
દિલ્હીમાં ચાલી રહેલા કિસાન આંદોલન વચ્ચે ટૂલકિટ મામલે તપાસ એજન્સીઓમાં ભારે ગરમા-ગરમી છે. તેમજ સોશિયલ મિડિયામાં રાજકિય પાર્ટીઓ પણ પોતપોતાના હિત સાધી રહી છે અને આરોપ-પ્રતિઆરોપ કરી રહી છે. આ વચ્ચો એક ફોટો સોશિયલ મિડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જે ફોટોમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ એક યુવતી સાથે નજરે પડે છે. આ પોસ્ટ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ફોટોમાં અરવિંદ કેજરીવાલ સાથે જોવા મળતી યુવતી ટૂલકિટ કાંડની આરોપી નિકિતા જૈકબ છે.”
ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, સીએમ અરવિંદ કેજરીવાલ સાથે ફોટામાં જોવા મળતી યુવતી ટૂલકિટ કેસની આરોપી નિકિતા જૈકબ નથી પરંતુ આમ આદમી પાર્ટીની કાર્યકર અંકિતા શાહ છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
अमितकुमार सोनी हिंदुस्तानी નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 15 ફેબ્રુઆરી 2021ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “ફોટોમાં અરવિંદ કેજરીવાલ સાથે જોવા મળતી યુવતી ટૂલકિટ કાંડની આરોપી નિકિતા જૈકબ છે.”

FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી, સૌપ્રથમ અમે ગૂગલ પર નિકિતા જૈકબની ફોટો શોધ્યો હતો. જે ફોટો અને વાયરલ ફોટોને ધ્યાનથી જોતા બંને અલગ હોવાનું જાણવા મળ્યુ હતુ. તેમજ પ્રથમ દ્રષ્ટીએ જ ખ્યાલ આવી જાય તેમ હતુ કે, સીએમ અરવિંદ કેજરીવાલ સાથે જે યુવતી છે તે છોકરી નિકિતા જૈકબ નથી. ટાઈમ્સ ઓફ ઈન્ડિયા દ્વારા શેર કરવામાં આવેલો નિકિતા જૈકબનો ફોટો તમે નીચે જોઈ શકો છો.

ત્યારબાદ અમે અમારી પડતાલને આગળ વધારી તો ગૂગલ પર જૂદા-જૂદા કીવર્ડ સાથે સર્ચ કરતા અમને Abhijeet Dipke દ્વારા તેમના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પરથી કરવામાં આવેલુ ટ્વિટ પ્રાપ્ત થયુ હતુ. જેમાં આ ફોટો વિશે માહિતી આપતા જણાવવામાં આવ્યુ હતુ કે, આ ફોટો આમ આદમી પાર્ટીની કાર્યકર્તા અંકિતા શાહનો છે. આ ટ્વિટ તમે નીચે જોઈ શકો છો.
ત્યારબાદ અમે અંકિતા શાહનું ટ્વિટર એકાઉન્ટ પર તપાસ કરતા જાણવા મળ્યુ હતુ કે, અંકિતા શાહે 28 ફેબ્રુઆરી 2019ના સીએમ અરવિંદ કેજરીવાલ સાથેનો આ ફોટો સોશિયલ મિડિયા એકાઉન્ટ પર શેર કર્યો હતો. આ ફોટો શેર કરતા અંકિતાએ લખ્યું હતુ કે, ‘આખરે મે મારા પ્રિય અરવિંદ કેજરીવાલ સાથે મુલાકાત કરી.’
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, સીએમ અરવિંદ કેજરીવાલ સાથે ફોટામાં જોવા મળતી યુવતી ટૂલકિટ કેસની આરોપી નિકિતા જૈકબ નથી પરંતુ આમ આદમી પાર્ટીની કાર્યકર અંકિતા શાહ છે.

Title:શું ખરેખર અરવિંદ કેજરીવાલ સાથે ફોટોમાં જોવા મળતી મહિલા નિકિતા જૈકબ છે….?
Fact Check By: Yogesh KariaResult: False
