
શિક્ષણ વિભાગને લઈ અને એક મેસેજ સોશિયલ મિડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જે મેસેજ શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ધોરણ 10માં બોર્ડની પરીક્ષા બંધ કરવામાં આવી અને હવેથી માત્ર ધોરણ 12માં બોર્ડ પરીક્ષા લેવાશે. ધોરણ 5 સુધી ફરજિયાત માતૃ ભાષા એક વિષય તરીકે ભણાવવામાં આવશે.”
ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, એજ્યુકેશન મિનિસ્ટ્રી દ્વારા દ્વારા લાગુ કરવામાં આવેલ શિક્ષણ નીતિ 2020માં પણ વાયરલ મેસેજ પર કરવામાં આવેલ દાવા અંગે કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. ધોરણ 10ની બોર્ડની પરિક્ષા યથાવત જ રાખવામાં આવી છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Abdul Hamza નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 17 જાન્યુઆરી 2021ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “ધોરણ 10માં બોર્ડની પરીક્ષા બંધ કરવામાં આવી અને હવેથી માત્ર ધોરણ 12માં બોર્ડ પરીક્ષા લેવાશે. ધોરણ 5 સુધી ફરજિયાત માતૃ ભાષા એક વિષય તરીકે ભણાવવામાં આવશે.”

FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે ગૂગલ પર સર્ચ કરતા અમને એજ્યુકેશન મિનિસ્ટ્રી દ્વારા 2020માં જાહેર કરવામાં આવેલી નેશનલ એજ્યુકેશન પોલીસી 2020 પ્રાપ્ત થઈ હતી.
જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “ધોરણ 10-12 માટે બોર્ડની પરિક્ષા યથાવત ચાલુ જ રહેશે, બોર્ડની હાલની સિસ્ટમ અને કોચિંગ વર્ગોની જરૂરિયાતને દૂર કરવા માટે પ્રવેશ પરિક્ષાઓમાં સુધારો કરવામાં આવશે.”

તેમજ પીઆઈબી ફેક્ટ ચેક દ્વારા તેમના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પરથી પણ આ મેસેજ તદ્દન ખોટો હોવાનું જણાવવામાં આવ્યુ હતુ જે તમે નીચે જોઈ શકો છો.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, એજ્યુકેશન મિનિસ્ટ્રી દ્વારા દ્વારા લાગુ કરવામાં આવેલ શિક્ષણ નીતિ 2020માં પણ વાયરલ મેસેજ પર કરવામાં આવેલ દાવા અંગે કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. ધોરણ 10ની બોર્ડની પરિક્ષા યથાવત જ રાખવામાં આવી છે.

Title:શું ખરેખર ભારત સરકાર દ્વારા નવી શિક્ષણ નિતિ લાગુ કરવામાં આવી…? જાણો શું છે સત્ય….
Fact Check By: Yogesh KariaResult: False
