આ બંને ન્યુઝ પ્લેટ મેન્યુપ્લેટ છે, પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને પૂર્વ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી દ્વારા આ પ્રકારે ક્યારેય નિવેદન આપવામાં આવ્યા નથી.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના ભણકારા વાગી રહ્યા છે. ત્યારે હાલમાં એબીપી અસ્મિતા અને ટીવીનાઈન ગુજરાતીનો સ્ક્રિનશોટ વાયરલ થઈ રહ્યો છે. જેમાં ભાજપાના પૂર્વ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી અને પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના કથિત વિવાદિત નિવેદન વાયરલ થઈ રહ્યા છે. આ ફોટોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ગુજરાતના પૂર્વ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી દ્વારા કથિત વિવાદિત નિવેદન આપવામાં આવ્યુ.”
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Mukesh Jadav નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 06 ઓક્ટોબર 2022ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં એબીપી અસ્મિતા ન્યુઝ ચેનલ અને ટીવીનાઈન ગુજરાતીની ન્યુઝ પ્લેટ શેર કરવામાં આવી હતી અને તેમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ગુજરાતના પૂર્વ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી દ્વારા કથિત વિવાદિત નિવેદન આપવામાં આવ્યુ હોવાનું જણાવવામાં આવ્યુ હતુ. જેમાં એબીપીની ન્યુઝ પ્લેટમાં લખવામાં આવ્યુ હતુ “ઠાકોર, દલિત કે પાટીદાર કોઈપણ સમાજ એવાં વહેમમાં ન રહે કે અમે એમનાં કારણે ચૂંટણી જીતીએ છીએ. – જીતુ વાઘાણી” તેમજ TV9ની ન્યુઝ પ્લેટમાં લખવામાં આવ્યુ હતુ કે, “કોની પાસેથી મત લેવાં એ અમને શીખવાડવું નહિં. ક્ષત્રિયો કે કોળીના મતની જરૂર નથી અમારે. – વિજય રૂપાણી”
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે ગૂગલ પર સર્ચ કર્યુ હતુ કે, આ પ્રકારે નિવેદન પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી કે જીતુ વાઘાણી દ્વારા આપવામાં આવ્યુ છે કે નહિં.? પરંતુ આ પ્રકારે કોઈ નિવેદન જીતુ વાઘાણી કે મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા આપવામાં આવ્યુ હોવાનું અમને પ્રાપ્ત થયુ ન હતુ.
ત્યાર બાદ અમે ભાજપા નેતા જીતુ વાઘાણી સાથે સાથે વાત કરી હતી. તેમણે અમને જણાવ્યુ હતુ કે, “આ ન્યુઝ પ્લેટ આ પહેલાની ચૂંટણીમાં પણ વાયરલ થઈ હતી, મારા કે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ દ્વારા આ પ્રકારે કોઈ નિવેદન આપવામાં આવ્યુ નથી. અમે આ અંગે વિધાનસભામાં વિરોધ પક્ષને કહ્યુ હતુ કે, અમારા દ્વારા આ પ્રકારે નિવેદન આપવામાં આવ્યુ હોવાનું સાબિત કરી આપે.”
ત્યાર બાદ અમે એબીપી અસ્મિતાના ચેનલ હેડ રોનક પટેલનો સંપર્ક સાધ્યો હતો. તેમણે પણ અમને જણાવ્યુ હતુ કે, “આ પહેલા પણ અમારી ન્યુઝચેનલની ન્યુઝ પ્લેટ ખોટી રીતે વાયરલ થઈ હતી. અગાઉ અમે આ અંગે ખુલાસો કરી ચુક્યા છીએ કે, એબીપી અસ્મિતા દ્વારા આ પ્રકારે કોઈ સમાચાર પ્રસારિત કરવામાં નથી આવ્યા આ ન્યુઝ પ્લેટ મેન્યુપ્લેટ છે.”
વર્ષ 2019માં પણ આ પ્રકારે અમિત શાહના નામથી એબીપી અસ્મિતાની ન્યુઝ પ્લેટ વાયરલ થઈ હતી. જેનું ફેક્ટ ચેક પણ ફેક્ટક્રેસન્ડો દ્વારા કરવામાં આવ્યુ હતુ.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, આ બંને ન્યુઝ પ્લેટ મેન્યુપ્લેટ છે, પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી દ્વારા આ પ્રકારે ક્યારેય નિવેદન આપવામાં આવ્યા નથી.
(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Title:પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને જીતુ વાઘાણીના ફેક નિવેદન વાયરલ થઈ રહ્યા… જાણો શું છે સત્ય….
Fact Check By: Frany KariaResult: False
