
Piyush Gajjar Journalist નામના ફેસબુક પેજ દ્વારા 10 સપ્ટેમ્બર,2019 ના રોજ એક વીડિયો પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, GTV NEWS-વડગામ તાલુકાના હતાવાડા ગામ માં જોરદાર વીજળી પડી.. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, વડગામ તાલુકાના હતાવાડા ગામમાં વીજળી પડી તેનો આ વીડિયો છે. આ પોસ્ટને 175 લોકો દ્વારા લાઈક કરવામાં આવી હતી. 2 લોકોએ પોતાનો મત રજૂ કર્યો હતો. તેમજ 66 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહેલી આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી હાથ ધરી હતી.

Facebook Post | Archive | Post Archive
સંશોધન
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવા પ્રમાણે જો ખરેખર આ પ્રકારે આટલી ભયાનક વીજળી વડગામ તાલુકાના હતાવાડા ગામે પડી હોત તો કોઈને કોઈ મીડિયા હાઉસ દ્વારા આ સમાચારને પ્રસારિત કરવામાં આવ્યા જ હોય એટલા માટે સૌપ્રથમ અમે ગુગલનો સહારો લઈ વડગામ તાલુકાના હતાવાડા ગામે ઝાડ પર વીજળી પડી સર્ચ કરતાં અમને નીચેના પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરના પરિણામોમાં અમને ગુજરાત એક્સક્લુઝીવ અને અન્ય એક મીડિયા હાઉસ દ્વારા આ સમાચારને પ્રસારિત કરવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. તેથી અમે વડગામ તાલુકાના સ્થાનિક લોકોનો સંપર્ક કરતાં અમને જાણવા મળ્યું હતું કે, આવો કોઈ જ બનાવ વડગામ તાલુકાના હતાવાડા ગામમાં બન્યો નથી. આ વીડિયો કોઈ બીજી જગ્યાનો છે.
ત્યાર બાદ અમે અમારી વધુ તપાસમાં પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોના એક સ્ક્રીનશોટને ગુગલ રિવર્સ ઈમેજના માધ્યમથી શોધવાની કોશિશ કરતાં અમને નીચે મુજબના પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરોક્ત પરિણામોમાં પણ અમને કોઈ ઠોસ પરિણામ ન મળતાં અમે જુદા જુદા કીવર્ડ દ્વારા આ માહિતીને શોધવાની કોશિશ કરતાં અમને NDTV INDIA દ્વારા 15 સપ્ટેમ્બર, 2019 ના રોજ પ્રસારિત કરવામાં આવેલા એક સમાચાર પ્રાપ્ત થયા હતા. આ સમાચારમાં સ્પષ્ટ લખવામાં આવ્યું હતું કે, આ વીડિયો મધ્યપ્રદેશના પન્ના જિલ્લાના કરહી ગામનો છે. આ સંપૂર્ણ સમાચાર તમે નીચે જોઈ શકો છો.

અમારી વધુ તપાસમાં અમને TV9 Bharatvarsh દ્વારા 15 સપ્ટેમ્બર, 2019 ના રોજ પ્રસારિત કરવામાં આવેલા એક વીડિયો સમાચાર પ્રાપ્ત થયા હતા. જેમાં પણ આ વીડિયો મધ્યપ્રદેશના પન્ના જિલ્લાના કરહી ગામનો હોવાની માહિતી આપવામાં આવી છે. આ સંપૂર્ણ વીડિયો તમે નીચે જોઈ શકો છો.
આ સમાચારને અન્ય મીડિયા હાઉસ દ્વારા પણ પ્રસારિત કરવામાં આવ્યા હતા. જે તમે નીચે જોઈ શકો છો.
hindi.timesnownews.com | rajkaaj.in | m.mpbreakingnews.in |
Archive | Archive | Archive |
ઉપરોક્ત તમામ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો વડગામ તાલુકાના હતાવાડા ગામનો નહીં પરંતુ મધ્યપ્રદેશના પન્ના જિલ્લાના કરહી ગામનો છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો વડગામ તાલુકાના હતાવાડા ગામનો નહીં પરંતુ મધ્યપ્રદેશના પન્ના જિલ્લાના કરહી ગામનો છે.
છબીઓ સૌજન્ય : ગુગલ

Title:શું ખરેખર આ વીડિયો વડગામના હતાવાડા ગામમાં વીજળી પડી તેનો છે…? જાણો શું છે સત્ય….
Fact Check By: Vikas VyasResult: False
