શું ખરેખર મુંબઈની લિલાવતી હોસ્પિટલના ડોક્ટરનો આ વિડિયો છે….? જાણો શું છે સત્ય…

False રાષ્ટ્રીય I National સામાજિક I Social

The Genius Gujju નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 18 જૂલાઈ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “લીલાવતી હોસ્પિટલ મુંબઈના ડોક્ટરે સાફ શબ્દોમાં જ કહ્યુ તે સાંભળો.” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 456 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 10 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 751 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “વિડિયોમાં દેખાતી મહિલા મુંબઈના લિલાવતી હોસ્પિટલના ડોક્ટર છે.

FACEBOOK | FB POST ARCHIVE | FB VIDEO ARCHIVE

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યત તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા ફોટોનો સ્ક્રિન શોટ લઈ અને ગૂગલ રિવર્સ ઈમેજ અને યાન્ડેક્ષ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરોક્ત પરિણામો પરથી અમને ટ્વિટર પર આ વિડિયો 17 માર્ચ 2020ના અપલોડ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યુ હતુ. જે તમે નીચે જોઈ શકો છો. 

ARCHIVE

ત્યારબાદ ગૂગલ પર અમે જૂદા-જૂદા કીવર્ડ સાથે સર્ચ કરતા અમને જાણવા મળ્યુ હતુ કે વિડિયોમાં જે મહિલા દેખાઈ રહ્યા છે તે ગુજરાતના અમદાવાદના એક્યુપ્રેસર થેરાપીસ્ટ નીતા શેઠ છે. તેઓ પોતાની યુટ્યુબ ચેનલ પણ ચલાવે છે. જેમના વિડિયો માનો એક વિડિયો તમે નીચે જોઈ શકો છો. 

ત્યારબાદ અમે નીતાબેન શેઠનો સંપર્ક સાધ્યો હતો તેમણે અમને જણાવ્યુ હતુ કે, “આ વિડિયો તેમનો જ છે. માર્ચ મહિનામાં તેમણે આ વિડિયો તેમની યુટ્યુબ ચેનલ પર અપલોડ કર્યો હતો. પરંતુ બાદ યુટ્યુબ દ્વારા કોરોનાની ગાઈડલાઈનને લઈ તેમનો આ વિડિયો દૂર કરવામાં આવ્યો હતો. પરંતુ ત્યાં સુધીમાં આ વિડિયો સમગ્ર વિશ્વમાં જ્યાં-જ્યાં ગુજરાતીઓ વસવાટ કરે છે. ત્યાં આ વિડિયો પહોંચી ગયો હતો. જો કે, આ વિડિયો હાલમાં પણ વાયરલ થયો હોવાનું તેમણે જણાવ્યુ હતુ. તેમજ મુંબઈની લીલાવતી હોસ્પિટલ સાથે તેમને કોઈ સબંધ ન હોવાનું જણાવ્યુ હતુ.” 

જો કે, આ વિડિયો તેમના ફેસબુક એકાઉન્ટ પર ઉપલબ્ધ છે. 11 માર્ચ 2020ના તેમણે આ વિડિયો તેમના ફેસબુક એકાઉન્ટ પર અપલોડ કર્યો હતો. જે તમે નીચે જોઈ શકો છો. 

https://www.facebook.com/neeta.d.sheth/videos/10215627624663894/

Archive

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો મુંબઈના ડોક્ટરનો નહિં પરંતુ અમદાવાદના એક્યુપ્રેસર થેરાપીસ્ટ નીતા શેઠનો છે.

Avatar

Title:શું ખરેખર મુંબઈની લિલાવતી હોસ્પિટલના ડોક્ટરનો આ વિડિયો છે….? જાણો શું છે સત્ય…

Fact Check By: Yogesh Karia 

Result: False