
લોકસભા ચૂંટણીના પહેલા ચરણનું મતદાન યોજાવા જઈ રહ્યુ છે. ત્યારે હાલમાં સોશિયલ મીડિયામાં તમામ પાર્ટીઓ અન્ય પાર્ટીઓને ટાર્ગેટ કરી રહી છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક મહિલાની સામે ઝુકીને પ્રણામ કરી રહ્યા હોવાનું જોઈ શકાય છે. આ ફોટોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે મહિલાને ઝુકીને પ્રણામ કરી રહ્યા છે તે મહિલા ઉદ્યોગપતિ અદાણીની પત્ની છે.”
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
સોશિયલ મીડિયા યુઝર્સ તારીખ 13 એપ્રિલ 2024ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે મહિલાને ઝુકીને પ્રણામ કરી રહ્યા છે તે મહિલા ઉદ્યોગપતિ અદાણીની પત્ની છે.”

FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા ફોટોને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામો પરથી અમને FRIENDS OF BJP નામના ફેસબુક યુઝર દ્વારા 29 નવેમ્બર 2014ની એક પોસ્ટ પ્રાપ્ત થઈ હતી જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “નરેન્દ્ર મોદી કર્ણાટકાના તુમકુરના મેયર ગીતા રૂદ્રેશને નમસ્કાર કરી રહ્યા છે. જ્યારે તેઓ ફૂડ પાર્કના ઈન્રોગ્રેશનમાં આવ્યા હતા. જો કે, આ પોસ્ટ મોદી અદાણીના પત્નીને નમન કરી રહ્યા હોવાનું કરી અને વાયરલ થઈ રહી છે.” જે પોસ્ટ તમે નીચે જોઈ શકો છો.

તેમજ અમને KARNATAKA.COM નામના ફેસબુક યુઝરની 25 સપ્ટેમ્બર 2014ની એક પોસ્ટ પ્રાપ્ત થઈ હતી. જેમાં પણ જણાવવામાં આવ્યુ હતુ કે, નરેન્દ્ર મોદી કર્ણાટકાના તુમકુરના મેયર ગીતા રૂદ્રેશને નમસ્કાર કરી રહ્યા છે. અને ફોટો તારીખ 24 સપ્ટેમ્બર 2014ની છે. જે તમે નીચે જોઈ શકો છો.

તેમજ અમને VIJAYAKARNATAKA.COM નો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં પણ જણાવવામાં આવ્યુ હતું કે, પ્રધાન મંત્રી નરેન્દ્રમોદી 24 સપ્ટેબર 2014ના કર્ણાટકની મુલાકાતે આવ્યા હતા. જે અહેવાલ તમે નીચે વાંચી શકો છો.

પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, નરેન્દ્રમોદી અદાણીની પત્નીને નહિં પરંતુ કર્ણાટકાના તુમકુરના મેયર ગીતા રૂદ્રેશને નમસ્કાર કરી રહ્યા છે. અને આ ફોટો 24 સપ્ટેમ્બર 2014ની છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Title:શું ખરેખર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અદાણીની પત્નીને ઝુકીને પ્રણામ કરી રહ્યા છે…? જાણો શું છે સત્ય….
Fact Check By: Frany KariaResult: False
