
ફેક્ટ ક્રેસન્ડોના વોટસઅપ નંબર 7990015736 પર એક યુઝર દ્વારા એક વિડિયો અને લખાણ મોકલવામાં આવ્યુ હતુ અને તે વિડિયો અંગેની સત્યતા તપાસવા જણાવ્યુ હતુ. એજ લખાણ એટલે કે “That’s pollution free Diwali at Taj Mumbai” લખાણ અમે ફેસબુક પર સર્ચ કરતા અમને Jagdish Soni નામના ફેસબુક યુઝર દ્વારા 30 ઓક્ટોબર 2019ના શેર કરવામાં આવેલી એક પોસ્ટ પ્રાપ્ત થઈ હતી. જે પોસ્ટ પર 23 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 3 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 5 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “તાજ હોટલ મુંબઈમાં આ પ્રકારે દિવાળીની ઉજવણી કરવામાં આવી.”
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌ-પ્રથમ અમે ગૂગલ પર “pollution free Diwali at Taj Mumbai” લખતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામો પરથી અમને TIMES OF INDIA અને NAVBHARAT TIMES દ્રારા પ્રસારિત એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો શેર કરવામાં આવ્યો હતો અને માહિતી આપવામાં આવી હતી કે, TAJ BENGAL દ્વારા અલગ રીતે દિવાળીની ઉજવણી કરવામાં આવી તાજ બંગાલ હોટલમાં ધુવાણો કર્યા વગર ફટાકડાના અવાજ સાથે દિવાળીની ઉજવણી કરવામાં આવી. તાજ બેંગલ એ કોલકતામાં આવેલી છે. ટાઈમ્સ ઓફ ઈન્ડિયા અને નવભારતા ટાઇમ્સના અહેવાલ તમે નીચે વાંચી શકો છો.
આમ, ઉપરોક્ત પરિણામો પરથી સાબિત થાય છે કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો તાજ હોટલ મુંબઈનો નહિં પરંતુ તાજ બંગાળનો છે. કોલકતામાં આવેલી તાજ બંગાળમાં આ પ્રકારે ફટાકડાના અવાજથી પોલ્યુશન મુક્ત દિવાળીની ઉજવણી કરવામાં આવી હતી.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે, કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો તાજ હોટલ મુંબઈનો નહિં પરંતુ તાજ બંગાળનો છે. કોલકતામાં આવેલી તાજ બંગાળમાં આ પ્રકારે ફટાકડાના અવાજથી પોલ્યુશન મુક્ત દિવાળીની ઉજવણી કરવામાં આવી હતી.

Title:શું ખરેખર મુંબઈની તાજ હોટલમાં આ પ્રકારે દિવાળીની ઉજવણી કરવામાં આવી..? જાણો શું છે સત્ય..
Fact Check By: Yogesh KariaResult: Partly False
