વિરાટ કોહલી રાહુલ ગાંધીની પ્રેસ કોન્ફરન્સ જોઈ રહ્યો ન હતો. અસલી ફોટો એડિટ કરીને ફોનમાં રાહુલ ગાંધીનો ફોટો મુકવામાં આવ્યો છે.

ભારતીય ક્રિકેટર વિરાટ કોહલીનો એક કથિત ફોટો વાયરલ થઈ રહ્યો છે જે તેના મોબાઈલ પર કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીનો વીડિયો જોઈ રહ્યો છે. આ ફોટોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “વિરાટ કોહલી રાહુલ ગાંધીની પ્રેસ કોન્ફરન્સ જોઈ રહ્યો હતો.”
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 24 માર્ચ 2024ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “વિરાટ કોહલી રાહુલ ગાંધીની પ્રેસ કોન્ફરન્સ જોઈ રહ્યો હતો.”

FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.
પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા ફોટોને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામો પરથી અમને વિરાટ કોહલીનો આ ફોટો તેના ફોન તરફ જોઈ રહ્યો છે તે 21 માર્ચ 2024ના રોજ વિરાટ ગેંગ નામના ફેસબુક પેજ દ્વારા અપલોડ કરવામાં આવ્યો હતો. ફોટો શેર કરતી વખતે, કેપ્શન લખ્યું હતું કે, “વિરાટ કોહલી Jio એડ માટે શૂટિંગ કરતા પહેલા આરામ કરી રહ્યો છે.”
આ પોસ્ટમાં વિરાટ કોહલીના ફોનમાં રાહુલ ગાંધીનો ચહેરો દેખાતો નથી.
જ્યારે તમે નીચેનો તુલનાત્મક ફોટો જોશો, ત્યારે તમે જોશો કે અસલ ફોટો એડિટ કરવામાં આવ્યો છે અને ફોનમાં રાહુલ ગાંધીનો ફોટો મૂકવામાં આવ્યો છે.

પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, વિરાટ કોહલી રાહુલ ગાંધીની પ્રેસ કોન્ફરન્સ જોઈ રહ્યો ન હતો. અસલી ફોટો એડિટ કરીને ફોનમાં રાહુલ ગાંધીનો ફોટો મુકવામાં આવ્યો છે. ખોટા દાવા સાથેનો એક નકલી ફોટો વાયરલ થઈ રહ્યો છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Title:શું ખરેખર વિરાટ કોહલી રાહુલ ગાંધીની પ્રેસ કોન્ફરન્સ જોઈ રહ્યો છે…? જાણો શું છે સત્ય….
Fact Check By: Frany KariaResult: Altered
