
Nilesh Bharodiya Patidar નામના ફેસબુક યુઝર દ્વારા 25 જૂન, 2019ના રોજ 1 કરોડ પાટીદાર નું ફેસબૂક ગ્રુપ ?(1 પાટીદાર બીજા 100 પાટીદારો ને જોડે) પબ્લિક ગ્રુપમાં એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, પાની કી એક એક બુંદ શહીદો કે નામ. સેના જલ પીવાથી માનો કે રોજ 1 કરોડ લોકો પીવે તો 1 રૂપીયો જો નફો ગણીએ તો રોજ એક કરોડ નફો થાય તે શહીદોને મળશે, માટે કોણ કોણ સેનાં જળ પીશે ? જે સેના જળ પીવાના હોય તે કોમેન્ટ માં યસ લખે. ખૂબ ખૂબ આભાર 400+ likes અને કોમેન્ટ માટે ??????????. ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને 2100 લોકોએ લાઈક કરી હતી. 281 લોકો દ્વારા પોસ્ટ પર પ્રતિભાવ આપવામાં આવ્યા હતા. તેમજ 136 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહેલી આ પોસ્ટનું સત્ય જાણવું ખૂબ જ જરૂરી હોવાથી અમે અમારી તપાસ કાર્યવાહી હાથ ધરી હતી.

Facebook Post | Archive | Photo Archive
સંશોધન
ઉપરોક્ત પોસ્ટમાં જણાવ્યા પ્રમાણે શું ખરેખર સેના જળ નામની કોઈ પાણીની બોટલ ભારતીય સેના દ્વારા બનાવવામાં આવે છે કે કેમ? અને જો બનાવવામાં આવતી હોય તો તે બજારમાં ઉપલબ્ધ છે કે કેમ? એ જાણવું જરૂરી જણાતાં અમે અમારી તપાસ કાર્યવાહી હાથ ધરી હતી. આ માટે સૌ પ્રથમ અમે ગુગલનો સહારો લઈ સેના જલ સર્ચ કરતાં અમને નીચેના પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરોક્ત પરિણામોમાં અમને પોસ્ટમાં સેના જળની પાણીની બોટલ સાથે કરવામાં આવેલા દાવા અંગે ઘણી બધી માહિતી પ્રાપ્ત થઈ હતી. જે તમે નીચે જોઈ શકો છો.
akilanews.com | iamgujarat.com |
Archive | Article Archive |
24 જાન્યુઆરી, 2018 ના રોજ પ્રસારિત થયેલા ઉપરોક્ત બંને સમાચાર ધ્યાનથી વાંચતા અમને એ માલૂમ પડ્યું કે, આર્મી વાઇવ્ઝ વેલ્ફેર એસોસીએશન (AWWA) ‘સેના જળ’ નામે બોટલ્ડ ડ્રિંકિંગ વોટર વેચીને સૈનિકોના પરિવારોને મદદ કરશે. ‘સેના જળ’ના એક બોટલ પાણીની કિંમત છ રૂપિયા નક્કી કરવામાં આવી છે. આર્મી ચીફ જનરલ બિપિન રાવતના પત્નિ મધુલિકા રાવતના પ્રમુખ પદ હેઠળના સંગઠન AWWA દ્વારા બોટલ્ડ ડ્રિંકિંગ વોટરના વેચાણ દ્વારા થનારી આવકનો ઉપયોગ લશ્કરના જવાનો અને શહીદોની પત્નિઓના કલ્યાણ માટે કરવામાં આવશે.
આ બંને સમાચારની માહિતી પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, આર્મી વાઇવ્ઝ વેલ્ફેર એસોસીએશન (AWWA) ‘સેના જળ’ નામે બોટલ્ડ ડ્રિંકિંગ વોટર વેચીને સૈનિકોના પરિવારોને મદદ કરવામાં આવશે પરંતુ એ માહિતી ક્યાંય નથી કે બજારમાં અન્ય પાણીની બોટલની સામે સેના જળની પાણીની બોટલ પણ વેચાણ માટે ઉપલબ્ધ છે.
સેના જળ ની જ્યારે શરૂઆત કરવામાં આવી તે સમયે ANI દ્વારા 20 જાન્યુઆરી, 2018 ના રોજ ટ્વિટર પર ટ્વિટ પણ કરવામાં આવી હતી. જે તમે નીચે જોઈ શકો છો.
Sena Jal, an initiative of the Army Wives Welfare Association (AWWA), bottles being sold at Rs 6 each; the money collected will be used in the welfare of soldiers & war widows pic.twitter.com/8YmbHYk1xO
— ANI (@ANI) January 20, 2018
અમારી તપાસને વધુ મજબૂત બનાવવા માટે અમે આર્મી વાઇવ્ઝ વેલ્ફેર એસોસીએશન (AWWA) ની વેબસાઈટની મુલાકાત લીધી હતી. પરંતુ ત્યાં પણ સેના જળ ફક્ત સેનાના જવાનો માટે અને તેમના કાર્યક્રમોમાં જ વપરાતું હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. વધુમાં અમે આ અંગે આર્મી વાઇવ્ઝ વેલ્ફેર એસોસીએશન (AWWA) ના ફરજ પરના અધિકારી સાથે પોસ્ટમાં મૂકવામાં આવેલી માહિતી અંગે વાત કરતાં તેઓએ અમને જણાવ્યું હતું કે, “સેના જળનો ઉપયોગ આજ રોજ 27 જૂન, 2019 સુધી તો ભારતીય સેના માટે અને તેના દ્વારા યોજાતા કાર્યક્રમોમાં જ વપરાય છે. હજુ સુધી પાણીની બોટલનું બજારમાં વેચાણ કરવામાં નથી આવતું.”

આ ઉપરાંત સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થતી સેના જળ નામની પાણીની બોટલ આર્મી વાઇવ્ઝ વેલ્ફેર એસોસીએશન (AWWA) દ્વારા બનાવવામાં આવે છે અને તેનો ઉપયોગ ફક્ત ભારતીય સેના માટે અને તેના દ્વારા યોજાતા કાર્યક્રમોમાં જ થાય છે. હજુ સુધી પાણીની બોટલનું બજારમાં વેચાણ કરવામાં આવતું નથી. આ માહિતીની સત્યતા ઉજાગર કરતા બે વીડિયો પ્રાપ્ત થયા હતા. જે તમે નીચે જોઈ શકો છો.
ઉપરના તમામ પરિણામો પરથી એ સાબિત થાય છે કે, સેના જળનો ઉપયોગ ફક્ત ભારતીય સેના માટે અને તેના દ્વારા યોજાતા કાર્યક્રમોમાં જ થાય છે. હજુ સુધી પાણીની બોટલનું બજારમાં વેચાણ કરવામાં આવતું નથી.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો મિશ્રિત સાબિત થાય છે કારણ કે, સેના જળ નામની પાણીની બોટલ આર્મી વાઇવ્ઝ વેલ્ફેર એસોસીએશન (AWWA) દ્વારા બનાવવામાં આવે છે, પરંતુ તેનો ઉપયોગ ફક્ત ભારતીય સેના માટે અને તેના દ્વારા યોજાતા કાર્યક્રમોમાં જ થાય છે. હજુ સુધી પાણીની બોટલનું બજારમાં વેચાણ કરવામાં આવતું નથી.
છબીઓ સૌજન્ય: ગુગલ

Title:શું ખરેખર બજારમાં ભારતીય સેના દ્વારા બનાવવામાં આવેલી ‘સેના જળ’ નામની પાણીની બોટલ મળી રહી છે…? જાણો સત્ય…
Fact Check By: Dhiraj VyasResult: Mixture
