આ વીડિયોમાં યોગી આદિત્યનાથ બાબા બાલક નાથને મુખ્યમંત્રી બનાવવાની વાત નથી કરી રહ્યા.

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનો એક વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે. તેમાં તમે તેમને કહેતા સાંભળી શકો છો કે, “અને હું બાબા બાલકનાથ જીને પણ કહીશ કે જયપુરમાં શપથ લીધા પછી, 22 જાન્યુઆરી પછી, તેઓ તિજારાના રામ ભક્તો સાથે ચોક્કસપણે અયોધ્યા આવે. અમે અયોધ્યાની વ્યવસ્થા સંભાળીશું. શું બધા સંમત છે?” આ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “યોગી આદિત્યનાથે બાબા બાલકનાથને રાજસ્થાનના મુખ્યમંત્રી જાહેર કર્યા છે.”
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 03 ડિસેમ્બર 2023ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “યોગી આદિત્યનાથે બાબા બાલકનાથને રાજસ્થાનના મુખ્યમંત્રી જાહેર કર્યા છે.”
Facebook | Fb post Archive | Fb video archive
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.
સૌપ્રથમ અમે આ વીડિયો તપાસવા માટે અમે યુટ્યુબ પર કીવર્ડ સર્ચ કરવાનો પ્રયાસ કર્યો. અમને આ જ વીડિયો મળ્યો, તેનો અસલી વીડિયો 22 નવેમ્બરે પ્યારા હિન્દુસ્તાન ચેનલ પર ટેલિકાસ્ટ કરવામાં આવ્યો હતો. તેમાં તમે 12.18 મિનિટ પછી વાયરલ ક્લિપ જોઈ શકો છો. તેની સાથે આપવામાં આવેલી માહિતીમાં જણાવવામાં આવ્યું છે કે, આ વીડિયો રાજસ્થાનના તિજારાનો છે. ત્યાં યોગી આદિત્યનાથે બાબા બાલકનાથના સમર્થનમાં વિશાળ રેલી કાઢી હતી.
5 ડિસેમ્બરે પ્રકાશિત લાઈવ હિન્દુસ્તાન રિપોર્ટમાં જણાવાયું છે કે, રાજસ્થાનમાં મુખ્યમંત્રી પદના દાવેદારોની યાદીમાં વસુંધરા રાજે, ગજેન્દ્ર સિંહ શેખાવત અને બાબા બાલકનાથના નામ છે. એવું કહેવામાં આવ્યું છે કે તમામ દાવેદારો તમામ ધારાસભ્યોને પોતાની તરફ લેવાનો પ્રયાસ કરી રહ્યા છે.
ઈન્ટરનેટ પરના કોઈ સમાચારમાં એવું નથી જણાવાયું કે રાજસ્થાનના મુખ્યમંત્રી ચૂંટાઈ આવ્યા છે.
તમને જણાવી દઈએ કે રાજસ્થાન વિધાનસભા ચૂંટણીના પરિણામો 3 ડિસેમ્બરના રોજ આવ્યા હતા. ભાજપે 115 બેઠકો જીતી છે. કોંગ્રેસે 69 બેઠકો જીતી છે, 8 અપક્ષ ઉમેદવારો, 2 BSP ઉમેદવારો અને 3 ભારત આદિવાસી પાર્ટીના ઉમેદવારો જીત્યા છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, વાયરલ થઈ રહેલા વીડિયોને લઈને કરવામાં આવેલો દાવો ખોટો છે. આ વીડિયોમાં યોગી આદિત્યનાથ બાબા બાલકનાથને રાજસ્થાનના મુખ્યમંત્રી તરીકે જાહેર નથી કરી રહ્યા.
(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Title:શું યોગી આદિત્યનાથે બાબા બાલકનાથને રાજસ્થાનના મુખ્યમંત્રી જાહેર કર્યા છે…? જાણો શું છે સત્ય….
Written By: Frany KariaResult: False
