
Connect Gujarat દ્વારા તારીખ 13 જૂન 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “અમરેલીજાફરાબાદનજીકઆવેલસીંટેક્સકંપનીમાંસીંટેક્સનાટાંકાઓભારેપવનનેલીધેઉડયા,વાયુવાવઝોડાનોભારેપવનસીંટેક્સકંપનીમાંઘડીભરમચાવીઅફડાતફડી,પવનનાસુસવાટાથીસીંટેક્સનીપાણીનીટાંકીઓદૂરદૂરફંગોળાઈ,”શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી પોસ્ટ પર 318 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 1 વ્યક્તિ દ્વારા આ પોસ્ટ પર તેનું મંતવ્ય જણાવવામાં આવ્યુ હતુ. તેમજ 155 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી, આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, પોસ્ટમાં જે વિડિયો શેર કરવામાં આવ્યો છે તે અમરેલીના જાફરાબાદનો છે.
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ આ ગૂગલ પર “વાયુ વાવાઝોડામાં જાફરાબાદમાં પાણીની ટાંકી હવામાં ઉડી” લખતા અમને નીચે મુજબના પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરોક્ત પરિણામોમાં અમને ક્યાંય પણ આ પ્રકારે ઘટના બની હોય તે પ્રાપ્ત થયુ ન હતુ, તેથી ઉપરોક્ત પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોનો સ્ક્રિન શોટ લઈ અમે ગૂગલ રિવર્સ ઈમેજના માંધ્યમથી શોધતા અમને નીચે મુજબના પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરોક્ત પરિણામોમાં પણ અમને પોસ્ટમાં શેર કરવામાં આવેલા વિડિયો જેવો કઈ વિડિયો પ્રાપ્ત થયો ન હતો, ત્યારબાદ અમે ગૂગલ પર “water tank fly in the air while vayu cyclone”લખતા અમને નીચે મુજબના પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરોક્ત પરિણામોમાં અમને પોસ્ટમાં શેર કરવામાં આવેલા વિડિયો જેવા જ ઘણા વિડિયો પ્રાપ્ત થયા હતા, WCNC.COMદ્વારા પણ આ જ વિડિયો શેર કરવામાં આવ્યો હતો. પરંતુ તેમાં આ વિડિયો મહારાષ્ટ્રના ધુલેનો હોવાનું જણાવવામાં આવ્યું હતુ.

ઉપરોક્ત પડતાલ બાદ અમે અલગ-અલગ કી વર્ડથી સર્ચ કરતા અમને ઉપરોક્ત વિડિયો YAHOO NEWSદ્વારા પણ શેર કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યુ હતુ. તેમાં પણ આ વિડિયો મહારાષ્ટ્રના ધુલેનો હોવાનું જણાવવામાં આવ્યુ હતુ. જે આપ નીચે જોઈ શકો છો.

જો કે, ત્યારબાદ અમે અમારી પડતાલને આગળ વધારી અને ધુલેમાં સ્થાનિક લોકોનો સંપર્ક સાધ્યો હતો. તો તેમણે આ વિડિયો ધુલેનો જ હોવાની પૃષ્ટી કરી હતી અને સાથે આ જ સ્થળનો પુરો 2.39નો જે ઓરિજલ વિડિયો છે, તે પણ અમને આપ્યો હતો. જે આપ નીચે જોઈ શકો છો.
જો કે, અમારી પડતાલને વધુ મજદબુત કરવા અમે અમરેલી જિલ્લા કલેક્ટરઆયુષ ઓક જોડે વાત કરી હતી અને તેમને આ વિડિયો દેખાડતા, તેમને આ વિડિયો અમરેલીના જાફરાબાદનો હોવાની વાતને નકારી કાઢી હતી. તેમણે જણાવ્ચુ હતુ કે,“અફવા ફેલવવા માટે આ પ્રકારે ઘણા વિડિયો શેર કરવામાં આવ્યા હોય છે. ખરેખર આ વિડિયો જાફરાબાદને છે જ નહિં. લોકોએ આ પ્રકારની ભ્રામક પોસ્ટથી દૂર રહેવું જોઈએ”

ઉપરોક્ત પડતાલમાં ક્યાંય પણ સાબિત થતુ નથી કે આ વિડિયો અમરેલીના જાફરાબાદનો છે. આ વિડિયો મહારાષ્ટ્રના ધુલેનો હોવાનું સાબિત થાય છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં શેર કરવામાં આવેલો વિડિયો અમરેલીના જાફરાબાદનો નથી પરંતુ મહારાષ્ટ્રના ધુલેનો છે.

Title:શું ખરેખર જાફરાબાદમાં આ પ્રકારે પાણીની ટેન્ક હવામાં ઉડી હતી..?જાણો શું છે સત્ય..
Fact Check By: Frany KariaResult: False
