નટરાજ પેન્સિલ દ્વારા આ પ્રકારે કોઈ નોકરી આપવામાં આવી રહી નથી. આ મેસેજ ભ્રામક છે જેને સત્ય માનવો નહીં.

સોશિયલ મિડિયામાં એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે. જેમાં નટરાજ પેન્સિલના નામે મેસેજ શેર કરવામાં આવી રહ્યો છે. આ મેસેજ વર્ક ફોર્મ હોમને લઈ છે. આ મેસેજને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “નટરાજ પેન્સિલ કંપની દ્વારા લોકોને વર્ક ફોર્મ હોમની નોકરી આપવામાં આવી રહી છે જેમાં 30 હજાર સુધીનો પગાર આપવામાં આવી રહ્યો છે.”
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Shivaji Wayal નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 2 ડિસેમ્બર 2022ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “નટરાજ પેન્સિલ કંપની દ્વારા લોકોને વર્ક ફોર્મ હોમની નોકરી આપવામાં આવી રહી છે જેમાં 30 હજાર સુધીનો પગાર આપવામાં આવી રહ્યો છે.”

FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.
સૌપ્રથમ અમે ગૂગલ પર જૂદા-જૂદા કીવર્ડ સાથે સર્ચ કરતા અમને ઘણા પરિણો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામો પરથી અમને 26 મે 2022ના નટરાજના ઓફિશિયલ ફેસબુક પેજ પરની પોસ્ટ પ્રાપ્ત થઈ હતી. જેમાં માહિતી આપવામાં આવી હતી કે, “જો તમને નટરાજ અને અપ્સરા પેન્સિલ માટે કોઈ નોકરીની માહિતી મળે તો કૃપા કરીને તેને અવગણો. અમે ફક્ત અમારી વેબસાઇટ અને LinkedIn પર અમારી નોકરી અંગે જાહેરાત કરીએ છીએ. કૃપા કરીને નકલી પોસ્ટથી સાવચેત રહો અને છેતરપિંડીથી સાવધાન રહો.”
તેમજ 18 જાન્યુઆરી 2022ના પણ આ જ નિવેદન જાહેર કરતા નટરાજ પેન્સિલ દ્વારા જણાવવામાં આવ્યુ હતુ કે, “હિન્દુસ્તાન પેન્સિલ્સ પ્રાઈવેટ લિમિટેડ કંપની ઘરેથી પેન્સિલ કે પેન પેકિંગ માટે નોકરી આપતી નથી. તેમજ નટરાજ પેન્સિલ વિનંતી કરે છે કે તમારી અંગત વિગતો અથવા દસ્તાવેજો જેમ કે PAN કાર્ડ, આધાર કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, CVV નંબર, બેંક ખાતાની વિગતો, ATM PIN નંબર, OTP નંબર અને/અથવા કોઈપણ અન્ય વિગતો કોઈની સાથે શેર કરશો નહીં.”
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે, કારણ કે, નટરાજ પેન્સિલ દ્વારા આ પ્રકારે કોઈ નોકરીની ઓફર આપવામાં આવી રહી નથી. આ મેસેજ ભ્રામક છે. લોકોએ આ પ્રકારના ભ્રામક મેસેજથી દૂર રહેવુ જોઈએ.
(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Title:શું ખરેખર નટરાજ પેન્સિલ દ્વારા ઘર બેઠા નોકરી આપવામાં આવી રહી છે..? જાણો શું છે સત્ય….
Fact Check By: Frany KariaResult: False
