
મેરા ન્યુઝ નામના એક ન્યુઝ પોર્ટલ દ્વારા 23 એપ્રિલ, 2019 ના રોજ એક આર્ટિકલ મૂકવામાં આવ્યો હતો. આ આર્ટિકલના શીર્ષકમાં એવું લખેલું છે કે, રાફેલ મામલે “ચોકીદાર ચોર હૈ” નિવેદન પર રાહુલ ગાંધીએ સુપ્રિમ કોર્ટમાં માફી માંગી. સપ્રિમ કોર્ટે રાફેલ મુદ્દે લીક થયેલ દસ્તાવેજોને માન્ય ગણીને ડીલ પર ફેરવિચારણા અપીલને સ્વીકાર કરી હતી. સુપ્રિમ કોર્ટના આ નિર્ણયને લઈને રાહુલ ગાંધીએ સુપ્રિમ કોર્ટના નામનો ઉપયોગ કરીને એવું કહ્યું હતું કે હવે સુપ્રિમ કોર્ટે પણ માની લીધુ છે કે ચોકીદાર ચોર છે. જેને પરિણામે ભાજપના નેતા મિનાક્ષી લેખી દ્વારા આ નિવેદનને લઈ સુપ્રિમ કોર્ટના અનાદરની અપીલ દાખલ કરવામાં આવી હતી. ત્યાર બાદ રાહુલ ગાંધીએ કહ્યુ હતું કે ચૂંટણીના માહોલમાં આવેશમાં આવીને મારાથી આ નિવેદન અપાયું હતું. મારો ઈરાદો કોર્ટના આદેશને ખોટી રીતે પ્રસ્તુત કરવાનો ન હતો. આ બાબતે રાહુલ ગાંધીએ દુખ વ્યક્ત કર્યું હતું. સોશિયલ મીડિયા પર ધૂમ મચાવતા આ આર્ટિકલનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે આ આર્ટિકલને લઈને અમારી પડતાલ/તપાસ કાર્યવાહી હાથ ધરી.
Mera News | Archive
સંશોધન
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી પોસ્ટની સત્યતા જાણવા માટે અમે સૌપ્રથમ ગુગલનો સહારો લીધો અને राहुल गांधी ने राफेल डील पर सुप्रीम कोर्ट से मांगी माफ़ी સર્ચ કરતા અમને નીચે મુજબ પરિણામો પ્રાપ્ત થયા.


ઉપરોક્ત પરિણામોમાં અમને રાહુલ ગાંધીના ચોકીદાર ચોર હૈ ના નિવેદનને લઈ ઘણા બધા સમાચારો પ્રાપ્ત થયા. જેમાં અમને આજ તક અને ડેઈલી હંટ નામની વેબસાઈટ પર આ સ્ટોરી જોવા મળી હતી. આ બંને સ્ટોરી જ્યારે અમે ધ્યાનથી વાંચી ત્યારે એ સ્ટોરી પરથી અમને જાણવા મળ્યું કે, ભાજપના નેતા મિનાક્ષી લેખી દ્વારા કરવામાં આવેલી અપીલ બાદ રાહુલ ગાંધીએ એ બાબતે અફસોસ વ્યક્ત કર્યો હતો. પરંતુ રાહુલ ગાંધીના આ જવાબથી નાખુશ BJP સાંસદ મિનાક્ષી લેખીએ આ અંગે કોર્ટમાં અપીલ કરી છે, જેના પર મંગળવારે સુનાવણી કરવામાં આવી. જેમાં મિનાક્ષી લેખી તરફથી રજૂ કરવામાં આવેલા વકીલ મુકુલ રોહતગીએ કહ્યું હતું કે, રાહુલ ગાંધીએ માફી નથી માગી, પણ ફક્ત અફસોસ વ્યક્ત કર્યો છે. આ અંગે ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ કહ્યું હતું કે, હજુ સુધી તેમણે રાહુલ ગાંધીનો જવાબ નથી વાંચ્યો, ત્યારબાદ CJIએ મિનાક્ષી લેખીના વકીલને કહ્યું હતું કે તમે જવાબ વાંચીને સંભળાવો.
જે અંગે મુકુલ રોહતગીએ કહ્યું હતું કે, રાહુલ ગાંધીએ પોતાના નિવેદન પર માત્ર અફસોસ વ્યક્ત કર્યો છે, માફી નથી માગી. તો બીજી તરફ રાહુલ ગાંધીના વકીલ અભિષેક મનુ સિંઘવીએ કોર્ટને કહ્યું હતું કે, રાહુલ ગાંધીએ અફસોસ વ્યક્ત કર્યો છે, પરંતુ જાણી જોઈને મામલો ઉઠાવવામાં આવી રહ્યો છે, કારણ કે હાલ લોકસભાની ચૂંટણી ચાલી રહી છે. જોકે, સુનાવણી બાદ કોર્ટે રાહુલ ગાંધીને અવમાનના નોટિસ મોકલી છે. સાથે જ અવમાનના કેસની સુનાવણી માટે મંગળવારે (30 એપ્રિલ)ની તારીખ આપવામાં આવી છે. આ અંગેની સંપૂર્ણ વિગત તમે નીચેની લિંક પર જોઈ શકો છો. નીચેના બંને આર્ટિકલમાં પણ સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે, રાહુલ ગાંધીએ સુપ્રિમ કોર્ટમાં માફી નથી માગી.
Aaj Tak | Daily Hunt |
Archive | Archive |
ત્યાર બાદ અમારી વધુ તપાસમાં અમને ANI દ્વારા 21 એપ્રિલના રોજ કરવામાં આવેલી એક ટ્વિટ પ્રાપ્ત થઈ એમાં પણ સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે, રાહુલ ગાંધીએ આપેલા નિવેદન પર તે પોતે અફસોસ વ્યક્ત કરે છે. જે તમે નીચે જોઈ શકો છો.
તમે આ સંપૂર્ણ સ્ટોરીનું ફેક્ટ ચેક અમારી હિન્દી વેબસાઈટ પર પણ નીચેની લિંક પર ક્લિક કરીને જોઈ શકો છો.
જોકે, ઉપરોક્ત મેરા ન્યૂઝનો પૂરો આર્ટિકલ વાંચવામાં આવે તો તેનું શીર્ષક જ ખોટું આપવામાં આવ્યું છે બાકી પૂરા આર્ટિકલમાં ક્યાંય પણ શીર્ષકમાં જે દાવો કરવામાં આવ્યો છે તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.
પરિણામ:
આમ, અમારા તમામ સંશોધન બાદ અમે એ પરિણામ પર પહોંચ્યા છીએ કે, ઉપરોક્ત આર્ટિકલમાં કરવામાં આવેલા દાવા પ્રમાણે રાહુલ ગાંધીએ રાફેલ મામલે ચોકીદાર ચોર હૈ નિવેદન પર સુપ્રિમ કોર્ટમાં માફી માગી એ દાવો સંપૂર્ણપણે ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે.
છબીઓ સૌજન્ય: ગુગલ

Title:રાફેલ ડીલ મુદ્દે રાહુલ ગાંધીએ સુપ્રિમ કોર્ટમાં માગી માફી…! જાણો શું છે સત્ય…
Fact Check By: Dhiraj VyasResult: False Headline
