શું ખરેખર નમાઝ અદા કરતો ફોટો ભારતનો છે..? જાણો શું છે સત્ય……

False રાષ્ટ્રીય I National સામાજિક I Social

Jayant Patel નામના ફેસબુક યુઝર દ્વારા 4 જૂન 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. ध्यान से देखो इस फोटो मे   इसमें बसें, कार, टैक्सी, जीप, एम्बुलेंस और इनमे स्कूल जाते बच्चे, ऑफिस जाते लोग, यात्री, राही होंगेएम्बुलेंस मे पेशेंट होंगे पर इन सभी से ज्यादा जरुरी अल्लाह की इबादत है।  कोई अस्थमा, दमा, हार्ट पेशेंट मर भी जाए तो क्याइबादत पहले है ?” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 30 લોકોઓ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 3 લોકોએ તેમના પ્રતિભાવ આપ્યા હતા. તેમજ 21 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ફોટો ભારતનો છે.

FB MAIN PAGE FOR ARCHIVE.png

FACEBOOK | PHOTO ARCHIVE

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ તપાસ કાર્યવાહી હાથ ધરી હતી. સૌ પ્રથમ અમે ઉપરોક્ત ફોટોને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને મળેલા પરિણામોમાં “રોબર્ટ હાર્ડિગ.કોમ” નામની લિંક મળી હતી. લિંક માં શીર્ષકમાં લખવામાં આવેલુ હતુ કે, “બાંગ્લાદેશના ટોંગીમાં વિશ્વ ઈજ્તેમામાં મોટી સંખ્યામાં મુસ્લિમો રસ્તા પર પ્રાથના કરી રહ્યા છે.” તેમજ ફોટોગ્રાફરનું માં મો.યુસુફ તુષાર હોવાનું જણાવવામાં આવ્યું હતું. આમ, સ્પષ્ટ થઈ જાય છે કે, આ ફોટો બાંગ્લાદેશનો છે, ભારતનો નથી.  

image2.png

ARCHIVE

ગૂગલના પરિણામ પરથી અમને એજ ફોટો સ્ટોકની લિંક મળી હતી. તેમણે આ ફોટોના શીર્ષકમાં લખ્યુ હતુ કે, “બાંગ્લાદેશના ટોંગીમાં વિશ્વ ઈજ્તેમામાં મોટી સંખ્યામાં મુસ્લિમો રસ્તા પર પ્રાથના કરી રહ્યા છે.” બાંગ્લાદેશ વિશ્વ ઈજ્તેમા હજ પછી દુનિયાની બીજી મોટી મુસ્લિમ મંડળી છે. વિશ્વ ઈજ્તેમાં તંગીમાં 20 લાખ મુસ્લિમો એકઠા થાય છે. આ ફોટો બાંગ્લાદેશમાં 13 જાન્યુઆરી 2012ના લેવામાં આવી હતી.” 

image3.png

ARCHIVE

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલો દાવો અમારી પડતાલમાં ક્યાંય સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં શેર કરવામાં આવેલો ફોટો ભારતનો નહિં પરંતુ બાંગ્લાદેશનો છે.

Avatar

Title:શું ખરેખર નમાઝ અદા કરતો ફોટો ભારતનો છે..? જાણો શું છે સત્ય……

Fact Check By: Frany Karia 

Result: False