ નંબર પર કોલ કરી શકે છે. 1091 એ એક રાષ્ટ્રીય નંબર છે જેને મહિલા કમિશન દ્વારા લોન્ચ કરવામાં આવ્યો છે.”
અમારી વધુ તપાસમાં અમને નાગપુર સીટી પોલીસ દ્વારા 4 ડિસેમ્બર, 2019 ના રોજ કરવામાં આવેલી એક ટ્વિટ પ્રાપ્ત થઈ હતી. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, નાગપુર પોલીસ દ્વારા પણ લુધિયાનાની જેમ જ મહિલાઓ માટે નિ:શુલ્ક સવારી તેમજ સહાયતા માટે 100, 1091 અને 07122561103 હેલ્પલાઈન નંબર શરૂ કરવામાં આવ્યા છે. જે તમે નીચે જોઈ શકો છો.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ 1091 મહિલા હેલ્પલાઈન નંબર એ એક રાષ્ટ્રીય નંબર છે જ્યારે 7837018555 નંબર એ ફક્ત લુધિયાનાની મહિલાઓ માટે જ શરૂ કરવામાં આવેલી યોજના છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Title:લુધીયાણા પોલીસ દ્વારા આ નંબર મહિલાઓ માટે શરૂ કરવામાં આવ્યો છે… જાણો શું છે સત્ય….
Fact Check By: Frany KariaResult: False
