
Newsonline નામના ફેસબુક પેજ દ્વારા 28 સપ્ટેમ્બર, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, રૈના ફરી ચર્ચામાં:સુરેશ રૈનાએ ચેન્નાઈ સુપરકિંગ્સને ટ્વિટર પર કર્યું અનફોલો, સોશિયલ મીડિયા પર ‘બ્રિન્ગ બ્રેક રૈના’ કરી રહ્યું હતું ટ્રેન્ડ. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, ચેન્નાઈ સુપરકિંગ્સના સ્ટાર ક્રિકેટર સુરેશ રૈના દ્વારા ચેન્નાઈ સુપરકિંગ્સના ટ્વિટર એકાઉન્ટને અનફોલો કરી દેવામાં આવ્યું છે. આ પોસ્ટને 2 લોકોએ લાઈક કરી હતી. તેમજ 3 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. અન્ય લોકો દ્વારા પણ આ માહિતીને ફેસબુક તેમજ અન્ય સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થતી આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી તપાસ/પડતાલ કાર્યવાહી હાથ ધરી હતી.

સંશોધન
પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ શું ખરેખર ચેન્નાઈ સુપરકિંગ્સના સ્ટાર ક્રિકેટર સુરેશ રૈના દ્વારા ચેન્નાઈ સુપરકિંગ્સના ટ્વિટર એકાઉન્ટને અનફોલો કરી દેવામાં આવ્યું છે છે કે કેમ? એ જાણવા માટે સૌપ્રથમ અમે ટ્વિટરનો સહારો લઈને સર્ચ કરતાં અમને સુરેશ રૈનાનુ સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પ્રાપ્ત થયું હતું. જ્યાં સુરેશ રૈનાએ જે-જે ટ્વિટર એકાઉન્ટને ફોલો કર્યા છે તેના લિસ્ટમાં ચેન્નાઈ સુપર કિંગ્સનું નામ તમે જોઈ શકો છો.

વધુમાં અમે ચેન્નાઈ સુપરકિંગ્સનું પણ સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ જોતાં અમને તેના ફોલોઅર્સના લિસ્ટમાં પણ સુરેશ રૈનાનું નામ જોવા મળ્યું હતું. એનો મતલબ એ થયો કે, સુરેશ રૈનાએ ટ્વિટર પર ચેન્નાઈ સુપરકિંગ્સને અનફોલો નથી કર્યું. વધુમાં અમને એ પણ જાણવા મળ્યું હતું કે, સુરેશ રૈના અને ચેન્નાઈ સુપરકિંગ્સ બંને ટ્વિટર પર એકબીજાને ફોલો કરે છે.

ચેન્નાઈ સુપરકિંગ્સના સીઇઓ કાસી વિશ્વનાથને શનિવારે આ સિઝનમાં રૈનાની વાપસી અંગે ફ્રેન્ચાઇઝના વલણને સાફ કરતાં સ્પષ્ટપણે કહ્યું હતું કે, અંગત કારણોસર ડાબેરી બેટ્સમેનને સિઝનમાંથી બહાર થવાના તેના નિર્ણયમાં ટીમનું સમર્થન છે. રૈનાની આ વર્ષે CSK તરફથી રમવાની સંભાવના નથી.
CSKના સીઈઓએ ANI ને જણાવ્યું હતું કે, “જુઓ, અપણે રૈનાને જોઈ શકતા નથી કારણ કે તેણે પોતાને અનુપલબ્ધ કરી દીધો છે અને અમે તેના નિર્ણય અને તેના સ્થાનનો આદર કરીએ છીએ. અમે તેના વિશે વિચારતા નથી.”
ઉપરોક્ત તમામ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ સુરેશ રૈના દ્વારા ટ્વિટર પર ચેન્નાઈ સુપરકિંગ્સને અનફોલો કરવામાં આવ્યું હોવાની માહિતી તદ્દન ખોટી છે. બંને એકબીજના હજુ પણ ફોલો કરે જ છે. લોકોને ગેરમાર્ગે દોરવા માટે ખોટી માહિતી સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ સુરેશ રૈના દ્વારા ટ્વિટર પર ચેન્નાઈ સુપરકિંગ્સને અનફોલો કરવામાં આવ્યું હોવાની માહિતી તદ્દન ખોટી છે. બંને એકબીજના હજુ પણ ફોલો કરે જ છે.
છબીઓ સૌજન્ય: ગુગલ

Title:શું ખરેખર સુરેશ રૈનાએ ટિવટર પર ચેન્નાઈ સુપરકિંગ્સને અનફોલો કર્યું…? જાણો શું છે સત્ય…
Fact Check By: Vikas VyasResult: False
