
NarendraSinh Parmar નામના ફેસબુક યુઝર દ્વારા 6 મે, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું હતું કે, #સંપૂર્ણ_બહિષ્કાર ❌❌❌❌❌❌❌❌ આ પોસ્ટર ધ્યાન થી જુઓ… આ ફિલ્મ નું નામ છે… #ટીપુ_સુલતાન #India_S_First_Freedom_Fighter… આ ટીપુ તો #શિવાજી_મહારાજ ના સમય પછી ઈ.સ. 1750 આસપાસ જનમ્યો હતો તો એનાં જન્મ ના હજાર વર્ષો પહેલાં પહેલાં ઈ.સ. 700 આસપાસ થી જે #ક્ષત્રિય_વિરયોદ્ધા એ #માતૃભૂમિ #રાષ્ટ્રહિત #હિંદુધર્મ માટે લોહી રેડી દિધાં એ કોણ હતાં…??? અંગ્રેજો એ તો માત્ર ભારતીયો ને વ્યાપારી દ્રષ્ટિ થી જ ગુલામી બનાવ્યા હતાં પણ અંગ્રેજોના સમય પહેલાં જે વિદેશી આક્રાંતાઓ વિશાળ સશસ્ત્ર સેના ઓ ક્રુર રીતે હિંસક ભયંકર અત્યાચાર કરતાં હતાં ઈ લોકો નો મુહતોડ પ્રતિકાર કરનારા ભયંકર યુદ્ધો માં રણમેદાને #વિરગતી પામનાર ક્ષત્રિયો શું હતાં…??? અને આ ટીપુ એ માત્ર એની #મૈસુર_રિયાસત માટે પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે જ અંગ્રેજો સામે યુદ્ધ કર્યું હતું એણે ભારત દેશ રાષ્ટ્રહિત માં કોઈ યોગદાન નથી આપેલું… અ ને આ એજ ટીપું છે જેણે લાખો ની સંખ્યામાં #હિંદુઓ નો #નરસંહાર કરાવ્યો હતો એના #ઈસ્લામ_ધર્મ ને મજબુત બનાવવા #હિંદુત્વ નું અસ્તિત્વ મિટાવી દેવા માટે સેંકડો #હિંદુ_મંદિરો તોડી પાડી ને મંદિરો ની સંપત્તિ ની #લુંટફાટ ચલાવી હતી… ટીપુ સુલતાન ફિલ્મ સાથે સાથે આપણે સૌ કટીબધ્ધ બનીએ કે આપણે એવી દરેક ફિલ્મો નો પ્રચંડ વિરોધ કરીશું જેના #ઈતિહાસ સાથે છેડછાડ થઈ હોય… એવા દરેક #બોલિવુડ_સ્ટારો ની ફિલ્મો નો વિરોધ કરો જેમનાં માં #રાષ્ટ્રહિત_ ની ભાવના ના હોય જેમણે ભારત દેશ માં રહેવાનું સુરક્ષીત ના લાગતું હોય એમનો સંપુર્ણ બહિષ્કાર પ્રચંડ વિરોધ… જય માઁ ભવાની…જય શ્રી રામ…જય હિંદુરાષ્ટ્ર…. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, શાહરૂખ ખાન દ્વારા ટીપુ સુલતાનના જીવનચરિત્ર પર ફિલ્મ બનાવવામાં આવી રહી છે. પોસ્ટમાં મૂકવામાં આવેલું પોસ્ટર પણ એ ફિલ્મનું છે. આ પોસ્ટને 94 લોકો દ્વારા લાઈક કરવામાં આવી હતી. 27 લોકોએ પોતાનો મત રજૂ કર્યો હતો. તેમજ 5 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ માહિતી વોટ્સએપ તેમજ અન્ય સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થતી હોવાથી આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી તપાસ/પડતાલ કાર્યવાહી હાથ ધરી હતી.

સંશોધન
પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ શું ખરેખર શાહરૂખ ખાન દ્વારા ટીપુ સુલતાનના જીવનચરિત્ર પર ફિલ્મ બનાવવામાં આવી રહી છે કે કેમ? એ જાણવા માટે સૌપ્રથમ અમે ગુગલનો સહારો લઈને સર્ચ કરતાં અમને ઝીરો (2018) ની નિષ્ફળતા પછી શાહરૂખ ખાને કોઈ પણ ફિલ્મમાં કામ કર્યું નથી. તેની આગામી ફિલ્મ શું હશે તે અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. શાહરૂખ ખાન હંમેશાં તેના ટ્વિટર પર નવી ફિલ્મોની ઘોષણા કરે છે. જોકે, તેમણે પોસ્ટમાં મૂકવામાં આવેલી માહિતી અંગે હજુ સુધી કોઈ ટ્વિટ કર્યું નથી કે તેઓ ટીપુ સુલતાનની આ ફિલ્મમાં કામ કરશે.
તો પછી પોસ્ટમાં મૂકવામાં આવેલી આ માહિતી ક્યાંથી આવી?
ટીપુ સુલતાન ફિલ્મનું ‘ફેનમેડ ટ્રેલર’ યુટ્યુબ પર Zain Khan નામના યુટ્યુબ એકાઉન્ટ પર 20 સપ્ટેમ્બર, 2018 ના રોજ અપલોડ કરવામાં આવ્યું હતું. આ ટ્રેલરને અત્યાર સુધીમાં 80 લાખથી વધુ વખત જોવામાં આવ્યું છે. જે તમે નીચે જોઈ શકો છો.
આ ટ્રેલરની શરૂઆતમાં જ એવું કહેવામાં આવ્યું છે કે, આ ટ્રેલર એક પ્રશંસક દ્વારા બનાવવામાં આવ્યું છે. આ કાલ્પનિક ટ્રેલર ફક્ત મનોરંજન માટે જ બનાવવામાં આવ્યું છે. આ પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે આ કોઈ સત્તાવાર માહિતી નથી. એક પ્રશંસક દ્વારા બનાવવામાં આવેલા ટ્રેલર અને પોસ્ટરને ખોટી માહિતી સાથે વાયરલ કરવામાં આવી રહ્યું છે.

ઉપરોક્ત તમામ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ શાહરૂખ ખાન દ્વારા ટીપુ સુલતાનના જીવનચરિત્ર પર કોઈ જ ફિલ્મ બનાવવામાં આવી રહી નથી. એક પ્રશંસક દ્વારા બનાવવામાં આવેલા કાલ્પનિક ટ્રેલર અને પોસ્ટરને ખોટી રીતે અને લોકોને ગેરમાર્ગે દોરવા માટે ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહી છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ શાહરૂખ ખાન દ્વારા ટીપુ સુલતાનના જીવનચરિત્ર પર કોઈ જ ફિલ્મ બનાવવામાં આવી રહી નથી. એક પ્રશંસક દ્વારા બનાવવામાં આવેલા કાલ્પનિક ટ્રેલર અને પોસ્ટરને ખોટી રીતે વાયરલ કરવામાં આવી રહ્યું છે.
છબીઓ સૌજન્ય: ગુગલ

Title:શું ખરેખર શાહરૂખ ખાન દ્વારા ટીપુ સુલતાન પર ફિલ્મ બનાવવામાં આવી રહી છે…? જાણો શું છે સત્ય…
Fact Check By: Vikas VyasResult: False
