તાજેતરમાં સોશિયલ મીડિયા ભારતની પેરાલિમ્પિક ખેલાડી શીતલ દેવીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ભારતની પેરાલિમ્પિક ખેલાડી શીતલ દેવીનો આ વીડિયો પેરિસ ઓલમ્પિક 2024 નો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં ભારતની પેરાલિમ્પિક ખેલાડી શીતલ દેવીનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ તાજેતરમાં ચાલી રહેલા પેરિસ ઓલમ્પિક 2024 નો નહીં પરંતુ ચેક રિપબ્લિકના પિલ્સેન ખાતે યોજાયેલી વર્લ્ડ આર્ચરી પેરા ચેમ્પિયનશીપ 2023 નો છે. આ વીડિયોને પેરિસ ઓલમ્પિક 2024 સાથે કોઈ જ સંબંધ નથી. લોકોને ગેરમાર્ગે દોરવા માટે વીડિયોને ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

એક ફેસબુક યુઝર દ્વારા 30 ઓગષ્ટ, 2024 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ભારતની પેરાલિમ્પિક ખેલાડી શીતલ દેવીનો આ વીડિયો પેરિસ ઓલમ્પિક 2024 નો છે.

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોને ધ્યાનથી જોયા બાદ એક સ્ક્રીનશોટ લઈને ગુગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતાં અમને પોસ્ટમાં મૂકવામાં આવેલો આજ વીડિયો વર્લ્ડ આર્ચરી દ્વારા 06 સપ્ટેમ્બર, 2023 ના રોજ તેના સત્તાવાર યુટ્યુબ પર પ્રસારિત કરવામાં આવ્યો હતો. જેની સાથે એવી માહિતી આપવામાં આવી હતી કે, આ વીડિયો ચેક રિપબ્લિકના પિલ્સેનમાં આયોજિત 2023 વર્લ્ડ તીરંદાજી પેરા ચેમ્પિયનશિપની ગોલ્ડ મેડલ મેચનો છે. આ મેચ શીતલ દેવી અને ઓઝનુર ક્યોર વચ્ચે રમાઈ હતી.

અમારી વધુ તપાસમાં અમને આજ વીડિયો અન્ય કેટલાક યુટ્યુબ યુઝર દ્વારા પણ વર્ષ 2023 માં અપલોડ કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જે તમે અહીં જોઈ શકો છો. Youtube Post 01 | Youtube Post 02 | Youtube Post 03

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં ભારતની પેરાલિમ્પિક ખેલાડી શીતલ દેવીનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ તાજેતરમાં ચાલી રહેલા પેરિસ ઓલમ્પિક 2024 નો નહીં પરંતુ ચેક રિપબ્લિકના પિલ્સેન ખાતે યોજાયેલી વર્લ્ડ આર્ચરી પેરા ચેમ્પિયનશીપ 2023 નો છે. આ વીડિયોને પેરિસ ઓલમ્પિક 2024 સાથે કોઈ જ સંબંધ નથી. લોકોને ગેરમાર્ગે દોરવા માટે વીડિયોને ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.

(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો)

Avatar

Title:જાણો ભારતની પેરાલિમ્પિક ખેલાડી શીતલ દેવીના વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય...

Written By: Vikas Vyas

Result: Missing Context