
તાજેતરમાં એક 4masti.com નામની વેબસાઈટના માધ્યમથી જીવલેણ ગણાતા કેન્સરનો ઈલાજ મળી ગયો છે. એવી એક પોસ્ટ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે. આ ઉપરાંત એમાં એવું પણ લખવામાં આવ્યું છે કે કોઈ પણ સ્ટેજનું કેન્સર 48 કલાકમાં ખતમ થઈ જશે. વધુમાં જણાવાયું હતું કે, કેલિફોર્નિયા યુનિવર્સિટીમાં કેન્સરના દર્દીઓ ઉપર શોધમાં ખુલાસો થયો છે કે, કેન્સરના દર્દીઓને દ્રાક્ષના બીજના રસનું સેવન કરાવવામાં આવે તો ઘણા ઝડપથી તેના સારા પરિણામ મળી શકે છે. કોલેજના પ્રોફેસર ડૉ.હર્દીન .બી. જોન્સને એક સમાચારમાં જણાવ્યું હતું કે, લગભગ 25 વર્ષ સુધી ચાલેલી આ શોધમાં સામે આવ્યું છે કે, દ્રાક્ષના બીજમાંથી નીકળતો રસ આ બીમારીમાં બહુ જ ઝડપથી કામ કરી રહ્યો હતો. તેમણે વધુમાં જણાવ્યું કે, તે એટલી ઝડપથી પોતાની અસર દેખાડી રહ્યો હતો કે લગભગ 48 કલાકની અંદર જ આપણી સામે પરિણામ આવવાના શરૂ થઈ ગયા હતા.
આ ઉપરાંત કેટલાક ફેસબુક યુઝર તેમજ ફેસબુક પેજ પર પણ આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. Gujju Fan Club નામના ફેસબુક પેજ પર આ પોસ્ટને 4 એપ્રિલ, 2019 ના રોજ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટને 780 થી વધુ લોકોએ લાઈક કરી હતી, 16 લોકોએ પોતાની પ્રતિક્રિયાઓ આપી હતી તેમજ 1000 થી વધુ લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. ખૂબ જ ઝડપથી વાયરલ થતી આ પોસ્ટની સત્યતા જાણવાનો અમે નિર્ણય કર્યો અને ત્યાર બાદ અમે આ પોસ્ટની પડતાલ/તપાસ શરૂ કરી.

નીચે આપેલી કેટલીક અન્ય લિંક પર પણ તમે આ માહિતીને વિસ્તૃત જોઈ શકો છો.
સંશોધન
સોશિયલ મીડિયા તેમજ ફેસબુક પર પર વાયરલ થઈ રહેલી આ પોસ્ટનું સત્ય જાણવું ખૂબ જ જરૂરી હતું જેને પરીણામે અમે સંશોધનની શરૂઆત કરી. સંશોધનમાં સૌપ્રથમ અમે કેલિફોર્નિયા યુનિવર્સિટીની વેબસાઈટ પર તપાસ હાથ ધરી. પરંતુ અમને આ વાતને સમર્થન કરતી કોઈ પણ માહિતી પ્રાપ્ત થઈ ન હતી. ડૉ. હર્દિન.બી.જોન્સે કેન્સર પર શોધ કરી હતી પરંતુ તેમણે 1978 સુધી જ યુનિવર્સિટીમાં શોધકાર્ય કર્યું હતું. નીચેની લિંકમાં તમે ડૉ.હર્દીન.બી.જોન્સ વિશે વધુ જાણકારી મેળવી શકો છો.
ભોપાલની ખાનગી હોસ્પિટલના એક નિષ્ણાત ડૉ.નજીમ અલીએ કહ્યું છે કે, સત્યતા એ છે કે, દ્રાક્ષમાં ખૂબ જ માત્રામાં કેલેરી, ફાઈબર, વિટામીન સી અને વિટામીન ડી હોય છે. તેમજ ગ્લુકોઝ, મેગ્નેશિયમ, સાયટ્રિક એસિડ જેવા તત્વો પણ હોય છે. જેના સેવનથી તમે કેન્સર, કિડની અને પિળીયાની બીમારીથી રાહત મેળવી શકો છો. દ્રાક્ષ ખાદ્ય પદાર્થોમાં રહેલી જેએનકે કેન્સર કોષિકાઓને 76 ટકા ખતમ કરી નાંખે છે. નિષ્ણાતોના મત મુજબ દ્રાક્ષનું નિયમિત સેવન કરવાથી કેન્સર જેવા રોગમાં 48 કલાકમાં સકારાત્મક અસર જોવા મળે છે. પત્રિકા નામની વેબસાઈટ પર પણ તમે નિષ્ણાતોનો મત જોઈ શકો છો.

પરિણામ:
સંશોધનના અંતમાં અમે એ પરિણામ પર પહોંચ્યા છીએ કે, દ્રાક્ષના સેવનથી 48 કલાકમાં કેન્સર ખતમ થઈ જાય છે એ દાવો સંપૂર્ણ રીતે ખોટો સાબિત થાય છે. પરંતુ માત્ર એટલું જ સત્ય છે કે, દ્રાક્ષના બીજ ખાવાથી કેન્સર જેવી બીમારીઓથી તમે બચી શકો છો. માટે આ પ્રકારના દાવા ખોટા સાબિત થાય છે જેને ખોટા પુરાવા સાથે ફેલાવવામાં આવે છે.
છબીઓ સૌજન્ય: ગુગલ

Title:શું ખરેખર મળી ગયો કેન્સરનો ઈલાજ? 48 કલાકમાં ખતમ થઈ જશે કોઈ પણ સ્ટેજનું કેન્સર! જાણો શું છે સત્ય…
Fact Check By: Dhiraj VyasResult: False
