
વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહને લઈ ગુજરાતના રાજકારણમાં ભારે ચર્ચાઓ ચાલી રહી છે. તેમા પણ વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહને લઈ ગુજરાત સરકારના મંત્રી જીતુ વાઘાણીએ આપેલા નિવેદનની ભારે ચર્ચા થઈ રહી છે અને સોશિયલ મિડિયામાં ઘણી પોસ્ટ વાયરલ થઈ રહી હતી.
ત્યારે આ જ પૃષ્ટભૂમિ પર હાલમાં એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જે ફોટોમાં નગ્ન અવસ્થામાં ઉભેલા યુવાનોનો જોઈ શકાય છે. આ ફોટોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “યુવાનો દ્વારા નગ્ન થઈ વિરોધ કરવામાં આવ્યો અને જીતુ વાઘાણી માફી માંગે તેવી માંગ કરવામાં આવી.”
ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ફોટો ગુજરાતનો નહિં પરંતુ મધ્યપ્રદેશનો છે. જ્યાં પત્રકાર સહિત વિરોધ કરી રહેલા લોકોને પોલીસે સ્ટેશનની અંદર નગ્ન કર્યા હતા.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Bhavesh Dhameliya નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 07 એપ્રિલ 2022ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “યુવાનો દ્વારા નગ્ન થઈ વિરોધ કરવામાં આવ્યો અને જીતુ વાઘાણી માફી માંગે તેવી માંગ કરવામાં આવી.”

FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.
સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા ફોટોને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામો પરથી અમને આજતકનો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં માહિતી આપવામાં આવી હતી કે, “મધ્યપ્રદેશના સીધીમાં એક પોલીસ સ્ટેશનમાં પત્રકાર સહિત અનેક રંગકર્મીઓનો નગ્ન ફોટો વાયરલ થયા બાદ સોશિયલ મીડિયા પર હંગામો મચી ગયો છે. વિપક્ષી પાર્ટી કોંગ્રેસ સહિત ઘણા લોકો તેને જોરદાર રીતે શેર કરી રહ્યા છે. તે જ સમયે, પોલીસ પ્રશાસન પર સવાલો ઉઠી રહ્યા છે કે મામલો હેડલાઇન્સમાં આવ્યા પછી, ફક્ત 2 સ્ટેશન ઇન્ચાર્જ જ લાઇન પર હાજર રહ્યા છે. જ્યારે સસ્પેન્શનની કાર્યવાહી કરવામાં આવી નથી. આ સાથે આ મામલાની તપાસ માટે એડિશનલ એસપીની નિમણૂક કરવામાં આવી હતી.”

તેમજ વધુ સર્ચ કરતા અમને ક્રાઈમતકનો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં માહિતી આપવામાં આવી હતી કે, ફોટોમાં જોવા મળતી વ્યક્તિ કનિષ્ક તિવારી છે. જે પત્રકાર છે. ઘરણા પ્રદર્શનનું કેપ્ચર કરવા ગયેલા પત્રકાર અને તેના કેમેરામેનને પોલીસે પોલીસ સ્ટેશનમાં નગ્ન કરવામાં આવ્યા હતા. તેનું નિવદેન તમે નીચે જોઈ શકો છો.
પરિણામ
આમ અમારી પડતાલમાં ઉપરરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ફોટો ગુજરાતનો નહિં પરંતુ મધ્યપ્રદેશનો છે. જ્યાં પત્રકાર સહિત વિરોધ કરી રહેલા લોકોને પોલીસે સ્ટેશનની અંદર નગ્ન કર્યા હતા.

Title:શું ખરેખર જીતુ વાઘાણી સામે યુવાનો દ્વારા વિરોધ કરવામાં આવ્યો તેનો ફોટો છે…? જાણો શું છે સત્ય….
Fact Check By: Yogesh KariaResult: False
