
Dipak Patel નામના ફેસબુક યુઝર દ્વારા 19 જૂન, 2019ના રોજ 1 કરોડ પાટીદાર નું ફેસબૂક ગ્રુપ ?(1 પાટીદાર બીજા 100 પાટીદારો ને જોડે) નામના પબ્લિક ગ્રુપ પર એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. જેના શીર્ષકમાં એવું લખેલું છે કે, જગત જમાદાર અમેરિકાએ દુનિયાના સૌથી 50 ઈમાનદાર લોકોની યાદીમાં મનમોહનસિંહ ને નં 1 માં સ્થાન આપ્યુ આને કહેવાય ભારત નો ડંકો વાગ્યો. ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને 2800 લોકોએ લાઈક કરી હતી. 179 લોકો દ્વારા પોસ્ટ પર પ્રતિભાવ આપવામાં આવ્યા હતા. તેમજ 263 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહેલી આ પોસ્ટનું સત્ય જાણવું ખૂબ જ જરૂરી હોવાથી અમે અમારી તપાસ કાર્યવાહી હાથ ધરી હતી.
Facebook Post | Archive | Photo Archive
સંશોધન
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી હાથ ધરી હતી. સૌ પ્રથમ ઉપરોક્ત પોસ્ટમાં શેર કરવામાં આવેલા ફોટોને અમે ગુગલનો સહારો લઈ Top 50 Honest People In The World સર્ચ કરતા અમને નીચે મુજબના પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરોક્ત પરિણામોમાં અમને ક્યાંય પણ પોસ્ટમાં શેર કરવામાં આવેલી માહિતી પ્રાપ્ત થઈ ન હતી. પરંતુ ઉપરના પરિણામોમાં અમને દુનિયાના 10 સૌથી ઈમાનદાર રાજકારણીઓની યાદી પ્રાપ્ત થી હતી. આ યાદીમાં પણ ક્યાંય મનમોહનસિંહના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો ન હતો. આ સંપૂર્ણ માહિતી તમે નીચે જોઈ શકો છો.
ઉપરના પરિણામો પરથી એ સ્પષ્ટ થઈ જાય છે કે, જો ખરેખર મનમોહનસિંહ દુનિયાના 50 ઈમાનદાર લોકોમાં સ્થાન ધરાવતા હોત તેઓનું નામ એક રાજકારણી તરીકે ઉપરની યાદીમાં પણ હોવુ જોઈતું હતું. પણ આવું અમને ક્યાંય જોવા મળ્યું ન હતું. આ ઉપરાંત જો ખરેખર મનમોહનસિંહનું નામ દુનિયાના 50 ઈમાનદાર લોકોમાં સૌથી પ્રથમ ક્રમે હોત તો તે એક મોટા સમાચાર બન્યા હોત અને મીડિયા માધ્યમ દ્વારા એને પ્રસારિત કરવામાં આવ્યા જ હોત માટે અમે યુટ્યુબનો સહારો લીધો અને Top 50 Honest People In The World સર્ચ કરતાં અમને નીચેના પરિણામ પ્રાપ્ત થયા હતા.

ઉપરના પરિણામોમાં પણ અમને ક્યાંય પણ પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબની માહિતી પ્રાપ્ત થઈ ન હતી. ત્યાર બાદ અમે એ જાણવાની કોશિશ કરી હતી કે ખરેખર અમેરિકાની સરકાર દ્વારા આ પ્રકારે કોઈ યાદી જાહેર કરવામાં આવે છે કે કેમ? તો અમને અમેરિકાની એક ઓફિશિયલ વેબસાઈટ પ્રાપ્ત થઈ હતી જેમાં અમેરિકાની સરકાર દ્વારા આપવામાં આવતા એવોર્ડ અને જાહેર કરવામાં આવતી તમામ માહિતીની વિગતો હતી પરંતુ એમાં અમને ક્યાંય પણ પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબની કોઈ જ માહતી પ્રાપ્ત થઈ ન હતી. તેમજ અમેરિકાની સરકાર દ્વારા આ પ્રકારની કોઈ જ યાદી પણ જાહેર કરવામાં આવતી હોવાનું માલૂમ પડ્યું ન હતું. જે તમે નીચેની લિંક પર જોઈ શકો છો.
ત્યાર બાદ અમે અમેરિકાની સરકારની ઓફિશિયલ વેબસાઈટ પર પણ મનમોહનસિંહના કીવર્ડને સર્ચ કરતાં અમને માલૂમ પડ્યું હતું કે, મનમોહનસિંહનું નામ આ સાઈટ પર છેલ્લે 24.05.2013 ના રોજ મૂકવામાં આવ્યું હતું. તેમજ પોસ્ટના દાવા પ્રમાણેની કોઈ જ માહિતી આ વેબસાઈટ પર જોવા મળી ન હતી. આ માહિતી તમે નીચની લિંક પર જોઈ શકો છો.

ઉપરના તમામ સંશોધનમાં ક્યાંય પણ મનમોહનસિંહને આ પ્રકારે દુનિયાના 50 સૌથી ઈમાનદાર વ્યક્તિઓમાં સૌપ્રથમ સ્થાન મળ્યું હોય એવું સાબિત થતું નથી કે કોઈ માહિતી કે સમાચાર પણ પ્રાપ્ત થતા ન હોવાથી ઉપરોક્ત દાવો લોકોને ગેરમાર્ગે દોરવા માટે કેટલાક ઠગબાજો દ્વારા સોશિયલ મીડિયા પર મૂકવામાં આવ્યો હોવાનું પૂરવાર થાય છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો સાબિત થાય છે કારણ કે, મનમોહનસિંહને અમેરિકા દ્વારા દુનિયાના સૌથી ઈમાનદાર 50 વ્યક્તિઓમાં સૌપ્રથમ સ્થાન આપવામાં આવ્યું એવી કોઈ જ માહિતી અમારા સંશોધનમાં પ્રાપ્ત થતી નથી.
છબીઓ સૌજન્ય: ગુગલ

Title:શું ખરેખર મનમોહનસિંહને મળ્યું વિશ્વના 50 ઈમાનદારોની યાદીમાં પ્રથમ સ્થાન…? જાણો સત્ય…
Fact Check By: Dhiraj VyasResult: False
