શું ખરેખર વિજય માલિયાએ ભાજપાને લંડન જતા પહેલા 35 કરોડ રૂપિયાનો ચેક આપ્યો હતો..?

False રાજકીય I Political રાષ્ટ્રીય I National

With Congress Gujarat નામના ફેસબુક પેજ દ્વારા તારીખ 29 જાન્યુઆરી 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “લંડન જતા પહેલા માલ્યા એ ભાજપ ને 35 કરોડ નું આપેલું ઇલેક્શન ફંડ.. ભાગવાની છૂટ પણ ઇલેક્શન ફંડ આપજો..” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 85 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 57 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “વિજય માલિયાએ લંડન જતા પહેલા ભાજપાને 35 કરોડ રૂપિયા ચૂંટણી ફંડ માટે આપ્યા હતા.”

FB MAIN PAGE FOR ARCHIVE.png

FACEBOOK | ARCHIVE

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. 

ઉપરોક્ત પરિણામો પરથી અમને વધૂ એક ચેક પ્રાપ્ત થયો હતો. જેમાં આમ આદમી પાર્ટીને આ રકમ આપવામાં આવ્યું હોવાનું દર્શાવવામાં આવ્યુ હતુ. જે તમે નીચે જોઈ શકો છો.

ARCHIVE

ધ્યાનથી બંને ચેકનું નિરિક્ષણ કરતા બંને ચેક એક જ હોવાનું જાણવા મળ્યુ હતુ. બંને વચ્ચેની સમાનતા અમે તમને બતાવીએ..

CHEQUE IMAGE.jpg

1. બંને ચેકમાં એક્સિસ બેંકની શાખાનું નામ એક જ છે. બંને ચેકમાં બેંકની શાખાનું નામ ચાવડી બજાર ન્યુ દિલ્હી લખવામાં આવ્યુ છે.

2. બંને ચેકમાં એકાઉન્ટર નંબર પણ એખ સરખા જ છે. 

3. બંને ચેકના ચેક નંબર 119289 110211108 000460 29 એક જ છે. 

4. બંને ચેકમાં રકમ પણ 35 કરોડ રૂપિયા છે. જે એખ સરખી જ છે.

5. ચેકમાં ખાતા ધારકનું નામ GLAMOR STEELS PRIVATE LIMITED। દર્શાવવામાં આવ્યુ છે. 

તેમજ અમે વિજય માલિયાના ઓરિજનલ હસ્તાક્ષર સાથે ચેકમાં કરવામાં આવેલા હસ્તાક્ષરની સરખામણી કરતા બંને અલગ હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યુ છે. જે તમે નીચે જોઈ શકો છો. 

VIJAY MALIA SIGNATURE.jpg

INDIAN AUTOGRAPHS

વર્ષ 2019ના એપ્રિલ મહિનામાં પણ આ ચેક આ જ દાવા સાથે વાયરલ થયો હતો. જેની પડતાલ પણ અમારી મરાઠી (FACTCRESCENDO MARATHI) ટીમ દ્વારા કરવામાં આવી હતી. 

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. છેલ્લા એક વર્ષથી વધૂ સમયથી આ ચેક ખોટી રીતે વાયરલ થઈ રહ્યો છે. લોકોમાં ભ્રામક્તા ફેલાવવા માટે આ પોસ્ટ શેર કરવામાં આવી હતી. 

Avatar

Title:શું ખરેખર વિજય માલિયાએ ભાજપાને લંડન જતા પહેલા 35 કરોડ રૂપિયાનો ચેક આપ્યો હતો..? જાણો શું છે સત્ય…

Fact Check By: Yogesh Karia 

Result: False

  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •