જાણો ‘જય શ્રી રામ બોલો અને ભૂખે મરો’… એવું કહી રહેલા રાહુલ ગાંધીના વાયરલ વીડિયોનું શું છે સત્ય…

Missing Context રાજકીય I Political

તાજેતરમાં સોશિયલ મીડિયા પર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના નિવેદનનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, રાહુલ ગાંધી એવું કહી રહ્યા છે કે, ‘જય શ્રી રામ બોલો અને ભૂખે મરો’… પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ એડિટ કરેલો છે. વાસ્તવિક વીડિયોમાં રાહુલ ગાંધી એવું કહી રહ્યા છે કે, મોદીજી એવું ઈચ્છે છે કે, તમે આખો દિવસ મોબાઈલમાં રહો… જય શ્રી રામ બોલો અને ભૂખે મરો… લોકોને ગેરમાર્ગે દોરવા માટે વીડિયોને ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

એક ફેસબુક યુઝર દ્વારા 25 એપ્રિલ, 2023 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, રાહુલ ગાંધી એવું કહી રહ્યા છે કે, ‘જય શ્રી રામ બોલો અને ભૂખે મરો’…

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોને ધ્યાનથી જોયા બાદ અમને જમણી બાજુ પર ખૂણામાં NEWS 18 Digital નો લોગો જોવા મળ્યો હતો.

ત્યાર બાદ અમે ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈ આ વીડિયોનો એક સ્ક્રીનશોટ લઈને સર્ચ કરતાં પોસ્ટમાં મૂકવામાં આવેલો આજ વીડિયો ન્યૂઝ 18 ઈન્ડિયા દ્વારા તેના સત્તાવાર યુટ્યુબ પર 5 માર્ચ, 2024 ના રોજ શોર્ટ સ્વરુપે અપલોડ કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. તેની સાથે એવું લખવામાં આવ્યું હતું કે, Rahul Gandhi ने PM Modi का जिक्र कर Jai Shree Ram के नारे पर क्या बोल दिया? | #shorts “मोदी जी चाहते हैं कि आप दिनभर मोबाइल पर रहो, जय श्री राम बोलो और भूखे मर जाओ” – राहुल गांधी.

અમારી વધુ તપાસમાં અમને રાહુલ ગાંધીના નિવેદનના આજ વીડિયો સાથેના સમાચાર ન્યૂઝ 18 ઈન્ડિયાના સત્તાવાર યુટ્યુબ પર 5 માર્ચ, 2024 ના રોજ અપલોડ કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેમાં પણ રાહુલ ગાંધી એવું કહી રહ્યા છે કે, “मोदी जी चाहते हैं कि आप दिनभर मोबाइल पर रहो, जय श्री राम बोलो और भूखे मर जाओ”

હવે અમે આખરે વાયરલ વીડિયો અને અમને મળેલા ઓરિજીનલ વીડિયોની સરખામણી કરી અને તે સ્પષ્ટ થઈ ગયું કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો રાહુલ ગાંધીનો વીડિયો અધૂરો અને એડિટ કરેલો છે. 

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ એડિટ કરેલો છે. વાસ્તવિક વીડિયોમાં રાહુલ ગાંધી એવું કહી રહ્યા છે કે, મોદીજી એવું ઈચ્છે છે કે, તમે આખો દિવસ મોબાઈલમાં રહો… જય શ્રી રામ બોલો અને ભૂખે મરો… લોકોને ગેરમાર્ગે દોરવા માટે વીડિયોને ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે. 

(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે FacebookInstagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો)

Avatar

Title:જાણો ‘જય શ્રી રામ બોલો અને ભૂખે મરો’… એવું કહી રહેલા રાહુલ ગાંધીના વાયરલ વીડિયોનું શું છે સત્ય…

Fact Check By: Vikas Vyas 

Result: Missing Context