
હાલ સોશિયલ મિડિયામાં એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે. જેમાં ટાટા કંપનીના લોગો વાળી એક કાર જોવા મળી રહી છે. આ પોસ્ટ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ટાટા દ્વારા એક ઈલેક્ટ્રીક કાર માર્ચ 2021માં લોન્ચ કરવામાં આવી રહી છે. જે કારને એકવાર ચાર્જ કર્યા બાદ તે 1000 કિમિ ચાલશે.”
ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, ટાટાની ઇલેક્ટ્રીક કારનો આ મેસેજ છેલ્લા બે વર્ષથી સોશિયલ મિડિયામાં ફરી રહ્યો છે. પરંતુ આ અંગે ટાટા કંપની દ્વારા કોઈ માહિતી આપવામાં આવી નથી.
.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Vipin Patel નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 14 જાન્યુઆરી 2021ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “ટાટા દ્વારા એક ઈલેક્ટ્રીક કાર માર્ચ 2021માં લોન્ચ કરવામાં આવી રહી છે. જે કારને એકવાર ચાર્જ કર્યા બાદ તે 1000 કિમિ ચાલશે.”

FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે ગૂગલ પર જૂદા-જૂદા કીવર્ડ સાથે સર્ચ કરતા આ જ કારને લઈ અમને વર્ષ જૂલાઈ 2019 એક ફેસબુક પોસ્ટ પ્રાપ્ત થઈ હતી. જેમાં આ જ કાર વર્ષ 2019માં લોન્ચ કરવાનું જણાવવામાં આવી રહ્યુ છે.
તેમજ ગૂગલ પર જૂદા-જૂદા કીવર્ડ સાથે સર્ચ કરતા અમને ફાઈન્સાયિલ એક્સપ્રેસનો વર્ષ 2018નો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “ટાટા ઇવીઝન ઇલેક્ટ્રિક સેડાન વિશે તમે વોટ્સએપ, ફેસબુક પર જે વાંચશો તે બધુ સાચુ માનશો નહીં.”

ઇવીઝન કારને લઈ વાયરલ દાવામાં બતાવવામાં આવેલી કાર, ટાટાની ઇવીઝન કન્સેપ્ટ ઇલેક્ટ્રિક કાર છે, જે 2018 જીનેવા ઇન્ટરનેશનલ મોટર શો (GIMS)માં પ્રદર્શિત કરાઈ હતી. ટાટા મોટર્સે 23મી માર્ચ, 2018ના રોજ 88મી (GIMS) વિશે એક બ્લોગપોસ્ટ પ્રકાશિત કર્યો હતો.
GIMS દ્વારા આ અંગે તેમના ઓફિશિયલ ફેસબુક પેજ પરથી પણ આ વિડિયો પ્રકાશિત કરવામાં આવ્યો હતો. જે તમે નીચે જોઈ શકો છો.
ઘણા મિડિયા હાઉસ દ્વારા પણ આ અંગે અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો. જે તમે નીચે જોઈ શકો છો.
તેમજ અમે ટાટા કંપનીની વેબસાઈટ પર પણ આ અંગે વિગતો તપાસવા પ્રયત્ન કર્યો હતો. પરંતુ અમને આ કારને લઈ કોઈ માહિતી પ્રાપ્ત થઈ ન હતી.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, ટાટાની ઇલેક્ટ્રીક કારનો આ મેસેજ છેલ્લા બે વર્ષથી સોશિયલ મિડિયામાં ફરી રહ્યો છે. પરંતુ આ અંગે ટાટા કંપની દ્વારા કોઈ માહિતી આપવામાં આવી નથી.

Title:શું ખરેખર ટાટા દ્વારા ઈલેક્ટ્રીક કાર લોન્ચ કરવામાં આવી રહી છે….??
Fact Check By: Yogesh KariaResult: False
