
Patel Patidar નામના ફેસબુક યુઝર દ્વારા 3 ઓગષ્ટ, 2019ના રોજ એક વીડિયો પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, માણસા થી વિજાપુર હાઈવે પર ભયંકર એકસીડન્ટ. પોસ્ટના વીડિયોમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, આ વીડિયો માણસાથી વિજાપુર હાઈવે પર બનેલા ભયંકર અકસ્માતનો છે. ફેસબુક પોસ્ટમાં મૂકવામાં આવેલા આ વીડિયોને 418 લોકો દ્વારા જોવામાં આવ્યો હતો. 4 લોકો દ્વારા પોસ્ટને લાઈક કરવામાં આવી હતી. તેમજ 31 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી હાથ ધરી હતી.

Facebook Post | Archive | Photo Archive | Video Archive
સંશોધનઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ જો ખરેખર માણસા-વિજાપુર હાઈવે પર આ રીતનો કોઈ ભયંકર અકસ્માત સર્જાયો હોય તો તે ગુજરાતના મોટા સમાચાર બન્યા હોય અને કોઈને કોઈ મીડિયા માધ્યમ દ્વારા તેને પ્રસારિત કરવામાં પણ આવ્યા હોત એટલા માટે સૌપ્રથમ અમે ગુગલનો સહારો લઈ માણસા-વિજાપુર હાઈવે પર ભયંકર અકસ્માત સર્ચ કરતાં અમને નીચેના પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરોક્ત પરિણામોમાં અમને પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ માણસા-વિજાપુર હાઈવે પર આ પ્રકારનો કોઈ બનાવ બન્યો હોય એવી માહિતી ક્યાંય પ્રાપ્ત થઈ ન હતી. તેથી અમે અમારી તપાસ આગળ વધારી હતી. અમારી વધુ તપાસમાં અમને MANA KORUTLA creative channel નામની તેલુગુ ચેનલ દ્વારા 14 સપ્ટેમ્બર, 2018 ના રોજ એક વીડિયો સમાચાર પ્રસારિત કરવામાં આવ્યા હતા. જેને અમે ગુગલ ટ્રાન્સ્લેટ કરતાં અમને એ મલૂમ પડ્યું હતું કે, ઉપરોક્ત પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો જ આ સમાચારમાં મૂકવામાં આવ્યો હતો. પરંતુ તે માણસા-વિજાપુર હાઈવે પરનો નહીં બતાવતાં તેને હૈદરાબાદના કરીમનગર હાઈવે પર થયેલા અકસ્માતના રૂપમાં બતાવવામાં આવ્યો છે. આ સંપૂર્ણ સમાચાર તમે નીચે જોઈ શકો છો.
આ તમામ સંશોધનના અંતે અમે અમારી તપાસને વધુ મજબૂત બનાવવા માટે માણસા પોલીસ ઈન્સપેક્ટર પી.જે. પટેલ સાથે આ બનાવ અંગે વાત કરતાં તેઓએ અમને જણાવ્યું હતું કે, “માણસા-વિજાપુર હાઈવે પર હાલના સમયમાં આ પ્રકારનો કોઈ જ અકસ્માત સર્જાયો નથી. આ માહિતી ખોટી છે. ”
આમ, ઉપરના તમામ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ માણસા-વિજાપુર પર આ પ્રકારે કોઈ જ અકસ્માત સર્જાયો નથી.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ આ વીડિયો માણસા-વિજાપુર હાઈવે પરનો હોવાનું ક્યાંય સાબિત થતું નથી.
છબીઓ સૌજન્ય :ગુગલ

Title:શું ખરેખર આ વીડિયો માણસા-વિજાપુર હાઈવે પરથયેલા અકસ્માતનો છે…? જાણો શું છે સત્ય…
Fact Check By: Vikas VyasResult: False
