ગુજરાતી ફિલ્મસ્ટાર નરેશ કનોડિયાનું નિધન થયાની ખોટી માહિતી વાયરલ… જાણો શું છે સત્ય….

False સામાજિક I Social

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ગુજરાતી ફિલ્મસ્ટાર નરેશ કનોડિયાના ફોટો સાથે તેમનું નિધન થયું હોવાની માહિતી વાયરલ થઈ રહી છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા નરેશ કનોડિયાના નિધનના દાવાને તેમના દીકરા ધારાસભ્ય હિતુ કનોડિયા દ્વારા નકારી કાઢવામાં આવ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

PHL GROUP નામના ફેસબુક ગ્રુપ દ્વારા 22 ઓક્ટોમ્બર, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં મૂકવામાં આવેલા નરેશ કનોડિયાના ફોટો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ગુજરાતી ફિલ્મસ્ટાર નરેશ કનોડિયાનું નિધન થયું છે. જ્યારે પોસ્ટના શીર્ષકનું લખાણ આ મુજબ છે. ગુજરાતી ચલ ચિત્ર ના (ફિલ્મી દુનિયાના) મિલીનીયમ મેગા સ્ટાર નરેશ કનોડિયા નું આજ રોજ દુઃખદ અવસાન થતાં એક સારા ઉમદા કલાકાર ની ખોટ હમેશાં રહી જશે પરમાત્મા તેમના દિવ્ય આત્માને શાંતિ આપે એવી મારી પ્રરમ કુપાળુ પ્રભુને પ્રાર્થના કરૂ છું ૐ શાન્તિ ,,,,,

Naresh Kanodia Passes away.png

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલી માહિતીને ગુગલનો સહારો લઈને સર્ચ કરતાં અમને gujaratimidday.com દ્વારા 23 ઓક્ટોમ્બર, 2020 ના રોજ પ્રસારિત કરવામાં આવેલા એક સમાચાર પ્રાપ્ત થયા હતા. જેમાં ગુજરાતી ફિલ્મસ્ટાર નરેશ કનોડિયાના નિધનની માહિતી એક અફવા હોવાનું જણાવવામાં આવ્યું છે.

screenshot-www.gujaratimidday.com-2020.10.24-19_53_34.png

Archive

અમને ઉપરોક્ત માહિતી સાથેના અન્ય સમાચાર પણ પ્રાપ્ત થયા હતા જે તમે અહીં જોઈ શકો છો. vtvgujarati.com | divyabhaskar.co.in | gstv.in

અમારી વધુ તપાસમાં અમને નરેશ કનોડિયાના પુત્ર ધારાસભ્ય એવા હિતુ કનોડિયા દ્વારા પણ તેમના પિતાના મોતની માહિતીને ખોટી ગણાવવામાં આવી હતી.

https://www.facebook.com/Kanodiahitu/posts/202378177918176?__cft__[0]=AZV0MPKhjUDUgC0_ICP-PH01vtxo0BHb82Bc30Xd97A40QppKSJ2UXZji7-dFTFTsR_lgnrnWi8qtZkB6SMAj99E3wOwhd4g9JpTyye8ScDebBXRF6rLqdFWBw42MQEknpej5AGHeUIp9RH_RzNt0XjvpiFy2elsYqav4uRf61FhzSuzCMVR-sNrF8arHF72UeM&__tn__=%2CO%2CP-R

Archive

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ ગુજરાતી ફિલ્મસ્ટાર નરેશ કનોડિયાના નિધનની માહિતીને તેમના પુત્ર ધારાસભ્ય હિતુ કનોડિયાએ ખોટી ગણાવી હતી. 

Avatar

Title:ગુજરાતી ફિલ્મસ્ટાર નરેશ કનોડિયાનું નિધન થયાની ખોટી માહિતી વાયરલ… જાણો શું છે સત્ય….

Fact Check By: Vikas Vyas 

Result: False