હાલ સોશિયલ મિડિયામાં એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક વ્યક્તિ કોઈ પ્રમાણ પત્ર લઈને ઉભેલો જોવા મળે છે. આ પ્રમાણ પત્રમાં નીચે PM નરેન્દ્ર મોદીનો ફોટો જોવા મળે છે. આ ફોટો સોશિયલ મિડિયામાં શેર કરતાની સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “મૃત્યુનું આ પ્રમાણપત્ર છે. જેમાં પણ જાહેરાત માટે પીએમ નરેન્દ્ર મોદી દ્વારા તેમનો ફોટો લગાવવામાં આવ્યો.

ફેક્ટ ક્રેસન્ડોની ફેક્ટ હેલ્પલાઈન(9049053770) પર એક યુઝર દ્વારા આ મેસેજ મોકલી અને સત્યતા તપાસવા વિંનતી કરવામાં આવી હતી. તેથી અમે આ અંગે સંસોધન હાથ ધર્યુ હતુ.

આ ફોટોને આ જ દાવા સાથે ફેસબુકમાં પણ ખૂબ વાયરલ કરવામાં આવી રહી છે.

FACEBOOK

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ફોટો મૃત્યુનું પ્રમાણપત્ર નહિં પરંતુ વેક્સિન લીધીનું સર્ટીફિકેટ છે. ખોટા દાવા સાથે તેને વાયરલ કરવામાં આવી રહ્યુ છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Girish Sanghvi નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 20 એપ્રિલ 2021ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “મૃત્યુનું આ પ્રમાણપત્ર છે. જેમાં પણ જાહેરાત માટે પીએમ નરેન્દ્ર મોદી દ્વારા તેમનો ફોટો લગાવવામાં આવ્યો.”

Facebook | Fb post Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા ફોટોનો સ્ક્રિન શોટ લઈ અને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરોક્ત પરિણામો પરથી અમને Indiatimes નો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં આ ફોટો શેર કરવામાં આવ્યો હતો. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “આ ફોટો વેક્સિનેશનનું પ્રમાણપત્રનો છે. ભારતીય મેડિકલ એસોસિએશન(આઈએમએ) એ વડા પ્રધાનને પત્ર લખીને સૂચવ્યું હતું કે જાહેર સ્થળોએ પ્રવેશ માટે રસીકરણનું પ્રમાણપત્ર ફરજિયાત હોવું જોઈએ.

ઈન્ડિયાટાઈમ્સ | સંગ્રહ

તેમજ આ ફોટોને ઝૂમ કરીને ધ્યાનથી જોતા તેમાં સ્પષ્ટ વંચાય છે કે, “Provisional Certificate for Covid-19 Vaccination” એટલે કે આ વેક્સિન લીધાનું સર્ટિફિકેટ છે. મૃત્યુનું નહિં. જે તમે નીચે જોઈ શકો છો.

તેમજ ફેક ક્રેસન્ડો દ્વારા વેક્સિન જેમણે લઈ લીધી છે તેવા વ્યક્તિનો સંપર્ક કર્યો હતો. તેમણે અમને વેક્સિનનું સર્ટિફિકેટ મોકલાવ્યુ હતુ. જે સર્ટિફિકેટ અને પોસ્ટ સાથે વાયરલ સર્ટિફિકેટ એક સરખા હોવાનું જાણવા મળે છે. જે તમે નીચે જોઈ શકો છો.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ફોટો મૃત્યુનું પ્રમાણપત્ર નહિં પરંતુ વેક્સિન લીધીનું સર્ટીફિકેટ છે. ખોટા દાવા સાથે તેને વાયરલ કરવામાં આવી રહ્યુ છે.

Avatar

Title:શું ખરેખર મૃત્યુના પ્રમાણ પત્રમાં પણ નરેન્દ્ર મોદીનો ફોટો મુકવામાં આવ્યો છે...?

Fact Check By: Yogesh Karia

Result: False