
Mojemastram- મોજે મસ્તરામ નામના એક ફેસબુક પેજ દ્વારા તારીખ 28 મે 2019ના રોજ એક અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો. જેમાં એવું લખ્યું હતું કે, આ વસ્તુના માત્ર 3 દાણા ખાવાથી ૧ અઠવાડિયામા જ ગમે તેવુ કેન્સર પણ થઈ જશે નાબુદ…. ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને 89 લોકો દ્વારા લાઈક કરવામાં આવી હતી.. તેમજ 82 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. ઉપરોક્ત પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, આ વસ્તુના માત્ર 3 દાણાખાવાથી 1 અઠવાડિયામાં જ ગમે તેવુ કેન્સર પણ નાબુદ થઈ જશે…
સંશોધન
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવા અંગેની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી હાથ ધરી હતી. સૌપ્રથમ જો આ પ્રકારે કેન્સરનો રોગ નાબુદ થઈ શકતો હોય તો ગુજરાતી વેબસાઈટ સિવાય અન્ય વેબસાઈટ પર પણ ક્યાંક ને ક્યાંક તો આ અંગે પોતાના મંતવ્ય આપવામાં આવ્યા જ હોય. તેથી અમે સૌપ્રથમ ગૂગલ પર क्या सही में एक हप्ते मे मीट शकता है केन्सर? લખતા અમને નીચે મુજબના પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરોક્ત પરિણામોમાં અમને ક્યાંય પણ પોસ્ટમાં કરવામાં આવેલા દાવા પ્રમાણેની વિગતો પ્રાપ્ત થઈ ન હતી. ત્યાર બાદ અમે યુટ્યુબનો સહારો લીધો હતો અને ત્યાં પણ અમે क्या सही में एक हप्ते मे मीट शकता है केन्सर? લખતા અમને નીચેના પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરના પરિણામોમાં પણ અમને પોસ્ટમાં કરવામાં દાવા અંગે કોઈ ઠોસ પરિણામ ન મળતાં અમે અમારી તપાસને આગળ વધારી હતી. ત્યાર બાદ અમે પોસ્ટના આર્ટિકલના લખાણ મજબ ગુગલમાં સફેદ મરીના 3 દાણા રોજ ખાવાથી મટી જશે કેન્સર સર્ચ કરતા અમને નીચેના પરિણામ પ્રાપ્ત થયા હતા.

ઉપરના પરિણામોમાં પણ અમને પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ કોઈ માહિતી ન મળતાં અમે યુટ્યુબમાં સફેદ મરીના 3 દાણા રોજ ખાવાથી મટી જશે કેન્સર સર્ચ કરતાં અમને નીચેના પરિણામો પ્રાપ્ત થયા હતા.

યુટ્યુબ પર પણ ક્યાંય એક અઠવાડિયામાં સફેદ મરી ખાવાથી કેન્સર મટી જાય એવી કોઈ જ માહિતી અમને પ્રાપ્ત થઈ ન હતી. તેથી સંશોધનના અંતે અમે આયુર્વેદના નિષ્ણાત ડૉ. ગિરિશ કટેરિયા સાથે આ અંગે વાત કરતાં તેઓએ અમને જણાવ્યું હતું કે, “આ પ્રકારનો કોઈ ઉપચાર આયુર્વેદમાં નથી, તેમજ શાસ્ત્રમાં પણ આ પ્રકારે કોઈ ઉપચાર થતો હોવાનું જણાવવામાં આવ્યું નથી, જો કે, કોઈ વ્યક્તિ દ્વારા ઘરેલુ ઉપચાર કરવામાં આવ્યો હોય અને પરિણામ મળ્યું હોય તો તેને નકારી શકાય નહીં”

પરિણામ
આમ, ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો અમારી પડતાલમાં ખોટો સાબિત થાય છે. કારણ કે, હજુ સુધી કેન્સરને એક અઠવાડિયામાં જ નાબુદ કરી શકે એવી કોઈ દવા, ઔષધી, કે કોઈ ઉપચાર શોધાયો જ નથી.
છબીઓ સૌજન્ય: ગુગલ

Title:શું ખરેખર એક અઠવાડિયામાં જ મટી જશે કેન્સર…? જાણો શું છે સત્ય…
Fact Check By: Dhiraj VyasResult: False
