Skip to content
Wednesday, January 07, 2026
  • Privacy Policy
  • હકીકત તપાસવા માટે સબમિટ કરો
Fact Crescendo Gujarati | The leading fact-checking website in India

Fact Crescendo Gujarati | The leading fact-checking website in India

The fact behind every news!

  • Home
  • Archives
  • About
  • Contact Us
  • Other Languages
    • Hindi
    • English
    • Marathi
    • Malayalam
    • Tamil
    • Odia
    • Assamese
    • Bangla
    • Manipuri
  • APAC
    • Sri Lanka
    • Myanmar
    • Bangladesh
    • Cambodia
    • Afghanistan
    • Thailand
site mode button

શું ખરેખર નીતા અંબાણી દ્વારા CAA અને NRC ના સમર્થનમાં ટ્વિટ કરવામાં આવી…? જાણો શું છે સત્ય…

False રાજકીય I Political રાષ્ટ્રીય I National
December 25, 2019January 13, 2022Vikas Vyas

‎‎‎‎ Afzal Tarki નામના ફેસબુક યુઝર દ્વારા 20 ડિસેમ્બર,2019   ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, નીતા અંબાણી ને જો મુસ્લિમો થી અને ઇસ્લામ ધર્મ થી આટલી નફરત છે માટે હું આજેજ રિલાયન્સ જિયો, રિલાયન્સ પેટ્રોલ, અને રિલાયન્સ મોલ, અને રિલાયન્સ ની તમામ પ્રોડક્ટ નો બહિષ્કાર કરું છું હું આજેજ જિયો માંથી બીજી કોઈપણ કંપની માં પોર્ટ કરવું છુ અને જે કોઇપણ વ્યક્તિ અલ્લાહ અને તેના રસુલ સલ્લલ્લાહો અલયહિ વસલ્લમ થી મહોબ્બત કરતા હોય તે બધા પણ રિલાયન્સ ની તમામ પ્રોડક્ટ નો બહિષ્કાર કરે જો આજે આપણે ચૂપ રહીશું તો આવતા સમય માં તમામ કંપનીઓ મુસ્લિમો ને કામે પણ નહીં રાખે માટે મહેરબાની કરી અલ્લાહ ના વાસ્તે આજ થી જ રિલાયન્સ નો બહિષ્કાર કરવાનું ચાલુ કરી દયો. Boycott Mukesh ambani Reliance products Gautam adani Products That it!. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, નીતા અંબાણી દ્વારા મુસ્લિમ વિરોધી ટ્વિટ કરવામાં આવી અને CAA તેમજ NRC ને સમર્થન કરવામાં આવ્યું છે. તેમના મનમાં મુસ્લિમ સમાજ પ્રત્યે નફરત ભરેલી છે તેથી સમગ્ર મુસ્લિમ સમાજ દ્વારા રિલાયન્સની તમામ પ્રોડક્ટ્સનો બહિષ્કાર કરવાની માહિતી પણ આપવામાં આવી છે. આ પોસ્ટને 6 લોકો દ્વારા લાઈક કરવામાં આવી હતી. તેમજ 13 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. અન્ય કેટલાક લોકો દ્વારા પણ આ માહિતીને ફેસબુક પર શેર કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થતી આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી તપાસ/પડતાલ કાર્યવાહી હાથ ધરી હતી.

Facebook Post | Archive | Post Archive

સંશોધન

પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ નીતા અંબાણી દ્વારા CAA અને NRC નું સમર્થન કરવામાં આવ્યું અને મુસ્લિમ સમાજ વિરોધી ટ્વિટ કરવામાં આવી છે કે કેમ? એ જાણવા માટે સૌપ્રથમ અમે ગુગલનો સહારો લઈને સર્ચ કરતાં અમને આજ એકાઉન્ટ પરથી કરવામાં આવેલી એક ટ્વિટ પ્રાપ્ત થઈ હતી. જે તમે નીચે જોઈ શકો છો.

Archive

આ ઉપરાંત પોસ્ટમાં મૂકવામાં આવેલી તમામ ટ્વિટને ધ્યાનથી જોતાં અમને એ માલૂમ પડ્યું હતું કે, આ તમામ ટ્વિટ @NitaAmbaani નામના ટ્વિટર એકાઉન્ટ પરથી કરવામાં આવી હતી. તો અમે ટ્વિટર પર આ એકાઉન્ટને શોધવાની કોશિશ કરતાં અમને એ માલૂમ પડ્યું હતું કે, આ એકાઉન્ટને બંધ કરી દેવામાં આવ્યું છે. 

Archive

અમારી વધુ તપાસમાં અમને એ જાણવા મળ્યું હતું કે, અન્ય કેટલાક ફેક્ટ ચેકર દ્વારા પણ આ માહિતીની સત્યતા તપાસવામાં આવી હતી. જેમાં પણ નીતા અંબાણીના આ એકાઉન્ટને એક ફેક એકાઉન્ટ ગણાવીને આ માહિતી ખોટી હોવાની માહિતી આપવામાં આવી હતી. વધુમાં નીતા અંબાણીનું કોઈ ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ ન હોવાની પણ માહિતી પ્રાપ્ત થઈ હતી. જે તમે નીચે જોઈ શકો છો.

bhaskar.comtimesnowhindi.comboomlive.inhindi.news18.com

અમારી વધુ તપાસમાં અમને Bhakt’s Nightmare દ્વારા 20 ડિસેમ્બર, 2019 ના રોજ કરવામાં આવેલી એક ટ્વિટ પ્રાપ્ત થઈ હતી. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, નીતા અંબાણીના જે ફેક ટ્વિટર પરથી લોકોને ગેરમાર્ગે દોરવા માટે જે ટ્વિટ કરવામાં આવી હતી એ એકાઉન્ટને ટ્વિટર દ્વારા બંધ કરી દેવામાં આવ્યું છે. જે તમે નીચે જોઈ શકો છો.

RIP Case- 630 @NitaAmbaani

17.6k a/c swaha! 😅

Suspended by- @Twitter

Category – Namorogi bhakt/ lsIam0ph0be/ Member of BJP IT cell/ fake account

Reason- abuser & Hate-monger

Reported by- Team BKJ pic.twitter.com/hZOcyqk7cv

— Bhakt's Nightmare (@ReportTweet_) December 20, 2019

Archive

ઉપરોક્ત તમામ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પોસ્ટમાં નીતા અંબાણીના જે ટ્વિટર એકાઉન્ટ પરથી CAA અને NRC ના સમર્થન તેમજ મુસ્લિમ સમાજ વિરોધી જે ટ્વિટ કરવામાં આવી એ એક ફેક એકાઉન્ટ હોવાથી તેને ટ્વિટર દ્વારા બંધ કરી દેવામાં આવ્યું છે. 

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં નીતા અંબાણીના જે ટ્વિટર એકાઉન્ટ પરથી CAA અને NRC ના સમર્થન તેમજ મુસ્લિમ સમાજ વિરોધી જે ટ્વિટ કરવામાં આવી એ એક ફેક એકાઉન્ટ હોવાથી તેને ટ્વિટર દ્વારા બંધ કરી દેવામાં આવ્યું છે.

છબીઓ સૌજન્ય: ગુગલ

Avatar

Title:શું ખરેખર નીતા અંબાણી દ્વારા CAA અને NRC ના સમર્થનમાં ટ્વિટ કરવામાં આવી…? જાણો શું છે સત્ય…

Fact Check By: Vikas Vyas 

Result: False

        
Tagged CAACABFake AccountNita AmbaniNRCTwitter

Post navigation

શું ખરેખર ભારત માતાની જય બોલવા બદલ વૃધ્ધને મારમારવામાં આવ્યો..? જાણો શું છે સત્ય…
શું ખરેખર CABના સમર્થનમાં નાગાબાવાઓની રેલી નીકળી તેના દ્રશ્યો છે..?જાણો શું છે સત્ય…

Related Posts

શું ખરેખર જેસીબીથી લડતા હાથીની સૂંઢમાં કાણુ પડી ગયુ…? જાણો શું છે સત્ય….

April 11, 2025April 11, 2025Frany Karia

શું ખરેખર અલ્પેશ ઠાકોર અને રાહુલ ગાંધીની રેલીમાં લાગ્યા“મોદી…મોદી”ના નારા…? જાણો સત્ય

May 21, 2019January 13, 2022Vikas Vyas

એક ફોનમાં બે સિમ કાર્ડ રાખવા માટે TRAI યુઝર્સ પર ચાર્જ લગાવશે… વાયરલ દાવો ખોટો છે…

June 22, 2024June 22, 2024Frany Karia

follow us

  • fact checks
  • Comments

જાણો બાંગ્લાદેશમાં અલ્પસંખ્યકો પર થઈ રહેલા અત્યાચાર પર બોલી રહેલા પ્રિયંકા ગાંધીના વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

January 5, 2026January 5, 2026Vikas Vyas

શું ખરેખર અમદાવાદનો ઈન્દિરા બ્રિજ જોખમી બન્યો છે…? જાણો શું છે સત્ય….

January 5, 2026January 5, 2026Frany Karia

યુવકનું ગળુ દબાવી પાણીમાં ધક્કો મારતી યુવતિનો વીડિયો સ્ક્રિપ્ટેડ છે… જાણો શું છે સત્ય….

January 5, 2026January 5, 2026Frany Karia

Fact Check: બાંગ્લાદેશ પર પીએમ મોદીના રાજીનામાની માંગણી કરતો યોગી આદિત્યનાથનો આ વીડિયો AI દ્વારા બનાવવામાં આવ્યો છે… જાણો શું છે સત્ય….

January 3, 2026January 3, 2026Frany Karia

જાણોભગવાન પરશુરામ બ્રાહ્મણ ન હોવાના ન્યૂઝ 18ના વાયરલ ફોટોનુંશું છે સત્ય…

January 1, 2026January 1, 2026Vikas Vyas
  • superph  commented on જાણો તાજેતરમાં બિહારમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીના પરિણામોમાં મૈથિલી ઠાકુર 18 વર્ષની ઉંમરે ધારાસભ્ય બની હોવાના ફોટો સાથેની વાયરલ માહિતીનું શું છે સત્ય….: Really enjoying this article! The sense of communi
  • wynn09  commented on યુપીના બસ્તીનો વીડિયો જામનગરના નામે વાયરલ કરવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય….: Wynn09, Alright, I decided to try Wynn09 after see
  • ph123casino  commented on Fact Check: ભૂટાનના પીએમ સાથેની વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જૂની તસ્વીર હાલના સંદર્ભમાં વાયરલ…: Been playing at ph123casino for a bit now. Site's
  • pwiph  commented on શું ખરેખર આ વાવાઝોડા મેલિસાના કેન્દ્રનો વીડિયો છે…? જાણો શું છે સત્ય….: pwiph seems like it could be a good resource. I'm
  • tesoro777  commented on જાણો તાજેતરમાં મક્કાથી મદીના જઈ રહેલી બસના અકસ્માતના નામે વાયરલ ફોટોનું શું છે સત્ય….: Tesoro777 suena prometedor y cumple. Los gráficos

Categories

  • False
  • સામાજિક I Social
  • રાષ્ટ્રીય I National
  • રાજકીય I Political
  • આંતરરાષ્ટ્રીય I International

Latest News

  • જાણો બાંગ્લાદેશમાં અલ્પસંખ્યકો પર થઈ રહેલા અત્યાચાર પર બોલી રહેલા પ્રિયંકા ગાંધીના વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

    January 5, 2026January 5, 2026Vikas Vyas
  • શું ખરેખર અમદાવાદનો ઈન્દિરા બ્રિજ જોખમી બન્યો છે…? જાણો શું છે સત્ય….

    January 5, 2026January 5, 2026Frany Karia

Archives

Fact Crescendo Gujarati | Theme: News Portal by Mystery Themes.
  • ડિસક્લેમર
  • પદ્ધતિ અમારી પદ્ધતિ
  • સુધારા કરવાનું