આ વીડિયો જૂન મહિનાની શરૂઆતથી સોશિયલ મીડિયામાં ઉપલબ્ધ છે. તેમજ આ વીડિયો ભોપાલ-બેતુલ હાઈ-વે પરનો છે. પોરબંદરના રંગબાઈ રોડ પરનો આ વીડિયો નથી.

આ સીઝનું પહેલુ વાવાઝોડું ગુજરાતના દરિયા કિનારા સાથે અથડાવવાની શક્યતાઓ છે ત્યારે સમગ્ર ગુજરાત વાસીઓ અને ખાસ કરીને સૌરાષ્ટ્રના લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. તેમજ હાલમાં બિપોરજોય વાવાઝોડાને લઈ સૌરાષ્ટ્ર-કચ્છના દરિયા કિનારે 9 અને 10 નંબરનું ભયજનંક સિગ્નલ લાદવામાં આવ્યુ છે. આ વચ્ચે એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક વિશાળ વૃક્ષ રસ્તાની વચ્ચે પડતુ જોઈ શકાય છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આ વીડિયો પોરબંદરના રંગબાઈ રોડ પરનો છે. જ્યાં બિપોરજોય વાવાઝોડાને લઈ વૃક્ષ ધરાશય થયુ.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Samay Mirror નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 12 જૂન 2023ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “આ વીડિયો પોરબંદરના રંગબાઈ રોડ પરનો છે. જ્યાં બિપોરજોય વાવાઝોડાને લઈ વૃક્ષ ધરાશય થયુ.”

Facebook | Fb post Archive | Fb video archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.

સૌપ્રથમ અમે ગૂગલ પર જૂદા-જૂદા કીવર્ડ સાથે સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરોક્ત પરિણામો પરથી અમને આ જ સ્થળનો સંપૂર્ણ વીડિયો 5 જૂન 2023ના ફેસબુક પર પ્રાપ્ત થયો હતો. જે તમે આ લિંક પર ક્લિક કરી તમે જોઈ શકો છો.

તેમજ વધુ સર્ચ કરતા અમને યુટ્યુબ પર ઓરિજનલ વીડિયો પ્રાપ્ત થયો હતો. જેમાં આ વીડિયો ભોપાલ-બેતુલ રોડ પરનો હોવાનુ જણાવવામાં આવ્યુ હતુ. જે તમે નીચે જોઈ શકો છો.

તેમજ અમારી પડતાલને વધુ મજબૂત કરવા અમે આ વીડિયો લેનાર ડ્રાઈવર અભિષેક વિશ્વકર્માનો સંપર્ક સાધ્યો હતો. તેમણે અમને જણાવ્યુ હતુ કે, “આ વીડિયો તેમના દ્વારા જ લેવામાં આવ્યો હતો અને આ વીડિયો 1 તારીખના રોજ ભોપાલ-બેતુલ હાઈ-વે પર તેઓ જઈ રહ્યા હતા તે દરમિયાન તેમણે લીધો હતો.

તેમજ વધુ સર્ચ કરતા અમને સ્થાનિક યુવાન દ્વારા ફેસબુક પર આ વીડિયો અપલોડ કરીને માહિતી આપી હતી કે, “આ વીડિયો માં દર્શાવેલ મોટાં ઝાડ પોરબંદર થી રંગબાઈ માતાજી ના મંદિર સુધી માં ક્યાંય આવેલા નથી કોઈ એ ખોટું લોકેશન નાખી બધા ને ધંધે લગાડ્યા છે.અને પવન ની પણ આટલી ગતી નથી ત્યાં.

Archive

તેમજ અમે અમારી પડતાલને વધુ મજબૂત કરવા અમે પોરબંદરના DDO કે બી ઠક્કરનો સંપર્ક સાધ્યો હતો. તેમણે અમને જણાવ્યુ હતુ કે, “આ વીડિયો પોરબંદરના કોઈ પણ ગામનો નથી, આ વીડિયો ખોટા દાવા સાથે સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવી રહ્યો છે. લોકોને વિંનતી છે કે આ પ્રકારે લોકોને ખોટી માહિતી આપતા વીડિયો સોશિયલ મીડિયામાં ના મોકલાવે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, આ વીડિયો જૂન મહિનાની શરૂઆતથી સોશિયલ મીડિયામાં ઉપલબ્ધ છે. તેમજ આ વીડિયો ભોપાલ-બેતુલ હાઈ-વે પરનો છે. પોરબંદરના રંગબાઈ રોડ પરનો આ વીડિયો નથી.

(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:શું ખરેખર વાયરલ વીડિયો પોરબંદરના રંગબાઈ રોડ પરનો છે...? જાણો શું છે સત્ય....

Written By: Frany Karia

Result: False