
Bhikhubhai jethva નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 2 ઓક્ટબર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “આ નિર્ભયા નંબર છે. તે તમારી પત્ની , પુત્રી,બહેન, મિત્ર કે અન્ય કોઈ સ્ત્રીઓ ને મોકલો. ઇમરજન્સી માં આ નંબર પર ખાલી મેસેજ અથવા મિસ્કોલ કરો. પોલિસ તમારું લોકેશન શોધીને તમારી મદદે આવી જશે.” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 10 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 6 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “09833312222 નંબર પર કોઈ પણ મહિલા સંપર્ક કરશે તો પોલીસ આ મહિલાનું લોકેશન શોધી અને તેની મદદ કરવા પહોંચી જશે.”

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌ-પ્રથમ અમે ગૂગલ પર “Nirbhaya helpline” લખતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.
પરંતુ ઉપરોક્ત નંબર અંગે માહિતી આપતા બે અહેવાલ પ્રાપ્ત થયા હતા. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, મુબંઈ રેલવેમાં મુસાફરી કરતી મહિલાઓની સુરક્ષા માટે વર્ષ 2015માં રેલવે પોલીસ દ્વારા નિર્ભયા હેલ્પલાઈન શરૂ કરવામાં આવી હતી. આ હેલ્પલાઈન ફક્ત ને ફક્ત મુંબઈ ટ્રેનમાં મુસાફરી કરતી મહિલાઓ માટે જ શરૂ કરવામાં આવી હોવાનું પણ જણાવવામાં આવ્યુ હતુ. જે બંને આર્ટીકલ આપ નીચે વાંચી શકો છો.


ત્યારબાદ અમે 09833312222 નંબર ફોન કરતા તે બંધ બતાવ્યો હતો. તેથી અમે ગૂગલ પર જૂદા-જૂદા કી-વર્ડ સાથે સર્ચ કરતા અમને મુંબઈ રેલવે કમિશ્નરની ઓફિશિયલ વેબસાઈટ પ્રાપ્ત થઈ હતી. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, નિર્ભયા હેલ્પલાઈન નંબર 1 ફેબ્રુઆરી 2018થી બંધ કરી દેવામાં આવી હોવાનું જણાવવામાં આવ્યુ હતું. તેમજ તેની જગ્યા 1512 નંબર હાલમાં શરૂ કરવામાં આવ્યો હોવાની માહિતી આપવામાં આવી હતી. જે તમે નીચે જોઈ શકો છો.

આમ, ઉપરોક્ત પડતાલ પરથી સાબિત થાય છે કે, પોસ્ટમાં શેર કરવામાં આવેલો નંબર માત્ર ને માત્ર મુબંઈની રેલ્વેમાં મુસાફરી કરતી મહિલાઓ માટે જ ચાલુ કરવામાં આવ્યો હતો. જે નંબર 1 ફેબ્રુઆરી 2018ના રેલવે દ્વારા બંધ કરી દેવામાં આવ્યો હતો.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં શેર કરવામાં આવેલો નંબર માત્ર ને માત્ર મુબંઈની રેલ્વેમાં મુસાફરી કરતી મહિલાઓ માટે જ ચાલુ કરવામાં આવ્યો હતો. જે નંબર 1 ફેબ્રુઆરી 2018ના રેલવે દ્વારા બંધ કરી દેવામાં આવ્યો હતો.

Title:શું ખરેખર આ નંબરનો સંપર્ક કરવાથી પોલીસ મહિલાની મદદ કરવા પહોંચી જશે..? જાણો શું છે સત્ય…
Fact Check By: Yogesh KariaResult: False
