
The Lion Of Porbandar નામના ફેસબુક યુઝર દ્વારા 13 જુલાઈ, 2019ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં એવું લખેલું છે કે, UN की रिपोर्ट में दावा, भारत में 2004 से 2014 के बीच गरीबी से बाहर निकले 27 करोड़ लोग। 2014 से 2019 में 20 करोड़ लोग गरीब बने। ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને 234 લોકોએ લાઈક કરી હતી. 8 લોકોએ પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા. તેમજ 156 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી હાથ ધરી હતી.

Facebook Post | Archive | Photo Archive
સંશોધન
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ જો ખરેખર UN ના રિપોર્ટમાં એવું જણાવવામાં આવ્યું હોય કે ભારતમાં 2004 થી 2014 વચ્ચે 27 કરોડ લોકો ગરીબીમાંથી બહીર આવ્યા અને 2014 થી 2019 સુધી 20 કરોડ લોકો ગરીબ બન્યા તો તે એક મોટા સમાચાર બન્યા હોત અને કોઈને કોઈ મીડિયા માધ્યમ દ્વારા તેને પ્રસારિત કરવામાં પણ આવ્યા હોત એટલા માટે સૌપ્રથમ અમે ગુગલનો સહારો લઈ UN की रिपोर्ट में दावा, भारत में 2004 से 2014 के बीच गरीबी से बाहर निकले 27 करोड़ लोग। 2014 से 2019 में 20 करोड़ लोग गरीब बने। સર્ચ કરતાં અમને નીચેના પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરોક્ત પરિણામોમાં અમને ક્યાંય પણ પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ 2004 થી 2014 સુધીમાં ભારતમાં 27 કરોડ લોકો ગરીબીમાંથી બહાર નીકળ્યા એ માહિતી પ્રાપ્ત થઈ હતી. પરંતુ તે સમયગાળો 2006 થી 2016 વચ્ચેનો હતો. પરંતુ 2014 થી 2019 સુધીના સમયગાળામાં ભારતમાં 20 કરોડ લોકો ગરીબ બન્યા એ માહિતી અમને ક્યાંય પણ પ્રાપ્ત થઈ ન હતી. એનડીટીવી દ્વારા 21 સપ્ટેમ્બર, 2018 ના રોજ પ્રસારિત કરવામાં આવેલા સંપૂર્ણ સમાચાર તમે નીચે જોઈ શકો છો.

ઉપરાંત અન્ય મીડિયા માધ્યમો દ્વારા પણ આસમાચારને પ્રસારિત કરવામાં આવ્યા હોવાની માહિતી અમને પ્રાપ્ત થઈ હતી. આ તમામ સમાચાર તમે નીચે જોઈ શકો છો.
navodayatimes.in | talktodaynews.com | amarujala.com |
Archive | Archive | Archive |
ત્યાર બાદ અમારી વધુ તપાસમાં અમે ગુગલનો સહારો લઈ અંગ્રેજીમાં UN report on poverty alleviation in India સર્ચ કરતાં અમને નીચેના પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરોક્ત પરિણામોમાં પણ અમને એટલી જ માહિતી પ્રાપ્ત થઈ હતી કે, 2006 થી 2016 સુધીના સમયગાળામાં ભારતમાં 21 કરોડ લોકો ગરીબીમાંથી બહાર નીકળ્યા. પરંતુ એ માહિતી ક્યાંય પ્રાપ્ત થઈ ન હતી કે, 2014 થી 2019 સુધીના સમયગાળામાં 20 કરોડ લોકો ગરીબ બન્યા. આ સંપૂર્ણ સમાચાર તમે નીચે જોઈ શકો છો.

indiatoday.in | livemint.com | thehindubusinessline.com |
Archive | Archive | Archive |
આમ, ઉપરના તમામ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, 2006 થી 2016 સુધીના સમયગાળામાં 27 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા પરંતુ 2014 થી 2019 વચ્ચે 20 કરોડ લોકો ગરીબ બન્યા એ માહિતી ક્યાંય પ્રાપ્ત થતી નથી.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો મિશ્રિત સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ 2004 થી 2014 વચ્ચે નહીં પરંતુ 2006 થી 2016 સુધીના સમયગાળામાં 27 કરોડ લોકો ગરીબીમાંથી બહીર નીકળ્યા એ માહિતી સાચી છે પરંતુ 2014 થી 2019 વચ્ચે 20 કરોડ લોકો ગરીબ બન્યા એ વાત ક્યાંય સાબિત નથી થતી.
છબીઓ સૌજન્ય : ગુગલ

Title:શું ખરેખર UN ના રિપોર્ટ પ્રમાણે 2014 થી 2019 સુધીમાં ભારતમાં 20 કરોડ લોકો બન્યા ગરીબ…? જાણો સત્ય…
Fact Check By: Vikas VyasResult: Mixture
