શું ખરેખર અમિત શાહ ઉત્તર પ્રદેશના નવા મુખ્યમંત્રી અને યોગી આદિત્યનાથ ગૃહમંત્રી બનશે…? જાણો શું છે સત્ય….

False રાજકીય I Political રાષ્ટ્રીય I National

ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો વિજય થયાના બે સપ્તાહ બાદ પણ મુખ્યમંત્રી અને મંત્રીમંડળનો શપથ સમારોહ યોજાયો નથી. તેથી જ મુખ્યમંત્રી પદને લઈને અટકળો થઈ રહી છે. આ દરમિયાન એક સમાચારનો સ્ક્રિનશોટ વાયરલ થઈ રહ્યો છે. જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, “અમિત શાહ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી બનશે અને યોગી આદિત્યનાથને દેશના ગૃહમંત્રીનું પદ આપવામાં આવશે.” 

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે કારણ કે, “અમિત શાહ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી બનશે તેવા સમાચાર ખોટા છે. આ સમાચાર માત્ર હોળી નિમિત્તે મજાક તરીકે પ્રસિદ્ધ કરવામાં આવ્યા હતા. તેમાં કોઈ સત્યતા ન હતી. યોગી આદિત્યનાથ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી બનવા જઈ રહ્યા છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Hari Desai Vamka નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 18 માર્ચ 2022ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “અમિત શાહ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી બનશે અને યોગી આદિત્યનાથને દેશના ગૃહમંત્રીનું પદ આપવામાં આવશે.”

Facebook | Fb post Archive 

FACT CHECK

પહેલા અમે વિધાનસભા પક્ષની બેઠક વિશે શોધ કરી. પરંતુ અમને એવા કોઈ સમાચાર મળ્યા નથી કે જેમાં અમિત શાહ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી બનવાની વાત હોય. વધુ તપાસ પર, અમને ફેસબુક પોસ્ટની નીચેની ટિપ્પણીઓમાં યુઝર્સ દ્વારા શેર કરાયેલ સમાચારનો વિસ્તૃત સ્ક્રીનશોટ મળ્યો. આ ફોટામાં સ્પષ્ટપણે લખવામાં આવ્યું છે કે “અમારા રિપોર્ટરે આ ત્રણ સમાચાર હોળીની મજામાં લખ્યા છે અને સત્યને રંગ મળ્યો નથી. તેથી તે જ રીતે વાંચવું જોઈએ કારણ કે હોળી વાસ્તવિક નથી.”

Archive

ફોટોમાં “પત્રિકા ડિજિટલ” વાંચી શકાય છે. કીવર્ડ સર્ચ કરતાં જાણવા મળ્યું કે, આ રાજસ્થાન પત્રિકા અખબારમાં પ્રકાશિત થયેલા સમાચારનો સ્ક્રિનશોટ છે.

આ સમાચાર હોળીના દિવસે (17 માર્ચ) ના રોજ રાજસ્થાન પત્રિકાની જયપુર આવૃત્તિમાં પૃષ્ઠ નંબર 17 પર પ્રકાશિત કરવામાં આવ્યો હતા. તમે નીચે સંપૂર્ણ પૃષ્ઠ જોઈ શકો છો.

17032022-jp-jp-23-1

ત્યારે મુખ્યમંત્રી કોણ છે?

યોગી આદિત્યનાથ 25 માર્ચે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી તરીકે શપથ લેવા જઈ રહ્યા છે. આ સમારોહ લખનઉંના ભારત રત્ન શ્રી અટલ બિહારી વાજપેયી ઇકાના ક્રિકેટ સ્ટેડિયમમાં સાંજે 4 વાગ્યે યોજાશે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, અમિત શાહ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી બનશે તેવા સમાચાર ખોટા છે. આ સમાચાર માત્ર હોળી નિમિત્તે મજાક તરીકે પ્રસિદ્ધ કરવામાં આવ્યા હતા. તેમાં કોઈ સત્યતા ન હતી. યોગી આદિત્યનાથ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી બનવા જઈ રહ્યા છે.

Avatar

Title:શું ખરેખર અમિત શાહ ઉત્તર પ્રદેશના નવા મુખ્યમંત્રી અને યોગી આદિત્યનાથ ગૃહમંત્રી બનશે…? જાણો શું છે સત્ય….

Fact Check By: Yogesh Karia 

Result: False