સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા નરેન્દ્ર મોદીના ભાઈના ઘરનું જાણો શું છે સત્ય…

રાજકીય I Political

ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે ત્યારે જુદા જુદા મીડિયાના માધ્યમથી અનેક ખોટા સમાચારો લોકો સુધી પહોંચતા હોય છે ત્યારે તાજેતરમાં Sanjay Gadhia Thakkar નામના વ્યક્તિ દ્વારા 3 એપ્રિલ, 2019 ના રોજ તેના ફેસબુક પર એક ફોટો અપલોડ કરવામાં આવ્યો છે. જેમાં એક આલિશાન મકાન દર્શાવવામાં આવ્યું છે અને તેના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, મોદીના ભાઈ જે પેટ્રોલ પંપ પર કામ કરે છે એનું નાનું એવું મકાન.  આ પોસ્ટને 1000 થી વધુ લોકોએ લાઈક કરી છે. 238 લોકોએ તેના પર પોતાના પ્રતિભાવ રજૂ કર્યા છે ઉપરાંત 339 જેટલા લોકોએ આ પોસ્ટને શેર પણ કરી હતી. આટલું જ નહીં પરંતુ અન્ય કેટલાય પેજ અને ફેસબુક યુઝર દ્વારા પણ આ પોસ્ટને શેર કરવામાં આવી છે. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહેલી આ પોસ્ટનું સત્ય જાણવું ખૂબ જ જરૂરી હતું. જેના પરિણામે અમે આ પોસ્ટની સત્યતા જાણવા માટે અમારી પડતાલ/તપાસ હાથ ધરી.

Archive Link

સંશોધન

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી આ પોસ્ટની સત્યતા જાણવા માટે અમે સૌપ્રથમ ગુગલ રિવર્સ ઈમેજ અને યાન્ડેક્ષ બ્રાઉઝરનો સહારો લીધો. જેમાં અમને નીચે મુજબના પરિણામ પ્રાપ્ત થયા.

પરંતુ ઉપરના પરિણામો પરથી પોસ્ટ વિશેની સત્યતા અંગે કોઈ પણ પ્રકારની માહિતી મળતી ન હોવાથી અમે હજુ પણ આગળ તપાસ ચાલુ રાખી. ત્યાર બાદ અમે નરેન્દ્ર મોદીના ભાઈ પ્રહલાદ મોદી કે જે પોતે સમગ્ર ગુજરાતની સસ્તા અનાજની દુકાનના પ્રમુખ છે તેમની સાથે ફોન પર વાત કરી તો તેઓએ જણાવ્યું કે, મારૂ આવું કોઈ જ મકાન નથી અને લગભગ 2 વર્ષ પહેલાં પણ હું પ્રકારની અફવાઓથી ઘેરાયો હતો અને મેં મારી પ્રતિક્રિયા પણ આપી હતી.

વધુમાં અમને રિસર્ચ કરતાં એ પણ જાણવા મળ્યું હતું કે, નરેન્દ્ર મોદીના કોઈ પણ સગા ભાઈ પેટ્રોલપંપ પર કામ કરતા નથી. અને જે પેટ્રોલપંપ પર કામ કરે છે તે નરેન્દ્ર મોદીના પિતરાઈ ભાઈ ભરતભાઈ છે. અંતમાં અમને નરેન્દ્ર મોદીના પરિવાર અંગેની માહિતીનો સંપૂર્ણ વીડિયો પ્રાપ્ત થયો. 14 મિનિટના આ વીડિયોમાં પણ આવા આલિશાન મકાન અંગે કોઈ જ માહિતી પ્રાપ્ત થતી નથી. આ અંગેનો સંપૂર્ણ વીડિયો તમે નીચે જોઈ શકો છો.

મોદી પરિવાર અંગેની માહિતી

yARCHIVE LINK

પરિણામ:

સંશોધનના અંતમાં અમે એ પરિણામ પર પહોંચ્યા છીએ કે, મોદીના કોઈ પણ સગા ભાઈ પેટ્રોલપંપ પર કામ કરતા નથી અને તેમના કોઈ પણ સગા ભાઈનું આ મકાન નથી. અને જે પેટ્રોલપંપ પર કામ કરે છે એ તેમના પિતરાઈ ભાઈ ભરતભાઈ છે. જેને પરિણામે આ દાવો સંપૂર્ણ રીતે ખોટો સાબિત થાય છે.

છબીઓ સૌજન્ય: ગુગલ

Avatar

Title:સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા નરેન્દ્ર મોદીના ભાઈના ઘરનું જાણો શું છે સત્ય…

Fact Check By: Dhiraj Vyas 

Result: False

2 thoughts on “સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા નરેન્દ્ર મોદીના ભાઈના ઘરનું જાણો શું છે સત્ય…

  1. Apart from modi if any fake post or messages posted for other party leaders are being verified by you and do you tell them that this is not fact or you do service for only one leader

    1. If you have any content that needs to be fact-checked regarding any political leader or organization, please send it to us. All such fact checking is done from a neutral stand point without any prejudice to either party in keeping with the guidelines of the International Factchecking network.

Comments are closed.