શું ખરેખર રેલવેમાં કોઈપણ પરિક્ષા વગર ભરતી કરવામાં આવી રહી છે…? જાણો શું છે સત્ય….

False રાષ્ટ્રીય I National સામાજિક I Social

Vipul Suthar નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 11 ઓગસ્ટ 2020ના પોલીસ ભરતી – અન્ય સરકારી ભરતીના ફેસબુક પેજ પર એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “રેલવે વિભાગ માં આવી ભરતી ️ કોઈ પણ જાતની પરીક્ષા વગર ભરતી ️ 10માં ધોરણના માર્ક્સના આધારે પસંદગી કરવામાં આવશે ️ છેલ્લી તારીખ : 30/08/2020.” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 401 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 78 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 35 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “રેલવેમાં કોઈપણ પરિક્ષા વગર સિધી જ ભરતી કરવામાં આવી રહી છે.

FACEBOOK | FB POST ARCHIVE

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલી લિંકને ઓપન કરતા તેમાં પ્રસારિત આર્ટિકલ દૂર કરવામાં આવ્યો હતો. જે તમે નીચે જોઈ શકો છો.

ગુજરાતી જોબ 

ત્યારબાદ અમે ગૂગલ પર પણ આ અંગે જૂદા-જૂદા કીવર્ડ સાથે સર્ચ કરતા અમને કોઈ ખાસ પરિણામો પ્રાપ્ત થયા ન હતા.

અમે અમારી પડતાલને આગળ વધારી હતી અને રેલવે રિક્યુરમેન્ટ બોર્ડ અમદાવાદના સહાયક સચિવ મનીષ એન મહેતાનો સંપર્ક સાધ્યો હતો. તેમણે અમને જણાવ્યુ હતુ કે, “આ પ્રકારે કોઈ ભરતી રેલવે દ્વારા કરવામાં નથી આવી રહી. આ તદ્દન ખોટી વાત છે. લોકોએ આ પ્રકારની અફવાઓથી દૂર રહેવા વિંનતી છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, રેલવે દ્વારા પરિક્ષા વગર સિધી જ કોઈ ભરતી કરવામાં નથી આવી રહી. જેની પૃષ્ટી રેલવે બોર્ડના સહાયક સચિવ દ્વારા કરવામાં આવી છે.

Avatar

Title:શું ખરેખર રેલવેમાં કોઈપણ પરિક્ષા વગર ભરતી કરવામાં આવી રહી છે…? જાણો શું છે સત્ય….

Fact Check By: Yogesh Karia 

Result: False