શું ખરેખર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તિરંગાનું અપમાન કર્યું…? જાણો શું છે સત્ય….

False રાજકીય I Political રાષ્ટ્રીય I National

ભરૂચ વાગરા આમોદ જંબુસર અંકલેશ્વર મુસ્લિમ કોમ્યુનિટી ઓગોૅનાઈજેશન  નામના ફેસબુક પેજ દ્વારા 29 સપ્ટેમ્બર,2019   ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને તુર્કીના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી રિસેપ તૈયપ એર્દોગનના ફોટા સાથે એવો દાવો કરવામાં આવ્યો છે કે, ઉપરના ફોટોમાં તુર્કીના ભૂતપૂર્વ વડાપ્રધાન રિસેપ તૈયપ એર્દોગન દ્વારા તેમના દેશના રાષ્ટ્રધ્વજનું સન્માન કરવામાં આવે છે જ્યારે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ભારતીય રાષ્ટ્રધ્વજ તિરંગાનું અપમાન કરતા દેખાડવામાં આવ્યા છે. આ પોસ્ટને 66 લોકો દ્વારા લાઈક કરવામાં આવી હતી. એક વ્યક્તિએ પોતાનો મત રજૂ કર્યો હતો. તેમજ 26 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહેલી આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી હાથ ધરી હતી.

screenshot-www.facebook.com-2019.10.15-09_56_46.png

Facebook Post | Archive | Post Archive

સંશોધન

સૌપ્રથમ પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પોસ્ટમાં મૂકવામાં આવેલા બંને ફોટો કોના અને ક્યારના છે એ જાણવું જરૂરી જણાતા અમે પ્રથમ ફોટોને ગુગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતાં અમને એ માલૂમ પડ્યું હતું કે, પ્રથમ ફોટો તુર્કીના ભૂતપૂર્વ વડાપ્રધાન રિસેપ તૈયપ એર્દોગનનો છે. જે રશિયાના પિટ્સબર્ગ ખાતે મળેલી જી20 સમિટ વખતનો વર્ષ 2013નો છે. જેમાં રિસેપ તૈયપ એર્દોગન પોતાના દેશના રાષ્ટ્રધ્વજને જમીન પર પડેલો જોઈને તેને સાચવીને ઉપર શર્ટના ખિસ્સામાં મૂકતા નજરે પડી રહ્યા છે. આ ઘટનાની તે સમયે ઘણા બધા મીડિયા હાઉસ દ્વારા માહિતી પ્રસારિત કરવામાં આવી હતી. જે તમે નીચે જોઈ શકો છો.

screenshot-www.kompasiana.com-2019.10.15-10_23_31.png

kompasiana.com

ત્યાર બાદ અમે અમારી તપાસ આગળ વધારતાં બીજો ફોટો જે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો છે જેમાં તેઓ યોગ કરતા નજરે પડી રહ્યા છે તેથી અમે ગુગલનો સહારો લઈ International Yoga Day Narendra Modi સર્ચ કરતાં મળેલા પરિણામો પરથી અમને વીકિપીડિયા દ્વારા માહિતી પ્રાપ્ત થઈ હતી કે, આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 21 જૂન, 2015 ના રોજથી ઉજવવામાં આવે છે. આ દિવસને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઘોષિત કરવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા UN (યુનાઈટેડ નેશન્સ)માં પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો. 21 જૂન લાંબામાં લાંબો દિવસ હોવા ઉપરાંત આ દિવસનું ઘણી જગ્યાઓ પર મહત્વ પણ છે અને તેના કારણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ દિવસને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે મનાવવાનો પ્રસ્તાવ 27 સપ્ટેમ્બર, 2014 ના રોજ રજૂ કર્યો હતો. UNGA (યુનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બલી)ના તમામ સભ્યો દ્વારા તેને સહમતી આપવામાં આવી હતી. ત્યારથી લઈને આજ સુધી 5 આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવામાં આવ્યા છે. તેથી જ અમે આંતરરાષ્ટ્રીય યોગ દિવસથી અમારા સંશોધનની શરૂઆત કરી. ત્યાર બાદ અમે ગુગલમાં 1st International Yoga Day Narendra Modi 2015 સર્ચ કરતાં અમને પ્રાપત થયોલા પરિણામોમાં ઈકોનોમિક ટાઈમ્સ અને ઈન્ડિયા ટુડે દ્વારા પ્રસારિત કરવામાં આવેલા સમાચાર પ્રાપ્ત થયા હતા. જેમાં તમે પોસ્ટમાં મૂકવામાં આવેલા પ્રધાનમંત્રીએ પહેરેલા પોશાક સાથેના ફોટોને મળતા કેટલાક ફોટો અમને પ્રાપ્ત થયા હતા. આ સંપૂર્ણ સમાચાર તમે નીચે જોઈ શકો છો.

image8.jpg

Archive

image9.jpg

Archive

આ ઉપરાંત અમારી વધુ તપાસમાં અમને ઈન્ડિયા ટુડે દ્વારા 21 જૂન, 2015 ના રોજ પ્રસારિત કરવામાં આવેલા સમાચાર પરથી એ માહિતી પણ મળી હતી કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંપૂર્ણ સફેદ કપડાં તેમજ તિરંગા જેવા રંગનો દુપટ્ટો પહેર્યો હતો.

image2.jpg

Archive

પ્રધાનમંત્રીના તમામ ફોટો ધ્યાનથી જોતાં અમને તેમના દ્વારા ઉપયોગમાં લેવામાં આવેલા દુપટ્ટા પર ક્યાંય પણ અશોક ચક્ર દેખાતું ન હતું. બીજા અન્ય ફોટો જોયા બાદ એ સ્પષ્ટ સાબિત થતું હતું કે, પ્રધાનમંત્રી દ્વારા ગળા પર વીટવામાં આવેલ રાષ્ટ્રીય ધ્વજ તિરંગો નહીં પરંતુ તિરંગાના રંગ જેવો એખ દુપટ્ટો છે.

આ બાબતની પુષ્ટિ કરવા માટે અમે યુટ્યુબનો સહારો લઈ 1st International Yoga Day સર્ચ કરતાં અમને દૂરદર્શન દ્વારા પ્રસારિત કરવામાં આવેલો કાર્યક્રમનો સંપૂર્ણ વીડિયો પ્રાપ્ત થયો હતો. આ વીડિયોમાં 21.41 મિનિટથી 21.51 મિનિટની વચ્ચે તમે પ્રધાનમંત્રીને કાર્યક્રમ સ્થળ પર પહોંચતા જોઈ શકો છો. જેમાં તમને સ્પષ્ટ દેખાશે કે પ્રધાનમંત્રીના ગળામાં તિરંગાના રંગનો દુપટ્ટો છે પણ તિરંગો નથી. ત્યાર બાદ તમે 54.48 મિનિટથી 54.50 મિનિટના સમયમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગળામાં રહેલા દુપટ્ટાનો ઉપયોગ કરીને પરસેવો લૂછી રહ્યા હોવાનું તમે જોઈ શકો છો. આ સંપૂર્ણ વીડિયો તમે નીચે જોઈ શકો છો.

Archive

ત્યાર બાદ અમે ગુગલ પર use the tricolor without ashok chakra કીવર્ડ સર્ચ કરતાં અમને ઝીન્યૂઝ દ્વારા 25 ફેબ્રુઆરી, 2005 ના રોજ પ્રસારિત કરવામાં આવેલા એખ સમાચાર પ્રાપ્ત થયા હતા. જેમાં ભારત સરકાર દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે, તિરંગાના રંગવાળું કપડું તિરંગો કહેવાતું નથી. જ્યાં સુધી આ ત્રણ રંગોની વચ્ચે અશોક ચક્ર નથી હોતું ત્યાં સુધી તેને રાષ્ટ્રધ્વજ કહેવામાં નથી આવતો. આ સમાચાર ભારતીય ક્રિકેટ ટીમના ડ્રેસ અને હેલમેટ પર રહેલા તિરંગાના સંદર્ભમાં તત્કાલીન ગૃહમંત્રી શિવરાજ પાટીલ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી હતી. આસંપૂર્ણ સમાચાર તમે નીચે જોઈ શકો છો.

image7.jpg

Archive

image6.jpg

ઉપરોક્ત તમામ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના તમામ ફોટો 21 જૂન, 2015 ના રોજના કાર્યક્રમના છે. જેમાં તેમણે સંપૂર્ણ સફેદ કપડાં પહેર્યા છે તેમજ તિરંગાના રંગવાળો દુપટ્ટો ગળામાં વીંટળ્યો હતો. જેનાથી તેણે પરસેવો લૂછ્યો હતો. પરંતુ તે તિરંગો નથી.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના તમામ ફોટો 21 જૂન, 2015 ના રોજના કાર્યક્રમના છે. જેમાં તેમણે સંપૂર્ણ સફેદ કપડાં પહેર્યા છે તેમજ તિરંગાના રંગવાળો દુપટ્ટો ગળામાં વીંટળ્યો છે નહીં કે તિરંગો.

છબીઓ સૌજન્ય : ગુગલ

Avatar

Title:શું ખરેખર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તિરંગાનું અપમાન કર્યું…? જાણો શું છે સત્ય….

Fact Check By: Vikas Vyas 

Result: False