શું ખરેખર એટલાન્ટિક મહાસાગર પાર કરનારી દુનિયાની પ્રથમ મહિલા ભારતની આરોહી પંડિત છે…? જાણો સત્ય…

False આંતરરાષ્ટ્રીય I International સામાજિક I Social

દીકરી વ્હાલ નો દરિયો ‎ ‎નામના ફેસબુક પેજ દ્વારા 27 જૂન, 2019ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, ભારત ની 23 વર્ષની પાયલોટ દીકરી કેપટન આરોહી પંડિત દુનિયાની પહેલી મહિલા બની કે જેણે એટલાન્ટિક મહાસાગર પાર કર્યો હોય.. અભિનંદન પાઠવાજો દેશની આ દીકરી ને… ગર્વથી. ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને 2500 લોકોએ લાઈક કરી હતી. 455 લોકો દ્વારા પોસ્ટ પર પ્રતિભાવ આપવામાં આવ્યા હતા. તેમજ 132 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, ભારતની આરોહી પંડિત એટલાન્ટિક મહાસાગર પાર કરનાર દુનિયાની પ્રથમ મહિલા બની. 

screenshot-www.facebook.com-2019.06.28-15-18-01.png

Facebook Post | Archive | Photo Archive 

સંશોધન

ઉપરોક્ત પોસ્ટમાં જણાવ્યા પ્રમાણે શું ખરેખર ભારતની આરોહી પંડિત એટલાન્ટિક મહાસાગર પાર કરનારી દુનિયાની પ્રથમ મહિલા છે? એ જાણવું જરૂરી જણાતાં અમે અમારી તપાસ કાર્યવાહી હાથ ધરી હતી. આ માટે સૌ પ્રથમ અમે ગુગલનો સહારો લઈ अटलांटिक महासागर पार करने वाली दुनिया की प्रथम महिला સર્ચ કરતાં અમને નીચેના પરિણામો પ્રાપ્ત થયા હતા.

screenshot-www.google.com-2019.06.28-15-33-30.png

Archive

ઉપરોક્ત પરિણામોમાં અમને પોસ્ટમાં કરવામાં આવેલા દાવા અંગે ઘણા બધા મીડિયા માધ્યમો દ્વારા આ સમાચારને પ્રસારિત કરવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જે તમે નીચે જોઈ શકો છો.

livehindustan.comyourstory.comindiafirst.in
ArchiveArchiveArchive

ઉપરના તમામ સમાચારોને ધ્યાનથી વાંચતા અમને માલૂમ પડ્યું કે, ભારતની આરોહી પંડિત એટલાન્ટિક મહાસાગર પાર કરનાર દુનિયાની પ્રથમ મહિલા નહીં પરંતુ લાઈટ સ્પોર્ટ્સ એરક્રાફ્ટ (LSA) ના ઉપયોગથી એટલાન્ટિક મહાસાગર પાર કરનારી દુનિયાની પ્રથમ મહિલા બની છે. જે તમે નીચે જોઈ શકો છો.

screenshot-www.livehindustan.com-2019.06.28-15-59-22.png

ઉપરના પરિણામો બાદ હવે એ જાણવું જરૂરી હતું કે, તો પછી એટલાન્ટિક મહાસાગર પાર કરનાર દુનિયાની પ્રથમ મહિલા કોણ? આ માહિતી મેળવવા માટે અમે ગુગલનો સહારો લીધો અને who was the first woman to fly across Atlantic ocean સર્ચ કરતાં અમને નીચેના પરિણામો પ્રાપ્ત થયા હતા.

screenshot-www.google.com-2019.06.28-16-10-10.png

Archive

ઉપરના પરિણામો પરથી અમને એ જાણવા મળ્યું કે, એટલાન્ટિક મહાસાગર પાર કરનારી દુનિયાની પ્રથમ મહિલા અમેરિકાની અમેલિયા મેરી ઈરહાર્ટ હતી. તેણીએ મે 20-21, 1932 ના રોજ એટલાન્ટિક મહાસાગર પાર કરવાની દુનિયાની પ્રથમ મહિલાની સિદ્ધિ મેળવી હતી. જે તમે નીચે જોઈ શકો છો.

screenshot-airandspace.si.edu-2019.06.28-16-23-36.png
americaslibrary.govairandspace.si.edubritannica.com
ArchiveArchiveArchive

ઉપરના તમામ પરિણામો પરથી એ સાબિત થાય છે કે, એટલાન્ટિક મહાસાગર પાર કરનારી દુનિયાની પ્રથમ મહિલા ભારતની આરોહી પંડિત નહીં પરંતુ અમેરિકાની અમેલિયા મેરી ઈરહાર્ટ હતી.

પરિણામ 

આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો સાબિત થાય છે કારણ કે, ભારતની આરોહી પંડિત લાઈટ સ્પોર્ટ્સ એરક્રાફ્ટ (LSA) ના ઉપયોગથી એટલાન્ટિક મહાસાગર પાર કરનારી દુનિયાની પ્રથમ મહિલા બની છે. જ્યારે એટલાન્ટિક મહાસાગર પાર કરનારી દુનિયાની પ્રથમ મહિલા અમેરિકાની અમેલિયા મેરી ઈરહાર્ટ હતી.

છબીઓ સૌજન્ય: ગુગલ

Avatar

Title:શું ખરેખર એટલાન્ટિક મહાસાગર પાર કરનારી દુનિયાની પ્રથમ મહિલા ભારતની આરોહી પંડિત છે…? જાણો સત્ય…

Fact Check By: Dhiraj Vyas 

Result: False