સરકાર દ્વારા આ પ્રકારનો કોઈ જ વટહુકમ બહાર પાડવામાં ન આવ્યો હોવાનું સરકારના રાજ્યકક્ષાના શિક્ષણ વિભાગના મંત્રીએ જણાવ્યું હતું.

હાલમાં સોશિયલ મીડિયા પર ન્યુઝપેપરનું કટિંગ વાયરલ થઈ રહ્યુ છે. જેમા પ્રસારિત કરવામાં આવેલા સમાચારના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ગુજરાત સરકાર દ્વારા નવો વટહુકમ બહાર પાડવામાં આવ્યો છે જેમાં તમામ ખાનગી શાળાની ફી એકસરખી કરવામાં આવી છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 02 મે 2024ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “ગુજરાત સરકાર દ્વારા નવો વટહુકમ બહાર પાડવામાં આવ્યો છે જેમાં તમામ ખાનગી શાળાની ફી એકસરખી કરવામાં આવી છે.”

Facebook | Fb post Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.

તપાસની શરૂઆતમાં અમે ગુગલનો સહારો લઈને જુદા-જુદા કીવર્ડથી સર્ચ કરતાં અમને ક્યાંય પણ સરકાર દ્વારા આ પ્રકારનો કોઈ નવો વટહુકમ બહાર પાડવામાં આવ્યો હોય એવી કોઈ જ માહિતી પ્રાપ્ત થઈ નહતી. ત્યાર બાદ અમારી વધુ તપાસમાં અમને CMO Gujarat ના સત્તાવાર ફેસબુક દ્વારા 1 ઓક્ટોમ્બર, 2020 ના રોજ કરવામાં આવેલી એક પોસ્ટ પ્રાપ્ત થઈ હતી. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, “રાજ્યની તમામ ખાનગી શાળાઓમાં આ વર્ષે વાલીઓને 25 ટકા ફી રાહત આપવાનો ગુજરાત સરકારનો નિર્ણય. શાળાઓ અન્ય કોઈ ઈતર ફી લઈ શકશે નહીં.”

ત્યારબાદ અમારી તપાસને વધુ મજબૂત બનાવવા માટે અમે સીધો જ ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી રિષિકેશભાઈ ગણેશભાઈ પટેલ સાથે વાત કરતાં તેઓએ અમને જણાવ્યું હતું કે, “સરકાર દ્વારા તમામ ખાનગી શાળાઓની એકસરખી ફી અંગેનો કોઈ જ નિર્ણય કે વટહુકમ હાલમાં બહાર પાડવામાં આવ્યો નથી. સોશિયલ મીડિયા પર ખોટી માહિતી વાયરલ થઈ રહી છે.”

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, સરકાર દ્વારા આ પ્રકારનો કોઈ જ વટહુકમ બહાર પાડવામાં ન આવ્યો હોવાનું સરકારના રાજ્યકક્ષાના શિક્ષણમંત્રીએ જણાવ્યું હતું.

(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:ગુજરાત સરકાર દ્વારા ખાનગી શાળાઓની ફી એક સરખી કરવામાં નથી આવી... જાણો શું છે સત્ય....

Fact Check By: Frany Karia

Result: False