શ્રાવણ મહિનાને ધ્યાનમાં રાખીને ભાગલપુર રેલ્વે સ્ટેશન પર માંસાહારી ખોરાક પર પ્રતિબંધ મૂકવાના નામે IRCTC દ્વારા શેર કરવામાં આવેલો દાવો ભ્રામક છે.

સોશિયલ મીડિયામાં ટ્રેનમાં મળતા ભોજનને લઈ દાવો કરવામાં આવી રહ્યો હતો, જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, “રેલવે દ્વારા શ્રાવણ મહિનાને ધ્યાનમાં રાખી શ્રાવણ મહિના દરમિયાન નોન-વેજ ખાવાની વાનગી નહીં આપવામાં આવે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Sandesh નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 02 જૂલાઈ 2023ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “રેલવે દ્વારા શ્રાવણ મહિનાને ધ્યાનમાં રાખી શ્રાવણ મહિના દરમિયાન નોન-વેજ ખાવાની વાનગી નહીં આપવામાં આવે.”

Facebook | Fb post Archive | Fb Article archive | Facebook

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.

સૌપ્રથમ અમે ગૂગલ પર કીવર્ડ સાથે સર્ચ કરતા અમને બિહાર તક દ્વારા આ જ દાવા સાથે કરવામાં આવેલા ટ્વિટના જવાબમાં IRCTC દ્વારા ટ્વિટ કરીને જણાવવામાં આવ્યુ હતુ કે, “IRCTC દ્વારા આવી કોઈ સૂચના જારી કરવામાં આવી નથી. તમામ માન્ય વસ્તુઓ ફૂડ આઉટલેટમાંથી મુસાફરોને વેચાણ માટે ઉપલબ્ધ છે. ડુંગળી અને લસણ વગરનું ભોજન પણ મુસાફરોની પસંદગી મુજબ ઉપલબ્ધ થશે.

Archive

તેમજ વધુ સર્ચ કરતા અમને હિન્દુસ્તાન ટાઈમ્સ અને ઝી ન્યૂઝ દ્વારા શેર કરાયેલા દાવાના જવાબમાં IRCTCએ પણ તેને ખોટું ગણાવ્યું છે.

Archive

Archive

તેમજ અમારી પડતાલને વધુ મજબૂત કરવા અમે IRCTC ની વેબસાઈટની મુલાકાત લીધી હતી. જ્યાં અમે સરક્યુલર અને ઓફિસ ઓર્જરના ફોલ્ડરમાં સર્ચ કર્યુ હતુ. પરંતુ અમને આ પ્રકારે કોઈ માહિતી આપવામાં આવી હોવાનું જાણવા મળ્યુ ન હતુ.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, શ્રાવણ મહિનાને ધ્યાનમાં રાખીને ભાગલપુર રેલ્વે સ્ટેશન પર માંસાહારી ખોરાક પર પ્રતિબંધ મૂકવાના નામે IRCTC દ્વારા શેર કરવામાં આવેલો દાવો ભ્રામક છે. હકીકતમાં, IRCTCએ પોતે ટ્વિટ કરીને આ દાવાને ખોટો ગણાવ્યો છે.

(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:શું ખરેખર શ્રાવણ દરમિયાન ટ્રેનમાં નોન-વેજ જમવાનું નહીં આપવામાં આવે...? જાણો શું છે સત્ય....

Written By: Frany Karia

Result: False