
Padhiyar Shambhu નામના ફેસબુક યુઝર દ્વારા 12 જુલાઈ, 2019ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં એવું લખેલું છે કે, चुनाव आयोगने बताया EVM घोटाले से मोदी चुनाव जीता ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને 39 લોકોએ લાઈક કરી હતી. તેમજ 432 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી હાથ ધરી હતી.

Facebook Post | Archive | Photo Archive
સંશોધન
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ જો ખરેખર પૂર્વ મુખ્ય ચૂંટણી અધિકારી ટી.એસ.કૃષ્ણમૂર્તિ દ્વારા 2019 ની ચૂંટણી ઈવીએમમાં ગોટાળા દ્વારા જીતવામાં આવી છે એવું નિવેદન આપવામાં આવ્યું હોય તો તે એક મોટા સમાચાર બન્યા હોત અને કોઈને કોઈ મીડિયા માધ્યમ દ્વારા તેને પ્રસારિત કરવામાં પણ આવ્યા હોત એટલા માટે સૌપ્રથમ અમે ગુગલનો સહારો લઈ EVM घोटाले से मोदी चुनाव जीता સર્ચ કરતાં અમને નીચેના પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરોક્ત પરિણામોમાં અમને ક્યાંય પણ પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબની કોઈ જ માહિતી પ્રાપ્ત થઈ ન હતી. તેથી અમે અમારી તપાસ આગળ વધારતાં ઈલેક્શન કમિશન ઓફ ઈન્ડિયાના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પર પોસ્ટમાં મૂકવામાં આવેલી માહિતીને શોધવાની કોશિશ કરી હતી. પરંતુ ત્યાં પણ અમને આ પ્રકારની કોઈ જ માહિતી પ્રાપ્ત થઈ ન હતી.

ત્યાર બાદ અમારી વધુ તપાસમાં અમને એનડીટીવી ઈન્ડિયા દ્વારા 3 મે, 2018 ના રોજ પ્રસારિત કરવામાં આવેલા એક સમાચાર પ્રાપ્ત થયા હતા. જેમાં પૂર્વ મુખ્ય ચૂંચણી અધિકારી ટી.એસ.કૃષ્ણમૂર્તિ દ્વારા પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબની માહિતીને વખોડી કાઢવામાં આવી છે. જે તમે નીચે જોઈ શકો છો.

ઉપરોક્ત સમાચારમાં પૂર્વ મુખ્ય ચૂંટણી અધિકારી ટી.એસ.કૃષ્ણમૂર્તિ દ્વારા એવું જણાવવામાં આવ્યું છે કે, “મેં ક્યારેય પણ આ પ્રકારનો કોઈ જ વિચાર વ્યક્ત નથી કર્યો. આ વિષય પર કોઈ હિન્દી સમાચારપત્ર દ્વારા મારું મંતવ્ય પણ નથી લેવામાં આવ્યું. મેં હંમેશા ઈવીએમને વિશ્વસનીય બતાવીને તેના વખાણની સાથે તેને ભારતનું ગૌરવ પણ ગણાવ્યું છે.”
આ ઉપરાંત અમારી વધુ તપાસમાં અમને ઈન્ડિયા ટુડે દ્વારા 9 મે, 2017 ના રોજ તેના ટ્વિટર પર મૂકવામાં આવેલો એક વીડિયો પ્રાપ્ત થયો હતો. જેમાં પણ પૂર્વ મુખ્ય ચૂંટણી અધિકારી ટી.એસ.કૃષ્ણમૂર્તિ એવું જણાવી રહ્યા છે કે, “ઈવીએમ મશીનોને આરબીઆઈમાં પડેલા નાણાં કરતાં પણ વધુ સલામતી સાથે ખવામાં આવે છે.” જે તમે નીચે જોઈ શકો છો.
આ ઉપરાંત અમને ઈન્ડિયા ટુડે દ્વારા 9 મે, 2017 ના રોજ તેના ટ્વિટર પર મૂકવામાં આવેલો વધુ એક વીડિયો પ્રાપ્ત થયો હતો. જેમાં પણ પૂર્વ મુખ્ય ચૂંટણી અધિકારી ટી.એસ.કૃષ્ણમૂર્તિ એવું જણાવી રહ્યા છે કે, “ઈવીએમમાં ગુપ્ત સુરક્ષા હોય છે જેને કારણે તેમાં છેડછાડ કરી શકાતી નથી” જે તમે નીચે જોઈ શકો છો.
આ ઉપરાંત વધુ એક ટ્વિટમાં તેઓ એવું જણાવી રહ્યા છે કે, “કોઈ પણ રાજનિતીક પાર્ટી ચૂંટણી હાર્યા બાદ તેનો દોષ ઈવીએમ મશીન પર ઢોળે છે. ” જે તમે નીચે જોઈ શકો છો.
આમ, ઉપરના તમામ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબનું કોઈ પણ વિવાદિત નિવેદન પૂર્વ મુખ્ય ચૂંટણી અધિકારી ટી.એસ.કૃષ્ણમૂર્તિ દ્વારા આપવામાં આવ્યું નથી.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ ઈવીએમને લગતું કોઈ પણ વિવાદિત નિવેદન ચૂંટણી કમિશન કે પછી પૂર્વ મુખ્ય ચૂંટણી અધિકારી ટી.એસ.કૃષ્ણમૂર્તિ દ્વારા આપવામાં આવ્યું નથી.
છબીઓ સૌજન્ય :ગુગલ

Title: શું ખરેખર પૂર્વ મુખ્ય ચૂંટણી અધિકારી ટી.એસ.કૃષ્ણમૂર્તિ દ્વારા ઈવીએમ પર આપવામાં આવ્યું વિવાદિત નિવેદન…? જાણો સત્ય…
Fact Check By: Vikas VyasResult: False
