શું ખરેખર ઈઝરાયલના વડાપ્રધાન નેતાન્યાહૂ દ્વારા આપવામાં આવ્યું આ પ્રકારનું નિવેદન…? જાણો શું છે સત્ય…

False આંતરરાષ્ટ્રીય I International રાજકીય I Political
Parag Taylor  ‎નામના ફેસબુક યુઝર દ્વારા 6 ઓગષ્ટ, 2019 ના રોજ I Support Namo

 નામના પબ્લિક ગ્રુપમાં એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. જ્યારે આ પોસ્ટમાં એવું લખેલું છે કે, अगर एक भी मुस्लिम देश पाकिस्तान की मदद करेगा तो हम खुलकर मैदान मे आयेंगे भारत के साथ: “इजरायल पीएम नेतान्याहू”  આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, ઈઝરાયલના વડાપ્રધાન નેતાન્યાહૂ દ્વારા એવું નિવેદન આપવામાં આવ્યું છે કે, જો કોઈ એક પણ મુસ્લિમ દેશ પાકિસ્તાનની મદદ કરશે તો અમે ખુલીને મેદાનમાં આવી ભારતને સાથ આપીશું.  ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને 2100 થી વધુ લોકોએ લાઈક કરી હતી. 77 લોકોએ પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા. તેમજ 368 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી હાથ ધરી હતી.

screenshot-www.facebook.com-2019.08.10-16-57-56.png

Facebook Post | Archive | Post Archive

સંશોધનઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ જો ખરેખર ઈઝરાયલના વડાપ્રધાન નેતાન્યાહૂ દ્વારા જો કોઈ એક પણ મુસ્લિમ દેશ પાકિસ્તાનની મદદ કરશે તો અમે ખુલીને મેદાનમાં આવી ભારતને સાથ આપીશું એ પ્રકારનું નિવેદન આપવામાં આવ્યું હોય તો તે એક મોટા સમાચાર બન્યા હોત અને કોઈને કોઈ મીડિયા દ્વારા તેને પ્રસારિત કરવામાં આવ્યા જ હોત. એટલા માટે સૌપ્રથમ અમે ગુગલનો સહારો લઈ अगर एक भी मुस्लिम देश पाकिस्तान की मदद करेगा तो हम खुलकर मैदान मे आयेंगे भारत के साथ : इजरायल पीएम नेतान्याहू સર્ચ કરતાં અમને નીચેના પરિણામો પ્રાપ્ત થયા હતા.

screenshot-www.google.com-2019.08.10-17-25-03.png

Archive

ઉપરના તમામ પરિણામોમાં અમને પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ કોઈ પણ મીડિયા માધ્યમ દ્વારા પ્રસારિત કરવામાં આવેલી ઈઝરાયલના વડાપ્રધાનના આ પ્રકારના નિવેદન અંગેની  કોઈ જ માહિતી પ્રાપ્ત થઈ ન હતી. તેથી અમે યુટ્યુબનો સહારો લઈ अगर एक भी मुस्लिम देश पाकिस्तान की मदद करेगा तो हम खुलकर मैदान मे आयेंगे भारत के साथ : इजरायल पीएम नेतान्याहू સર્ચ કરતાં અમને નીચેના પરિણામો પ્રાપ્ત થયા હતા.

screenshot-www.youtube.com-2019.08.10-17-29-16.png

 Archive

અમારી વધુ તપાસમાં અમને લાઈવ હિન્દુસ્તાન દ્વારા 20 ઓગષ્ટ, 2017 ના રોજ પ્રસારિત કરવામાં આવેલા એક સમાચાર પ્રાપ્ત થયા હતા. જેમાં ઈઝરાયલ દ્વારા કાશ્મીર મુદ્દે પાકિસ્તાનને સમર્થન નહીં કરવાની માહિતી આપવામાં આવી હતી. આ સંપૂર્ણ સમાચાર તમે નીચે જોઈ શકો છો.

screenshot-www.livehindustan.com-2019.08.10-17-34-31.png

Archive

આજ સમાચારને અમર ઉજાલા દ્વારા પણ 20 ઓગષ્ટ, 2019 ના રોજ પ્રસારિત કરવામાં આવ્યા હતા. જે તમે નીચે જોઈ શકો છો.

screenshot-www.amarujala.com-2019.08.10-17-38-15.png

Archive

અમારી વધુ તપાસમાં અમે ઇઝરાયલના વડાપ્રધાન નેતાન્યાહૂ સોશિયલ મીડિયા પર એક્ટિવ હોય જ છે જેના લીધે અમે તેમના ફેસબુક અને ટ્વિટર પર પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબની માહિતી શોધવાની કોશિશ કરી હતી. તો ત્યાં પણ અમને  પ્રકારની કોઈ જ માહિતી પ્રાપ્ત થઈ ન હતી.

ઉપરોક્ત તમામ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થયા છે કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ ઈઝરાયલના વડાપ્રધાન નેતાન્યાહૂ દ્વારા આ પ્રકારનું કોઈ જ નિવેદન આપવામાં આવ્યું હોવાની માહિતી અમારી તપાસમાં ક્યાંય પ્રાપ્ત થઈ ન હતી.

પરિણામ 

આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, ઈઝરાયલના વડાપ્રધાન નેતાન્યાહૂ દ્વારા ભારતના સમર્થનમાં હાલમાં આ પ્રકારનું કોઈ જ નિવેદન આપવામાં આવ્યું હોવાની માહિતી અમારી તપાસમાં ક્યાંય પ્રાપ્ત થઈ ન હતી.

છબીઓ સૌજન્ય :ગુગલ

Avatar

Title:શું ખરેખર ઈઝરાયલના વડાપ્રધાન નેતાન્યાહૂ દ્વારા આપવામાં આવ્યું આ પ્રકારનું નિવેદન…? જાણો શું છે સત્ય…

Fact Check By: Vikas Vyas 

Result: False