શું ખરેખર ઈઝરાયલના વડાપ્રધાન નેતાન્યાહૂનો દીકરો છે ઈઝરાયલ આર્મીમાં…? જાણો સત્ય…

False આંતરરાષ્ટ્રીય I International રાજકીય I Political

ફેસબુક ગુજરાત રોજગાર સમાચાર ‎નામના ફેસબુક ગ્રુપ દ્વારા 16 જુલાઈ, 2019ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, यह फर्क है हमारे देश के राजनेताओं और इज़राइल के राजनेताओं के बिच।??????. ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને 73 લોકોએ લાઈક કરી હતી. તેમજ 28 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી હાથ ધરી હતી.

Facebook Post | Archive | Photo Archive

સંશોધન

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ જો ખરેખર ઈઝરાયલના વડાપ્રધાન નેતાન્યાહૂનો દીકરો ઈઝરાયલની આર્મીમાં હોત તે માહિતી ગુગલ પર ક્યાંક ને ક્યાંક તો હોવી જ જોઈએ. એટલા માટે સૌપ્રથમ અમે ગુગલનો સહારો લઈ इजरायल के वडाप्रधान का बेटा इजरायल आर्मी में है  સર્ચ કરતાં અમને નીચેના પરિણામો પ્રાપ્ત થયા હતા.

Archive

ઉપરોક્ત પરિણામોમાં અમને પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબની કોઈ જ માહિતી પ્રાપ્ત થઈ ન હતી. તેથી અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોને ગુગલ રિવર્સ ઈમેજ નો સહારો લઈ શોધવાની કોશિશ કરતાં અમને નીચેના પરિણામો પ્રાપ્ત થયા હતા.

Archive

ઉપરોક્ત પરિણામો પરથી અમને એ જાણવા મળ્યું હતું કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો ફોટો ઈઝરાયલના વડાપ્રધાન નેતાન્યાહૂના દીકરાનો નહીં પરંતુ ઈઝરાયલના એક IDF સૈનિક ગિલાદ શાલિતનો છે. વધુમાં અમને એ જાણવા મળ્યું હતું કે, ગિલાદ શાલિતનું આતંકી સંગઠન હમાસ દ્વારા 25 જૂન, 2006 ના રોજ અપહરણ કરવામાં આવ્યું હતું. હમાસ દ્વારા ગિલાદ શાલિતને છોડવા સામે 1027 ફિલીસ્તાની કેદીઓને છોડવાની શરત ઈઝરાયલના વડાપ્રધાન નેતાન્યાહૂ સમક્ષ મૂકવામાં આવી હતી અને તેમણે આ શરતે મંજૂર કરીને ગિલાદ શાલિતને છોડાવ્યો હતો. આમ પોસ્ટમાં મૂકવામાં આવેલો ફોટો જ્યારે ઓક્ટોબર 2011 માં ગિલાદ શાલિતને આતંકી સંગઠન હમાસ દ્વારા છોડવામાં આવ્યો તે સમયે ઈઝરાયલના વડાપ્રધાન અને ગિલાદ શાલિતના પિતા નાઓમ શાલિત તેને આવકારવા ટેલ નોફ એરબેઝ પર જાય છે ત્યારનો છે. આ સંપૂર્ણ સમાચાર 18 ઓક્ટોબર, 2011 ના રોજ ynetnews.com દ્વારા પ્રસારિત કરવામાં આવ્યા હતા. જે તમે નીચે જોઈ શકો છો.

Archive

આ ઉપરાંત અમને આ માહિતી સાથેના અન્ય સમાચાર પણ પ્રાપ્ત થયા હતા જે તમે નીચે જોઈ શકો છો.

azjewishpost.comibtimes.co.uk
ArchiveArchive

અમારી વધુ તપાસમાં અમે ઈઝરાયલના વડાપ્રધાન નેતાન્યાહૂના દીકરાના ફોટોને શોધવાની કોશિશ કરતાં અમને haaretz.com દ્વારા 16 ડિસેમ્બર, 2018 ના રોજ પ્રસારિત કરવામાં આવેલા એક સમાચાર પ્રાપ્ત થયા હતા. આ સમાચારમાં નેતાન્યાહૂની સંપૂર્ણ ફેમિલી તમે નીચે જોઈ શકો છો.

haaretz.com | Archive

આમ, ઉપરના તમામ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો ફોટો ઈઝરાયલના વડાપ્રધાન નેતાન્યાહૂના દીકરાનો નહીં પરંતુ ઈઝરાયલના એક IDF સૈનિક ગિલાદ શાલિતનો છે. 

પરિણામ 

આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો સંપૂર્ણપણે ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો ફોટો ઈઝરાયલના વડાપ્રધાન નેતાન્યાહૂના દીકરાનો નહીં પરંતુ ઈઝરાયલના એક IDF સૈનિક ગિલાદ શાલિતનો છે.

છબીઓ સૌજન્ય : ગુગલ

Avatar

Title:શું ખરેખર ઈઝરાયલના વડાપ્રધાન નેતાન્યાહૂનો દીકરો છે ઈઝરાયલ આર્મીમાં…? જાણો સત્ય…

Fact Check By: Vikas Vyas 

Result: False