
હાલમાં એક ફોટો સોશિયલ મિડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક વ્યક્તિનો આખો શર્ટ લોહી થી ભરેલો છે અને તેના હાથમાં શરીરથી અલગ કરાયેલ અન્ય વ્યક્તિનું માથુ છે. આ ફોટોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ચેન્નાઇના આ છોકરાની બહેન પર બળાત્કાર કરવામાં આવ્યો ત્યારે તેણે બળાત્કાર કરનારનું માથું કાપી તેને પોલીસ સ્ટેશન લઇ આવ્યો.”
ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, ચેન્નાઇમાં પોતાની બહેન સાથે બળાત્કાર કરનાર વ્યક્તિનું માથું કાપી નાખ્યું અને પોલીસ સ્ટેશન લઈને આવ્યો હોવાના દાવો તદ્દન ભ્રામક છે. આ ઘટના સપ્ટેમ્બર 2018 કર્ણાટકના માલાવલ્લી તાલુકાની છે, જ્યાં આરોપી તેના મિત્રનું માથું કાપી પોલીસ સ્ટેશન હાજર થયો હતો. આ ઘટના સાથે કોઈપણ બળાત્કારની ઘટના જોડાયેલ નથી..
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Janak Savaliya151 નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 18 જૂલાઈ 2021ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “ચેન્નાઇના આ છોકરાની બહેન પર બળાત્કાર કરવામાં આવ્યો ત્યારે તેણે બળાત્કાર કરનારનું માથું કાપી તેને પોલીસ સ્ટેશન લઇ આવ્યો.”

FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા ફોટોને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામોમાં અમને બંગાળી ભાષામાં NDTVનો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં જણવવામાં આવ્યુ હતુ કે, “આ ઘટના કર્ણાટકની છે, જ્યાં આરોપી તેના મિત્રનું માથું કાપી પોલીસ સ્ટેશન હાજર થયો હતો. જયારે પ્રાથમિક તપાસ મુજબ આરોપીના મિત્ર ગિરીષ દ્વારા તેની માતા સાથે ખરાબ વર્તન કરવામાં આવ્યું હોવાથી ગુસ્સે થયેલા આરોપી પશુપતિ નાથ દ્વારા મિત્ર ગિરીષનું માથું કાપી નાખવામાં આવ્યું હતું. ત્યારબાદ આરોપી માલાવલ્લી પોલીસ સ્ટેશન ખાતે મૃતક ગિરીષના કપાયેલ માથા સાથે હાજર થયો હતો.”

તેમજ અન્ય મિડિયા હાઉસ ન્યુઝ18, ધ હિન્દુ, સ્ક્રોલ દ્વારા પણ આ જ માહિતી સાથેનો વિશેષ અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો.
તેમજ સ્થાનિક ન્યુઝ ચેનલ ન્યુઝ9 દ્વારા તેમના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પરથી આ ઘટનાનો સંપૂર્ણ વિડિયો અને માહિતી આપવામાં આવી હતી. જે તમે નીચે જોઈ શકો છો.
તેમજ IAAN દ્વારા પ્રસારિત અહેવાલમાં તમે આ ઘટનાનો લઈ તમે પોલીસનું નિવેદન પણ સાંભળી શકો છો.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, ચેન્નાઇમાં પોતાની બહેન સાથે બળાત્કાર કરનાર વ્યક્તિનું માથું કાપી નાખ્યું અને પોલીસ સ્ટેશન લઈને આવ્યો હોવાના દાવો તદ્દન ભ્રામક છે. આ ઘટના સપ્ટેમ્બર 2018 કર્ણાટકના માલાવલ્લી તાલુકાની છે, જ્યાં આરોપી તેના મિત્રનું માથું કાપી પોલીસ સ્ટેશન હાજર થયો હતો. આ ઘટના સાથે કોઈપણ બળાત્કારની ઘટના જોડાયેલ નથી.

Title:શું ખરેખર બહેન સાથે બળાત્કાર કરનારનું તેના ભાઈ દ્વારા માથુ કાપી નાખવામાં આવ્યુ…?
Fact Check By: Yogesh KariaResult: False
