
પતુ પરમારના નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 29 જૂન 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી, “દ્વારકા સ્વામિનારાયણ મંદિર ના સ્વામી પર લાગ્યો યુવતી પર દુસકર્મ નો આરોપ… દ્વારકા સ્વામિનારાયણ મંદિર ના સ્વામી 70 વૃદ્ધ સ્વામી પ્રેમજીવન સ્વામી એ 21 વર્ષીય યુવતી પર 4 થી 5 વખત ગુજાર્યું દુષ્કર્મ…. સ્વામિનારાયણ મંદિર માં ફરજ બજાવતા સુપરવાઈઝર ની પત્નીને સેવા કરવા ના બહાને બોલાવી જબરજસ્તી આચર્યું દુષ્કર્મ… યુવતી એ થાકીને ફરિયાદ કરતા મામલો આવ્યો પ્રકાશ માં… અવાર નવાર સ્વામિનારાયણ મંદિર ની આ રીતે ઘટના બનતા લોકોમાં સ્વામી પર જોવા મળ્યો રોષ..” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 111 લોકોએ તેમના પ્રતિભાવ આપ્યા હતા, 62 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 270 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, દ્વારકા મંદિરના સ્વામી પ્રેમજીવન સ્વામી દ્વારા સુપરવાઈઝરની પત્ની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યુ હતું.
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી હાથ ધરી હતી. જો આ પ્રકારે કોઈ ઘટના બની હોય તો ખૂબ જ મોટી ઘટના કહેવાય. તેથી સૌપ્રથમ અમે ગૂગલ પર “દ્વારકા સ્વામિનારાયણ સાઘુએ દુષ્કર્મ આચર્યુ” લખતા અમને નીચે મુજબના પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામો પરથી અમને સંદેશ વેબ પોર્ટલ દ્વારા શેર કરવામાં આવેલો આર્ટિકલ પ્રાપ્ત થયો હતો, જેમાં સ્પષ્ટ લખવામાં આવ્યુ હતુ કે, પીઆઈની પુછપરછમાં આ યુવતીએ સમગ્ર કૌભાંડ સ્વામી વિરૂધ્ધ ખોટું દર્શાવ્યુ હતુ. જે આપ નીચે વાંચી શકો છો.
તેમજ ઉપરોક્ત સમાચાર દિવ્યભાસ્કર.કોમ દ્વારા પણ પ્રસારિત કરવામાં આવ્યા હતા. જેમાં પણ સ્પષ્ટ જણાવવામાં આવ્યુ હતુ કે, યુવતીએ સંત પર પાયાવિહોણો દુષ્કર્મનો આક્ષેપ લગાવ્યો હોવાનું કબુલ્યું હતું. જે આપ નીચે વાંચી શકો છો.
ત્યારબાદ અમને પોલીસ દ્વારા આપવામાં આવેલી પ્રેસનોટ પ્રાપ્ત થઈ હતી. જેમાં પણ સ્પષ્ટ જણાવવામાં આવ્યુ હતુ કે, મહિલા દ્વારા માફી પત્ર આપવામાં આવ્યો હતો, તેથી દ્વારકા પોલીસ સ્ટેશનમાં કોઈ ગુનો દાખલ કરવામાં આવ્યો નથી.
ત્યારબાદ આ અંગે અમને દ્વારકા પોલીસ સ્ટેશનના પીઆઈ પી.એ.દેકાવડિયાનું નિવેદન પ્રાપ્ત થયુ હતુ, તેમાં પણ તેઓ સ્પષ્ટ જણાવી રહ્યા છે કે, સાધુ વિરૂધ્ધ ખોટા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. મહિલા દ્વારા માફી પત્ર આપવામાં આવ્યો છે, તેથી કોઈ ગુનો દાખલ કરવામાં આવ્યો નથી. જે બાઈટ આપ નીચે સાંભળી શકો છો.
ત્યારબાદ મહિલા દ્વારા પણ માફી સચ્ચાઈની કબુલાત કરતુ અને માફી માંગતુ નિવેદન આપવામાં આવ્યુ હતુ, જે આપ નીચે જોઈ શકો છો.
આમ, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા પ્રમાણેની કોઈ હકિકત અમને પ્રાપ્ત થઈ ન હતી. મહિલા દ્વારા સાધુ સામે ખોટા આક્ષેપ કરવામાં આવ્યા હોવાનું સાબિત થાય છે. જેની માહિતી દ્વારકા પોલીસ સ્ટેશનના પીઆઈ આપી છે. અને મહિલાએ પણ સાધુ સામે ખોટા આક્ષેપ કર્યાની કબુલાત કરી છે.
પરિણામ
ઉપરોક્ત પોસ્ટ અમારી પડતાલમાં ખોટી સાબિત થાય છે. કારણ કે, મહિલા દ્વારા સાધુ સામે ખોટા આક્ષેપ કરવામાં આવ્યા હોવાનું સાબિત થાય છે. જેની માહિતી દ્વારકા પોલીસ સ્ટેશનના પીઆઈ આપી છે. અને મહિલાએ પણ સાધુ સામે ખોટા આક્ષેપ કર્યાની કબુલાત કરી છે.

Title:શું ખરેખર સ્વામિનારાયણના સાધુએ દુષ્કર્મ આચર્યુ હતુ….? જાણો શું છે સત્ય…..
Fact Check By: Yogesh KariaResult: False
