શું ખરેખર ગુજરાતમાં આવેલા વરસાદ બાદ લોકોને મદદ કરી રહ્યા તેનો વીડિયો છે…? જાણો શું છે સત્ય….

False રાષ્ટ્રીય I National સામાજિક I Social

વાયરલ વીડિયોનો ભારત સાથે કોઈ સંબંધ નથી. આ વીડિયો બાંગ્લાદેશમાં આવેલા પૂરનો છે. જ્યારે મદરેસાના વિદ્યાર્થીઓએ આગળ આવીને પૂરના પાણીમાં પીડિતોને મદદ કરી હતી.

ગુજરાતમાં ભારે વરસાદને કારણે લોકો પૂરનો સામનો કરી રહ્યા છે. ગુજરાતના અનેક શહેરો પૂરમાં ડૂબી ગયા છે. આ વચ્ચે એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં પાણી ભરાયેલા વિસ્તારોમાં લોકોને મદદ કરી રહેલા લોકોને જોઈ શકાય છે.  આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “મુસ્લિમ યુવકો દ્વારા ગુજરાતમાં પૂર ગ્રસ્ત વિસ્તારોમાં લોકોને મદદ કરી રહ્યા છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 02 સપ્ટેમ્બર 2024ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “મુસ્લિમ યુવકો દ્વારા ગુજરાતમાં પૂર ગ્રસ્ત વિસ્તારોમાં લોકોને મદદ કરી રહ્યા છે.”

https://archive.org/details/fb-video_20240905

Facebook | Fb post Archive | Fb video archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. 

સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વીડિયોનો સ્ક્રિન શોટ લઈ અને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરોક્ત પરિણામો પરથી અમને MH ફહાદ મંડોલ નામના બાંગ્લાદેશી ફેસબુક યુઝરના એકાઉન્ટ પર વાયરલ વીડિયો મળ્યો. આ વીડિયો 25 ઓગસ્ટ 2024ના રોજ અપલોડ કરવામાં આવ્યો હતો. બંગાળી ભાષાના કેપ્શનમાં આપેલી માહિતી અનુસાર, વાયરલ વીડિયો બાંગ્લાદેશનો છે અને મદરેસાના વિદ્યાર્થીઓ પૂરમાં ફસાયેલા લોકોની મદદ કરી રહ્યા હતા. 

પ્રાપ્ત માહિતીના આધારે, અમે સંબંધિત કીવર્ડની મદદથી ગૂગલ પર સર્ચ કર્યું. અમને બાંગ્લાદેશમાં ઇસ્લામિક સંગઠન અહલે હદીસ મૂવમેન્ટની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર વાયરલ વીડિયો મળ્યો. આ વીડિયો 25 ઓગસ્ટ 2024ના રોજ શેર કરવામાં આવ્યો છે. જેની સાથે માહિતી આપવામાં આવી હતી કે, મદરેસાના વિદ્યાર્થીઓ પૂર પીડિતોની મદદ માટે આગળ આવ્યા હતા અને પાણી ભરાયેલા વિસ્તારમાં જઈને લોકોને મદદ કરી હતી.

તપાસ દરમિયાન, અમને અન્ય ઘણી યુટ્યુબ ચેનલો પર પણ સમાન માહિતી સાથેનો આ વીડિયો મળ્યો. અમને લર્ન ઇટ નાઉ નામની યુટ્યુબ ચેનલ પર વાયરલ વીડિયો જેવો જ એક વીડિયો પણ મળ્યો. વીડિયોમાં લોકો પાણી ભરાયેલા વિસ્તારોમાં જતા અને પીડિતોને મદદ કરતા જોઈ શકાય છે. 

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયોનો ભારત સાથે કોઈ સંબંધ નથી. આ વીડિયો બાંગ્લાદેશમાં આવેલા પૂરનો છે. જ્યારે મદરેસાના વિદ્યાર્થીઓએ આગળ આવીને પૂરના પાણીમાં પીડિતોને મદદ કરી હતી.

(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)