
Gautam prajapat Gautam Prajapat નામના ફેસબુક યુઝર દ્વારા તા.24 જૂલાઈ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. ‘गुजरात में एक मस्जिद से पकड़े गये हथियार:- आखिरकार ये मुस्लिम करना क्या चाहते हैं?? वैसे देशभर में मस्जिदों की चेकिंग की जाए तो ऐसे ही हथियार मिलेंगे?’ શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 122 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 10 લોકોએ તેમના પ્રતિભાવ આપ્યા હતા. તેમજ 62 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, ગુજરાતમાં એક મસ્જીદની અંદરથી હથિયારો ઝડપાયા.

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌ પ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા ફોટોને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને નીચે મુજબના પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરોક્ત પરિણામો પરથી જાણવા મળ્યુ હતુ કે, પોસ્ટમાં જે ફોટો શેર કરવામાં આવ્યા છે. તે ચોટીલાના છે. વર્ષ 2016માં પોલીસ દ્વારા ચોટીલાની નોવેલ્ટીની એક દુકાનમાંથી મોટી સંખ્યામાં આ પ્રકારે હથિયારો ઝડપાયા હતા. જે સમાચારને ગુજરાતના તમામ મિડિયા હાઉસ દ્વારા પ્રસારિત કરવામાં આવ્યા હતા. જે આપ નીચે જોઈ શકો છો.




આમ, ઉપરોક્ત પરિણામ પરથી સાબિત થાય છે કે, ગુજરાતમાં કોઈ એક મસ્જિદ માંથી હથિયાર નથી પકડાયા, વર્ષ 2016માં ચોટીલામાં એક દુકાનમાંથી પકડાયેલા હથિયારોના ફોટોને શેર કરી ખોટી પોસ્ટ વાયરલ કરવામાં આવી રહી છે.
પરિણામ
આમ, ઉપરોક્ત પોસ્ટ અમારી પડતાલમાં ખોટી સાબિત થાય છે. કારણ કે, ગુજરાતમાં કોઈ એક મસ્જિદ માંથી હથિયાર નથી પકડાયા, વર્ષ 2016માં ચોટીલામાં એક દુકાનમાંથી પકડાયેલા હથિયારોના ફોટોને શેર કરી ખોટી પોસ્ટ વાયરલ કરવામાં આવી રહી છે.

Title:શું ખરેખર ગુજરાતમાં મસ્જીદની અંદરથી આ પ્રકારે હથિયારો મળી આવ્યા..? જાણો શું છે સત્ય…..
Fact Check By: Yogesh KariaResult: False
