
Mahendra Patel નામના ફેસબુક યુઝર દ્વારા 22 જૂન, 2019ના રોજ I Support Namo નામના પબ્લિક ગ્રુપમાં એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના ફોટો સાથે એવું લખેલું છે કે, उत्तर प्रदेश में भारत अलावा किसी और देश का झंडा लहराते कोइ पाया गया तो उसकी खाल लहरा दी जाएगी : योगी । अगर एसे मुख्यमंत्री सभी राज्यों में हो तो कीसी की हिमत्त नही चलेगी की पाकिस्तान का झंडा फहरा सके । ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને 591 લોકોએ લાઈક કરી હતી. 61 લોકોએ પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા. તેમજ 92 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી હાથ ધરી હતી.
Facebook Post | Archive | Photo Archive
સંશોધન
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ જો ખરેખર યોગી આદિત્યનાથ દ્વારા આ પ્રકારનું કોઈ નિવેદન આપવામાં આવ્યું હોયત તો તે એક મોટા સમાચાર બન્યા હોત અને મીડિયા માધ્યમ દ્વારા તેને પ્રસારિત કરવામાં પણ આવ્યા હોત એટલા માટે સૌપ્રથમ અમે ગુગલનો સહારો લઈ उत्तर प्रदेश में भारत अलावा किसी और देश का झंडा लहराते कोइ पाया गया तो उसकी खाल लहरा दी जाएगी : योगी સર્ચ કરતાં અમને નીચેના પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરોક્ત પરિણામોમાં અમને ક્યાંય પણ પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબની કોઈ જ માહિતી પ્રાપ્ત થઈ ન હતી. તેથી અમે અમારી આગળની તપાસમાં યુટ્યુબનો સહારો લઈ उत्तर प्रदेश में भारत अलावा किसी और देश का झंडा लहराते कोइ पाया गया तो उसकी खाल लहरा दी जाएगी : योगी સર્ચ કરતાં અમને નીચેના પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરોક્ત પરિણામોમાં પણ અમને ક્યાંય પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબની કોઈ જ માહિતી પ્રાપ્ત થઈ ન હતી. પરંતુ અમને UP Tak ચેનલ દ્વારા 4 એપ્રિલ, 2019 ના રોજ પ્રસારિત કરવામાં આવેલો એક વીડિયો પ્રાપ્ત થયો હતો. જેમાં યોગી આદિત્નાથે મુસ્લિમ લીગના લાલા ઝંડાને લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું હતું અને એવું ટ્વિટ કર્યું હતું કે, વાયનાડ ખાતે રાહુલ ગાંધીએ કેરલમાં તેમની ખાસ સહયોગી પાર્ટી મુસ્લિમ લીગના કાર્યકર્તાઓને રેલીમાં તેમનો લીલો ઝંડો લઈને આવવાની ના પાડી કેમ કે, ઉત્તરપ્રદેશના મતદાતાઓ તેનાથી નારાજ થઈ જશે. આ સંપૂર્ણ વીડિયો તમે નીચે જોઈ શકો છો.
અમારી વધુ તપાસમાં અમે યોગી આદિત્યનાથના ફેસબુક અને ટ્વિટર પર પણ પોસ્ટમાં મૂકવામાં આવેલી માહિતીને શોધવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ ત્યાં પણ અમને એ પ્રકારની કોઈ જ માહિતી પ્રાપ્ત થઈ ન હતી.


અમારી વધુ તપાસમાં અમને યોગી આદિત્યનાથ દ્વારા 4 એપ્રિલ, 2019 ના રોજ કરવામાં આવેલું એક ટ્વિટ પ્રાપ્ત થયું હતું. જેમાં એવું લખેલું હતું કે, वायनाड में राहुल गांधी जी ने केरल में अपने खास सहयोगी मुस्लिम लीग के कार्यकर्ताओं से मना कर दिया कि अपनी पार्टी का हरा झंडा लेकर रैली में न आयें वरना यूपी का वोटर नाराज होगा। ये मुस्लिम लीग से समझौता कर चुनाव लड़े तो सेक्युलर ? हम ‘सबका साथ सबका विकास‘ करें तो भी साम्प्रदायिक ? આ ટ્વિટમાં પણ અમને ક્યાંય પોસ્ટના દાવા મુજબની માહિતી પ્રાપ્ત થઈ ન હતી. જે તમે નીચે જોઈ શકો છો.
આમ, ઉપરના તમામ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, યોગી આદિત્યનાથ દ્વારા અત્યાર સુધી ક્યારેય આ પ્રકારનું નિવેદન આપવામાં આવ્યું નથી.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી દ્વારા ક્યારેય આ પ્રકારનું નિવેદન આપવામાં નથી આવ્યું.
છબીઓ સૌજન્ય : ગુગલ

Title:શું ખરેખર ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આપ્યું વિવાદિત નિવેદન…? જાણો સત્ય…
Fact Check By: Vikas VyasResult: False
