
Zalamahavirsinh Zala નામના ફેસબુક યુઝર દ્વારા 29 જાન્યુઆરી, 2020 ના રોજ ફેસબુક પર એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, ભારતમાં તેમાં ગુજરાતમાં અગાઉ ચેપી વાઇરસ ફાટી નીકળ્યા હતા.જેમ કે.સુરતમાં (પ્લેગ.)તેમજ ગુજરાતમાં કેટલીક જગ્યાએ. બર્ડફલ્યું, સ્વાઇનફલ્યું.કોંગોફિવર, જેવા નાના મોટા ચેપી વાઇરલ જોવા મળ્યા હતા. પરંતુ સરકારની સૂઝબૂઝ અને સતર્ક તાના કારણે આ જીવલેણ વાઇરસ પર કાબુ મેળવી લીધો.તાજેતરમાં સૂત્રો દ્વારા જાણવા મળેલ કે.ચીનના હ્યુઆન બજારના વહેપારીઓ એ ચિકન.ગધેડા, ઘેટાં,ડુક્કર,શિયાળ,ઉંદરો,સસલા અને અજગર.તેમજ સર્પના માંસનું આ બજારમાં ધૂમ વેચાણ થાય છે. અને ત્યાંના માણસો હોંશે હોંશે. આ મિજબાની આરોગતા હતા. હવે એ મિજબાની જીવલેણ સાબિત થયી. ચાઇનાનું હ્યુઆન બજાર 22 જાન્યુઆરી, 2016 ના રોજ ચીની બજારમાં ગ્રાહકો. એક કોરોનાવાયરસથી ઓછામાં ઓછા 100 લોકો માર્યા ગયા છે અને 4,600 થી વધુને આ ચેપ લાગ્યો છે. હ્યુઆનના આ હોલસેલ સીફૂડ માર્કેટ ફાટી નીકળવાનો પ્રારંભિક બિંદુ હોઈ શકે. તે 1 જાન્યુઆરીના રોજ તંત્ર દ્વારા બજાર બંધ કરવામાં આવ્યું હતું., આ બજારોમાં, કુતરાઓ, સસલાં અને જેવા જીવંત પ્રાણીઓની સાથે માંસનું વેચાણ કરવામાં આવતુ હતુ, 22 જાન્યુઆરીએ વુહાન અધિકારીઓએ બજારોમાં જીવંત પ્રાણીઓના વેપાર પર પ્રતિબંધ મૂક્યો. કોરોનાવાયરસથી ચાઇનામાં ઝડપથી ફેલાય રહ્યા છે. કોરોનાવાયરસ એ ઝૂનોટિક રોગ છે, એટલે કે તેઓ પ્રાણીઓ દ્વારા લોકોમાં ફેલાય છે. ત્યારબાદ ચામાચિડીયાઓએ અન્ય પ્રાણીઓને ચેપ લગાડ્યો, જેણે વાયરસને મનુષ્યમાં સંક્રમિત કર્યો છે. અંતે માનવની ભૂલ માનવ ને નડતી હોય છે., આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો ચીનના હ્યુઆન શહેરમાં આવેલા એક બજારનો છે. આ પોસ્ટને 28 લોકો દ્વારા લાઈક કરવામાં આવી હતી. 4 લોકોએ પોતાના મત રજૂ કર્યા હતા. તેમજ 3 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. અન્ય લોકો દ્વારા પણ આ પોસ્ટને ફેસબુક પર શેર કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થતી આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી તપાસ/પડતાલ કાર્યવાહી હાથ ધરી હતી.
સંશોધન
પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ શું ખરેખર આ વીડિયો ચીનના હ્યુઆન શહેરના એક બજારનો છે કે કેમ? એ જાણવા માટે અમે સૌપ્રથમ પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોને ધ્યાનથી જોતાં અમને આ વીડિયોની વચ્ચે એક લખાણ જોવા મળ્યું હતું. જેમાં એવું લખેલું હતું કે, “Pasar EXTREAM Langowan”. જે તમે નીચે જોઈ શકો છો.

ઉપરોક્ત ફોટોમાં દેખાતા કીવર્ડથી અમે ગુગલ પર સર્ચ કરતાં અમને એ જાણવા મળ્યું હતું કે, Pasar Extream Langowan નામનું એક બજાર ઈન્ડોનેશિયામાં આવેલું છે. જ્યાં ઉંદર, સાપ, ચામાચીડિયા તેમજ કૂતરાઓની જુદી જુદી પ્રજાતિઓને વેચવામાં આવે છે. ત્યાર બાદ અમે વીડિયોના એક સ્ક્રીનઓસટને ગુગલ રિવર્સ ઈમેના માધ્યમથી સર્ચ કરતાં અમને Jerry Mewengkang દ્વારા આજ વીડિયોને 20 જુલાઈ, 2019 ના રોજ યુચ્યુબ પર પોસ્ટ કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેમાં એવું લખવામાં આવ્યું હતું કે, દુનિયામાં સૌથી વધુ ભોજન Langowan Market માં છે. જે તમે નીચે જોઈ શકો છો.
અમારી વધુ તપાસમાં અમને વીડિયોને લગતા કેટલાક અન્ય ફોટો gettyimages.co.nz નામની વેબસાઈટ પર પણ પ્રાપ્ત થયા હતા. જેમાં મૂકવામાં આવેલા ફોટો સાથે અંગ્રેજીમાં નીચે મુજબની માહિતી આપવામાં આવી હતી.


ઉપરોક્ત ફોટો સાથે આપવામાં આવેલા લખાણને અમે ગુગલમાં સર્ચ કરતાં અમને એ માલૂમ પડ્યું હતું કે, langowan, North Sulawesi એ ઈન્ડોનેશિયામાં આવેલું છે. જ્યાં પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો પ્રમાણેનું બજાર પણ આવેલું છે. જે તમે નીચે જોઈ શકો છો.

Langowan Traditional Market ઈન્ડોનેશિયામાં આવેલું છે. જેનો વધુએક વીડિયો તમે નીચે જોઈ શકો છો.
ઉપરોક્ત તમામ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો ચીનના હ્યુઆનનો નહીં પરંતુ ઈન્ડોનેશિયાનો છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો ચીનના હ્યુઆનનો નહીં પરંતુ ઈન્ડોનેશિયાનો છે. લોકોને ગેરમાર્ગે દોરવા માટે તેને સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.
છબીઓ સૌજન્ય: ગુગલ

Title:ઈન્ડોનેશિયાનો વીડિયો ચીનના હ્યુઆનના નામે વાયરલ…? જાણો શું છે સત્ય…
Fact Check By: Vikas VyasResult: False
