
Wasim Shaikhનામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 6 ઓગસ્ટ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી,‘1 साल बाद पता चलेगा नोटबन्दी कीतनी घातक है -डॉ मनमोहनसिंह 6 महीने बाद पता चलेगा 370 & 35A का फैसला कितना घातक है -डॉमनमोहनसिंह’ લખાણ સાથે શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 72 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 1 વ્યક્તિએ પોતાનો અભિપ્રાય આપ્યો હતો. તેમજ 62 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, ભારતના પૂર્વ વડાપ્રધાન ડો.મનમોહન સિંઘ દ્વારા આ પ્રકારે નિવેદનો આપવામાં આવ્યા હતા.

ઉપરોક્ત પોસ્ટ સોશિયલ મિડિયામાં ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહી હતી. જે આપ નીચે જોઈ શકો છો.


સોશિયલ મિડિયામાં ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહેલી આ પોસ્ટની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌ-પ્રથમ અમે ગૂગલ પર ‘Manmohan Singh statement on notebandi’લખતા અમને નીચે મુજબના પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરોક્ત પરિણામ પરથી અમને ડો.મનમોહન સિંઘ દ્વારા રાજ્ય સભાના ગૃહમાં આપવામાં નોટબંધી પર આપવામાં આવેલી સ્પીચ મળી હતી. જેમાં તેઓ ક્યાંય પણ પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબનું બોલ્યા ન હતા. જે સ્પીચ તમે નીચે સાંભળી શકો છો.
તેમજ હાલમાં કેન્દ્ર સરકાર દ્વારા જમ્મુ અને કાશ્મીરને લઈ લેવામાં આવેલા પગલા વિષે ડો.મનમોહન સિંઘ દ્વારા શું નિવેદન આપવામાં આવ્યુ છે. તે જાણવું પણ જરૂરી હતું. તેથી અમે ગૂગલ પર‘6 महीने बाद पता चलेगा 370 & 35A का फैसला कितना घातक है: डॉ मनमोहनसिंह’ લખતા અમને નીચે મુજબના પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરોક્ત પરિણામોમાં અમને ક્યાંય પણ મનમોહન સિંઘ દ્વારા આ પ્રકારે નિવેદન આપ્યુ હોવાનું જાણવા મળ્ચુ ન હતું. ત્યારબાદ અમે અન્ય કીવર્ડથી પણ આ અંગે સર્ચ કર્યુ હતુ. પરંતુ આ અંગે કોઈ માહિતી અમને પ્રાપ્ત થઈ ન હતી. તેમજ મનમોહન સિંઘ દ્વારા આર્ટીકલ 370 અને 35A પર કોઈ નિવેદન ક્યારેય પણ આપવામાં આવ્યુ નથી.
આમ, ઉપરોક્ત પોસ્ટમાં જે પ્રકારે મનમોહન સિંઘનું નિવેદન દર્શાવવામાં આવ્યુ છે. તે પ્રકારે કોઈ નિવેદન મનમોહન સિંઘ દ્વારા આપવામાં આવ્યુ નથી.
પરિણામ
આમ, ઉપરોક્ત પોસ્ટ અમારી પડતાલમાં ખોટી સાબિત થાય છે. જે પ્રકારે પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો છે. તે પ્રકારે ડો. મનમોહન સિંઘ દ્વારા નિવેદન આપ્યાનું ક્યાંય પણ સાબિત થતુ નથી.

Title:શું ખરેખર ડો.મનમોહન સિંઘ દ્વારા આ પ્રકારે નિવેદનો આપવામાં આવ્યા હતા….? જાણો શું છે સત્ય………
Fact Check By: Yogesh KariaResult: False
